ભોળપણ
ભોળપણ
છાયા ! નામ એવીજ પ્રકૃતિ, માત્ર ઠંડક આપે. સ્વભાવે પણ ઠંડી બરફ જેવી,જે પાત્રમાં ઢાળો એ આકાર લઈ લે. પોતાનું જુદું અસ્તિત્વ હોઈ શકે એવી કોઈ સમજ નહીં. પરંતુ ઘરકામમાં અવ્વલ એવી મીણની પૂતળી જેવી દિકરીને ડાહીબાએ પોતાનાજ ગામમાં રહેતાં સુંદર સાથે પરણાવી.
લગ્નના એક મહીના પછી છાયા પહેલીવાર પિયરે આવી હતી. સ્વભાવે ભોળી એવી દીકરીનાં શરીર પરનાં ભૂરાં રંગના ચકામાઓએ માના હ્રદયનાં ધબકારને અટકાવી દીધો.