ખેલૈયો
ખેલૈયો
સુજય સાથેના ભયાનક લગ્નજીવનનો અંત થયાને આજે એક મહીનો થયો હતો. પિતાની દીનતા અને પોતાના પછીની બીજી બે દીકરીઓની જવાબદારીને લીધે એના પિતાએ કાનનને અઢાર વર્ષેજ એના કરતાં દસ વર્ષ મોટા રમણિક સાથે પરણાવી એને જીવતો દોઝખ દાયજામાં આપ્યો. આજે એ દોઝખમાંથી બહાર આવી અને બાગમાં બેઠી હતી. ત્યાં જ ક્યાંકથી કાગળનું બનાવેલું વિમાન ઊડતું ઊડતું આવ્યું. એમાં લખ્યું હતું, ' એક વાર ઠોકર વાગે તો એ ઠોકરથી મજબૂત બની બીજીવાર ઉડાન ભરે એજ સાચો ખેલૈયો.' તારો અનિમેશ.અને બાવીસ વર્ષની મુરઝાયેલી કાનનનો નિસ્તેજ ચહેરો ફરીથી ખીલી ઊઠ્યો.