STORYMIRROR

Meghal upadhyay

Tragedy

3  

Meghal upadhyay

Tragedy

ઘર

ઘર

1 min
263

  નીતાબેન અને મીતાબેન વર્ષોથી પડોશી હતાં. બંને એકબીજા જોડે ભળે પણ સારું. આજે નીતાબેન મીતાબેનને કહી રહ્યા હતાં: "મીતાબેન આ ૨૦૨૦ની સાલમાં કોરોનાએ એક શાંતિ કરી દીધી. કે

પ્રસંગ કરવો હોય તો મર્યાદિત માણસોને જ બોલાવી સાદાઈથી કરવાનો. એટલે જ તો અમે આ વર્ષે જ પીંકીના લગ્ન લઈ લીધા, નહીં તો એના સસરાવાળાને તો બહુ ધામધૂમથી જ લગ્ન કરવા હતાં, કહ્યું હતું કે બસ્સો લોકો તો જાનમાં આવશે. ખોટું શું અમે એટલી ધામધૂમ કરવામાં પોં'ચી શકીએ તેમ નો'તા. પણ વેવાઈની ઈચ્છા આવી હોવાથી ઘર ગિરો મૂકીને પણ પ્રસંગ કરવો પડત. પણ હાશ ! આ કોરોનાએ મારું ઘર બચાવી લીધું. "

    નીતાબેન​ની વાત સાંભળી મીતાબેને રૂમની દીવાલ સામે જોયું જ્યાં એક મહિનાની અંદર જ આ મહામારીને કારણે મૃત્યુ પામેલા તેમના પતિ અને વહાલસોયા એકના એક દીકરાનો ફોટો હતો અને

એ એક ઊંડા નિસાસા સાથે બોલ્યા :" હા ! બેન ૨૦૨૦માં આવેલ આ કોરોનાએ કોઈના ઘર બચાવ્યા, તો કોઈના ઘર ઉજાડ્યા".


Rate this content
Log in

Similar gujarati story from Tragedy