ઘોડેસવારી
ઘોડેસવારી
જે પીઠ પર સવાર થઈ ક્યારેક ઘોડેસવારી કરી હતી, વર્ષો પછી આજે એજ પીઠ પર અસવારે શબ્દોના વિષ બાણ છોડીને પીઠને ઘાયલ કરી નાંખી. પછી થયુંં કે હશે, નાદાન છે. એની નાદાની સમજી મેં ફરી એને મારા હૃદયમાં વસાવ્યો તો એણે હૃદયને જ ચીરી નાંખ્યું. ઘરના કૂળ દિપકે ઘર જ સળગાવી નાંખ્યું.