Aarti Merchant

Others


4.2  

Aarti Merchant

Others


પપ્પા છે તો

પપ્પા છે તો

1 min 4 1 min 4

પપ્પા એટલેજ આપણું જીવન. કારણ પપ્પા છે તો સવારનો સૂરજ સોનાનો લાગે છે. કારણ પપ્પા હોય તો સવારે આંખ ખૂલતાની સાથેજ એ ચિંતા નથી કે મારે ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની છે. ઉંમરના કોઈપણ પડાવ પર 'બેટા હું છું ને ! શા માટે ચિંતા કરે છે?' જેવા શબ્દો અંતરને રાહત આપે છે. પપ્પા છે તો બજારની દરેક વસ્તુઓ આપણી છે, પપ્પા છે તો ઘરમાં સગાસંબંધીઓનો મેળો છે, પપ્પા છે તો દરેક રવિવાર તહેવાર છે, પપ્પા છે તો દરેક પ્રસંગની ઊજવણી અને ધામધૂમ શાનદાર છે, પપ્પા છે તો દીકરીને તુંકારો કરનારને ધાક છે. પપ્પાની છત્રછાયા એટલે સન્માન અને સલામતીની એક ઢાલ એટલે પપ્પાની છાતી. એ જ છાતી જેના પર બાળપણમાં મારી પગની પાનીઓએ કદાચ લાતો મારી હશે. એ જ છાતી જેના પર ગૌરવથી મસ્તક નમાવી મારી સિધ્ધીઓ વહેંચી હતી. એજ છાતી જ્યારે જીવનમાં નિરાશા આવી ત્યારે એના પર મસ્તક મુકી શાંતિ અનુભવી. અને એ જ છાતી પર લગ્નની વિદાય વખતે માથું મૂકી ખૂબ રડી હતી. એ છત્રછાયા, એ ઢાલ એ છાતી આજે મારી પાસે નથી. પરંતુ આજે પણ એમની હૂંફ એમના શબ્દોએ, એમના વિચારોએ મને સતત રક્ષી છે, સાચવી છે. અને ઉત્તરોત્તર મારી જે કંઈ પણ પ્રગતિ થઈ છે એ એમનાં જ રંગસૂત્રોને આભારી છે.


Rate this content
Log in