એની પણ હા
એની પણ હા
પહેલીવાર એને જોયો. આકર્ષક લાગ્યો. મારી મોટી બહેન માયાની સાથે એની સખી દિવ્યા ને ઘરે પહેલી વાર ગઈ હતી. દિવ્યા નો ભાઇ મોહિત ને જોયો. હું એ વખતે દસમામાં હતી. એ અમને જોઈ ને શરમાઈ ને બીજી રૂમમાં ગયો.
મને મોહિત ગમવા લાગ્યો હતો. કોઈ ને કોઈ કારણસર હું દિવ્યા ને ઘરે જતી અને એક નજરે મોહિત ને જોઈ લેતી. હું કોલેજમાં આવી. અને મોહિત કોલેજ ના છેલ્લા વર્ષમાં. એ પણ તીરછી નજરે મને જોતો. પણ.પણ. વાત કરવાની પહેલ કરતો નહીં. હું જ કોઈ ને કોઈ બહાને એની પાસે જતી અને મારા અભ્યાસ માટે માર્ગદર્શન લેતી. એ પ્રસંગ યાદ છે જ્યારે મોહિતની બહેન દિવ્યા ના લગ્ન હતા. મારી બહેન માયા ને અને મારા કુટુંબ ને આમંત્રણ હતું. એ દિવસે તક જોઈ ને હું મોહિત ને એકલી મલી.
" હું તને પ્રેમ કરું છું" અંતે મેં કહી દીધું.
મોહિત હસ્યો.બોલ્યો ," હજુ મારે કારકિર્દી શરૂ કરવાની છે. મને તારા પ્રત્યે ફીલિગ છે.પણ પ્રેમ કહેવાય કે નહીં એ ખબર નથી પડતી." મોહિત શરમાઇ ગયો. આ વાત ને એક વર્ષ થયું મોહિત ને અમદાવાદ માં સારી જોબ મળી. દિવ્યાના લગ્ન થઇ ગયા હતા તેથી મારી અવર-જવર મોહિતના ઘરે બંધ થઈ. મારી મોટી બહેન માયા ના લગ્ન લીધા. માયા બહેન ના લગ્ન માં દિવ
્યા અને મોહિત ના કુટુંબ ને આમંત્રણ આપ્યું. મને આશા નહોતી કે મોહિત લગ્ન માં આવશે. દિવ્યા જ આવશે એમ લાગતું હતું. પણ લગ્નના દિવસે દિવ્યા બહેન, તેમના વર અને મોહિત ને આવતા જોયા. મારા મુખ પર આનંદની લાગણી થઇ. હું ખુશખુશાલ થઈ ગઈ. બધા પુછવા માંડ્યા શું વાત છે બહેનના લગ્ન માં તો માધુરી બહુ જ ખુશ દેખાય છે. હા, મારું નામ માધુરી. હજુ તમને જણાવ્યું નહોતું. એ દિવસે મોહિતની બહેન દિવ્યા બહેન મારી પાસે આવ્યા બોલી," હું કેટલાંય દિવસથી જોતી હતી કે તું મોહિત ને જોવા જ મારા ઘરે આવતી હતી. તને મોહિત પસંદ છે?"
હું આશ્ચર્ય પામી અચાનક જ આવી રીતે પૂછ્યું એટલે. . . . શરમાતા મેં કહ્યું ," હા, મને મોહિત ગમે છે " દિવ્યા બોલી," તો,બોલ ક્યારે સગાઇ કરવી છે. હા, કહે તો કાલે જ." મેં કહ્યું," મોહિત ને પુછ્યુ.?. .એની ઈચ્છા શું છે? " દિવ્યા બોલી, "મોહિત ના લીધે જ હું આવી. એણે હા પાડી છે.અમારા માં બાપ ને પણ તું પસંદ છે." એટલામાં મોહિત આવ્યો.
હું બોલી," મારી તો હા જ છે મોહિત તું શું કહે છે?" મોહિત હસ્યો અને બોલ્યો," અરે મારી તો હા જ હતી. આતો જોબમાં સ્થિર થવાની, પગભર થવાની રાહ જોતો હતો." અંતે એણે મને પસંદ કરી. આમતો મને પહેલેથી જ પસંદ કરતો હતો. પણ એના હસતા મુખે આજે 'હા' સાંભળી. . બીજા દિવસે અમારી સગાઈ થઈ ગઈ.