એન્ટી ડાઉરી રેલી
એન્ટી ડાઉરી રેલી


ઓહ ! કમ ઓન મો'મ, પ્લીઝ, તું હવે ફરીથી શરૂ નહિ થઈ જતી. દી' ને તો એના મેરેજ થયા ને ત્યારથી રડવાની અને કમ્પલેઈન કરવાની હેબીટ છે. જીજુ ફીફટી લેકસ રૂપિઝ માંગે છે તો આપી દેને. આમ પણ આપણને ક્યાં પૈસાની કમી છે. નાઉ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. આમ પણ મારે કાલે વહેલી સવારે અમારી કૉલેજમાંથી એનએસેસ ના ઈવેન્ટમાં એન્ટી ડાઉરી રેલીમાં જવાનું છે અને એના માટે મારે સ્પીચ પણ લખવાની છે. સો પ્લીઝ આ બધાથી તું મને તો દૂર જ રાખ. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો યશ સાધનાને કહી રહ્યો હતો. અને સાધના પોતાના આ સમાજસુધારક દિકરાને પ્રશ્નાર્થ નજરે જોઈ રહી.