Rahul Makwana

Horror Thriller

4  

Rahul Makwana

Horror Thriller

એમ.ઈ.- 462

એમ.ઈ.- 462

14 mins
290


સ્થળ : પ્રિન્સિપાલ ઓફિસ ડેલ્ટા મેકેનિકલ

 એન્જિનિયરીંગ કોલેજ

સમય : સવારનાં 11 કલાક.

ડેલ્ટા મેકેનિકલ એન્જિનિયરીંગ કોલેજ એટલે એવી ઈન્સ્ટિટયૂટ કે જે ઈન્સ્ટિટ્યૂટમાં એડમીશન લઈને દરેક વિદ્યાર્થીઓ પોતાનું મેકેનિકલ એન્જિનિયર બનવાનું સપનું પુરૂ કરે છે, દર વર્ષે મોટી સંખ્યામાં રાજ્યનાં અલગ અલગ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ મેકેનિકલ એન્જિનિયર બનાવનું સપનું લઈને આ કોલેજમાં એડમીશન લઈને આવે છે, આ કોલેજમાં એડમીશન મળવું એ પણ મોટું સદભાગ્ય ગણવામાં આવે છે.

એવી જ રીતે આ કોલેજમાં આજથી બે વર્ષ પહેલાં રાહુલ, આસ્તિક, અપૂર્વા અને રોશની મેકેનિકલ એન્જિનિયર બનવાનું સપનું લઈને આવેલ હતાં, તેનું આ ગ્રુપ આખી કોલેજમાં એટલું બધું નામચીન હતું કે તેઓ સારી અને ખરાબ બનેવ બાબતોમાં આગળ પડતું હોય જ તે. કોલેજમાં ફાઈનલ એક્ઝામનું પરિણામ આવે તો પણ આ બધાં જ મિત્રો રિઝલ્ટમાં ચોક્કસ મેદાન મારી જતાં હતાં, તે બધાં જ મિત્રો 11 A કલાસમાં ભણી રહ્યાં હતાં.

કોલેજનાં ત્રીજા વર્ષમાં આખા ગ્રુપ વચ્ચે એક પ્રોજેકટ આપવામાં આવેલ હતો..અને તેમનાં ગ્રુપનું નામ હતું "એમ.ઈ.462" (મેકેનિકલ એન્જિનિયરીંગ - 462), કલાસમાં પ્રોફેસર મૌલિક લેક્ચર લઈ રહ્યાં હતાં..એવામાં પ્યુન 11 A કલાસનો દરવાજો ખટકાવીને રૂમમાં પ્રવેશે છે.

"સર. "એમ.ઈ.462" ગ્રુપને પ્રિન્સીપાલ સાહેબ પોતાની ઓફિસમાં બોલાવે છે..!" - મૌલિક સરની સામે જોઈને પ્યુન બોલ્યો.

ત્યારબાદ એમ.ઈ.462 પ્રિન્સીપાલની ઓફિસ તરફ જાય છે, તે લોકોનાં મનમાં એક પ્રશ્ન વાંરવાર આવી રહ્યો હતો..કે પ્રિન્સીપાલ સાહેબ..આવી રીતે અચાનક પોતાની ઓફિસમાં આપણાં ગ્રુપને શાં માટે બોલાવેલ હશે. ?" પરંતુ હાલ તે લોકો પાસે આ પ્રશ્નનો કોઈ જ જવાબ હતો નહીં. આ પ્રશ્નનો જવાબ પ્રિન્સીપાલની ઓફિસમાં પ્રવેશ્યાં બાદ જ ખબર પડે તેવું હતું…

"વી આર કમ ઈન સર. !" - બધાં મિત્રો પ્રિન્સીપાલની પરમિશન મેળવવા માટે પૂછે છે.

"યસ ! કમ ઈન ઓલ…!" - પ્રિન્સીપાલ થોડાક ભારે અવાજે પહોંચે છે.

"તમારા ગ્રુપનો પ્રોજેકટ કેટલે પહોંચ્યો…?" - બધાંની સામે જોતાં પ્રિન્સીપાલ પૂછે છે.

"બસ ! સર ! અમારો પ્રોજેકટ ઓલમોસ્ટ કમ્પલીટ છે. !" - રાહુલ પ્રિન્સીપાલનાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.

"તો ! તમે તમારો પ્રોજેકટ હજુસુધી શાં માટે પ્રેઝન્ટ નથી કર્યો ?" - પ્રિન્સીપાલ સાહેબ ટેબલ પર હાથ પછાડતાં - પછાડતાં બોલે છે.

"સર..અમારો પ્રોજેકટ "એકવા ફ્યુલ એન્જીન" પર આધારિત છે..જેમાં અમે એન્જીન બનાવવાંમાં સફળ રહ્યાં છીએ…!" - અપૂર્વા વધુ વિગતો જણાવતાં બોલે છે.

"તો પછી તમારે. તમારો પ્રોજેકટ સબમિટ કરી દેવો જોઈએ..તો જ હું એ પ્રોજેકટને વેલીડ ગણીશ…!" - પ્રિન્સીપાલ થોડુંક વિચારીને બોલે છે.

"પણ..સર..એ પ્રોજેકટમાં થોડોક ઈસ્યુ છે. ?" - આસ્તિક થોડાક મૂંઝાયેલાં અવાજે બોલે છે.

"તો..તમે મને અત્યારે છેક જણાવી રહ્યાં છો..બાય ધ વે..તમારા પ્રોજેકટમાં શું ઈસ્યુ છે…?" - પ્રિન્સીપાલ નવાઈ સાથે પૂછે છે.

"સર ! અમારા ગ્રુપને ઈકવા ફ્યુલ એન્જીન બનાવવામાં તો સફળતા મળી ગઈ. પરંતુ તે પ્રોજેકટ એક્ચ્યુલ મોટા વાહનમાં ચાલશે કે નહીં તે ખાતરી કરવાની અને ટેસ્ટિંગ કરવાનું અમારે હજુ બાકી છે. !" - રોશની પ્રિન્સીપાલને પોતાનો ઈસ્યુ જણાવતાં બોલી.

"આઈ ! ડોન્ટ કેર. ! તમારે જો આ વર્ષમાં પ્રેક્ટીકલ પરીક્ષામાં પાસ થવું હોય તો મને આ પ્રોજેકટ એક અઠવાડિયામાં જ સબમિટ કરો. નહીં તો પછી આવતાં વર્ષે ટી.વાઈ.એમ.ઈ માં જ રહેવાની નોબત આવશે…!" - પ્રિન્સીપાલ થોડાક ગુસ્સા સાથે બોલે છે.

"સર…! અમારી તમને એક નમ્ર વિનંતી છે કે એટલીસ્ટ અમને આ પ્રોજેકટ સબમિટ કરવાં માટે બે અઠવાડિયા જેટલો સમય આપો…!" - રાહુલ પ્રિન્સીપાલને આજીજી કરતાં બોલે છે.

"ધેન ! ઓકે..બે અઠવાડિયામાં મારે તમારો પ્રોજેકટ તૈયાર જોઈએ..નહીંતર.. તમને…!" - પ્રિન્સીપાલ તે લોકોની વાત સાથે સહમત થોડું બોલીને અટકે છે.

"જી..સર..અમે આવતાં બે અઠવાડિયામાં અમારો આ પ્રોજેકટ સબમિટ કરી જ દેશું. થેન્ક યુ વેરી મચ સર…!" - આટલું બોલીને બધાં જ મિત્રો પ્રિન્સીપાલ ઓફિસની બહાર નીકળે છે.

એક અઠવાડિયા બાદ..

 બધાં મિત્રો કોલેજની મેકેનિકલ લેબમાં પોતાનાં પ્રોજેકટ પર કામ કરી રહ્યાં હતાં, અને અંદરોઅંદર વાતચીત કરી રહ્યાં હતાં..

"યાર ! રાહુલ ! આપણે બધાંએ પ્રિન્સીપાલની ઓફિસમાં મોટે ઉપાડે કહી તો દીધું કે આવતાં બે અઠવાડિયામાં અમે અમારો પ્રોજેકટ સબમિટ કરી દઈશું. હાલ એક અઠવાડીયું પણ વીતી ગયું. સમય પોતાની રીતે પસાર થઈ રહ્યો છે પરંતુ આપણો પ્રોજેકટ હાલ આગળ વધવાનું નામ જ નથી લઈ રહ્યો. એક અઠવાડિયુ વીતવા છતાંપણ આપણો પ્રોજેકટ હતો ત્યાં જ છે. એમાં કોઈ જ એડવાન્સમેન્ટ આપણને જોવાં નથી મળ્યું. !" - અપૂર્વા ચિંતિત અવાજે બોલે છે.

"હા ! યાર મને પણ અંદરથી એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે…!" - આસ્તિક અપૂર્વાની વાત સાથે સહમતી દર્શવાતા બોલે છે.

"ગાયઝ ! આપણે આ અઠવાડિયામાં કોઈપણ સંજોગોમાં પ્રોજેકટ પૂરો કરવો જ પડશે. !" - રોશની મક્કમતાથી બોલે છે.

"ગાયઝ ! હું કંઈ બોલતો નથી એનો અર્થ એ નહીં કે મને આ પ્રોજેટને લઈને કંઈ જ ચિંતા નહીં હોય..ધીરજ રાખો બધું વેલ સેટ થઈ જશે. !" - રાહુલ બધાં મિત્રોને સાંત્વના આપતાં બોલે છે.

બરાબર એ જ સમયે રાહુલનો મોબાઈલ ફોન રણકી ઉઠે છે. વાસ્તવમાં તે કોલ નહીં પરંતુ એમ.ઈ.462 ગ્રુપ માટે લાઈફ લાઈન હતી..મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નામ જોઈને રાહુલની આંખોમાં એક તેજ આવી ગયું, ચહેરા પર આનંદ અને ખુશીઓની લકીરો છવાઈ ગઈ…આથી રાહુલ ખુશ થતાં થતાં કોલ રિસીવ કરે છે. અને ફોન પર થોડીવાર વાતો કરે છે…અને છેલ્લે…"થેન્ક યુ સો મચ અંકલ ફોર યોર કાઈન્ડ સપોર્ટ ટૂ અસ…!" - એવું બોલીને કોલ ડિસ્કનેક્ટ કરે છે…

"શું..થયું..રાહુલ…?" - બધાં જ મિત્રો એકસાથે જ રાહુલને આતુરતાપૂર્વક પૂછે છે.

"જી ! મેં તમને બધાંને કહ્યું હતું ને કે ધીરજ રાખો બધું વેલ સેટ થઈ જશે..હાલ મારા મોબાઈલમાં જે કોલ આવ્યો તે મિ. ચિરાગ શાહનો કોલ હતો...કે જે આપણાં શહેરનાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ડેપો મેનેજર છે..અને મારા એક મિત્રનાં પિતા છે. એમને મેં આપણાં પ્રોજેકટ વિશે વાત કરી હતી..તો તેમણે મને "કંઈ કામ હોય તે કહેજે બેટા…!" - એવું કહ્યું હતું. તો મેં તમને વિનંતી કરતાં કહ્યું કે,"અંકલ ! હાલ અમારો પ્રોજેકટ 60 % પૂરો થઈ ગયેલ છે..જો તમે અમારા માટે કોઈ જૂની બસની વ્યવસ્થા કરાવીને આપો તો અમારા કોલેજ પ્રોજેકટમાં અમને 100 % ટકા ફાયદો થશે..અને અલ્ટીમેટલી આપણાં દેશને પણ ફાયદો થશે. આપણાં દેશને એકવા ફ્યુલ ઓપરેટિંગ એન્જીન બસ મળશે. !" - રાહુલ વધુ વિગતો જણાવતાં બોલે છે.

"પછી શું થયું. ?" - અપૂર્વા ખુશ થતાં - થતાં પૂછે છે.

"પછી મને ચિરાગ અંકલે કહ્યું કે,"બેટા ! તમારો ઈરાદો નેક છે..અને તે આપણાં દેશ કે શહેર માટે ગર્વની બાબત છે..આ માટે હું આવતીકાલે અમારી હેડ ઓફિસમાં વાત કરીને પછી તને જણાવીશ. !" - રાહુલ બધાં મિત્રોની સામે જોઈને બોલ્યો.

"પછી. પરમિશન મળી…!" - આસ્તિક રાહુલની સામે જોઈને પૂછે છે.

"જી ! હાલ મારી વાત એમની સાથે થઈ તેઓએ કહ્યું કે "મને હેડ ઓફિસમાંથી જણાવેલ છે કે તમે એ વિદ્યાર્થીઓને તમારા ડેપો પર રહેલ જે બસ કન્ડમ કરવાની છે તે આપી શકો છો…! ફાઈનલી વી આર સકસેસ. !" - રાહુલ થમ્સ અપ કરતાં કરતાં બોલે છે.

રાહુલની આ વાત સાંભળીને બધાં જ મિત્રોમાં એક અલગ પ્રકારનો આનંદ, ખુશીઓ અને ઉત્સાહ છવાઈ ગયો..અને રાહુલ બધાને જણાવાયું કે આવતીકાલે સવારે 10 વાગ્યે તે બસ આપણા વર્કશોપ એટલે કે મેકેનિકલ લેબમાં આવી પહોંચ છે. અને આપણે સખત મહેનત કરવાની છે..અને તેમાં આપણે દિવસ કે રાત જોવાનાં નથી. કાલે તમે બધાં પોત પોતાના ઘરેથી જ ટિફિન લઈને આવજો. તો જ આપણે આ પ્રોજેકટ એક અઠવાડિયામાં પૂરો કરી શકીશું.

ત્યારબાદ તે બધાં જ મિત્રો દિવસ અને રાત જોયા વગર, ભૂખ, તરસ, ઊંઘ વગેરે ભૂલીને પોતાનો ગ્રુપ પ્રોજેકટ પૂરો કરવામાં ઓતપ્રોત થઈ જાય છે, અંતે તે બધાં જ મિત્રોની મહેનત રંગ લાવી અને પ્રોજેકટ સબમિટ કરવાનાં આગળનાં દિવસનાં અંત સુધીમાં તો તે લોકો એ ખખડધજ બસને નવો અવતાર આપવામાં સફળ રહ્યાં હોય તેમ તે બસને એકદમ આલીશાન, ચમકદાર, અને આકર્ષક બનાવી દીધી..આ કદાચ દુનિયાની પહેલી એવી બસ હશે કે જે ફ્યુલમાં પેટ્રોલ કે ડીઝલ નહીં પરંતુ "એકવા (પાણી)" નો ઉપયોગ કરતી હશે.. ત્યારબાદ તે લોકોએ બસ ચાલુ કરીને ખાતરી પણ કરી લીધી. બસ હવે તેઓ આવતીકાલનો સૂરજ ઉગવાની રાહ જોઈ રહ્યાં હતાં, ક્યારે સવાર પડે…અને પ્રિન્સીપાલ પાસે જઈને પોતાનો પ્રોજેકટ સબમિટ કરાવે. પરંતુ તે લોકોને એ બાબતનો જરાપણ ખ્યાલ નહોતો..કે આ પ્રોજેકટ તેઓની લાઈફમાં કેટલી મોટી આફત કે મુસીબત સમાન સાબિત થનાર હશે.

પ્રોજેકટ સબમીટ કરાવવાનાં એક દિવસ અગાઉ.


સ્થળ : મેકનીકલ વર્ક શોપ…(લેબ)

સમય : સાંજના 5 કલાક.

"સો..ગાયઝ ! ફાઈનલી. વી આર સક્સેસ્ફુલી કમ્પ્લીટેડ અવર પ્રોજેકટ વિધીન ગીવન ટાઈમ પિરિયડ…!" - રાહુલ અને તેનાં મિત્રો ખુશ થતાં થતાં બોલે છે.

"યાર ! ગાયઝ ! મને ખબર નહીં..પણ..કેમ મારો જીવ કોઈ દેખીતા કારણ વગર જ મૂંઝાઈ રહ્યો છે…!" - અપૂર્વા પોતાનાં ગળા પર હાથ ફેરવતાં - ફેરવતાં બોલે છે.

"ડોન્ટ વરી ! અપૂર્વા. એતો આપણે આ પ્રોજેકટ પૂરો કરવાં માટે કરેલ દોડાદોડી…રાત ઉજાગર...થાક..અપૂરતી ઊંઘ વગેરેને લીધે તારો જીવ મૂંઝાય રહ્યો હશે. !" - રોશની અપૂર્વાને હિંમત આપતાં બોલે છે.

"યસ ! ગાયઝ..રોશનીની વાત સો ટકા સાચી છે." - આસ્તિક બોલે છે.

"હા ! ગાયઝ ! બસ હવે જલ્દી આવતીકાલનો સૂરજ ઉગે અને આપણો પ્રોજેકટ પ્રિન્સિપાલ સર પાસે સબમિટ કરાવી દઈએ એટલે આપણે છુટ્ટા. !" - રાહુલ પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં - ફેરવતાં બોલે છે.

ત્યારબાદ બધાં જ મિત્રો એકબીજાને "બેસ્ટ ઓફ લક" વિશ કરીને પોત - પોતાનાં ઘરે જવાં માટે નીકળે છે, અને થોડીજ વારમાં તે બધાં મિત્રો પોત - પોતાનાં ઘરે રાજી થતાં - થતાં પહોંચી જાય છે.

એ જ દિવસે રાત્રે

શિયાળાનો સમય હોવાથી વાતાવરણમાં ખૂબ જ ઠંડી ફેલાયેલી હતી, જેને લીધે જાણે શહેરમાં કર્ફ્યુ ફેલાયેલો હોય તેવું માલુમ પડી રહ્યું હતું, શહેરનાં મોટાભાગના-રસ્તાઓ સુમસામ અને વેરાન ભાસી રહ્યા હતા, જ્યારે આ બાજુ રાહુલ જમી કારવીને ઊંઘવા માટે પોતાના રૂમમાં પ્રવેશ્યો, બેડમાં સુતાં-સુતાં તેનાં મનમાં એક વિચાર આવ્યો કે પોતે તેમના મિત્રો સાથે મળીને હાલ એક્વા ફ્યુઅલ આધારિત જે પ્રોજેક્ટ બનાવ્યો છે તે પ્રોજેક્ટ માં ફ્યુઅલ તરીકે તેઓએ એક્વા એટલે કે પાણીનો ઉપયોગ કરેલ છે,પરંતુ હાલમાં પડી રહેલી તીવ્ર ઠંડીને લીધે આવતીકાલે કદાચ તેઓનું એન્જિન કામ ન પણ કરે એવું પણ બની શકે." - આ વિચાર આવતાની સાથે જ રાહુલે પોતાનો મોબાઈલ ફોન ઉઠાવ્યો અને અપૂર્વાને કોલ કરીને આ બાબત વિશે જણાવ્યું અને સાથોસાથ જણાવ્યું કે, "હાલ પોતે વર્કશોપ પર જઈને આ બાબતની એક વખત ખાતરી કરી લે અને જો અપૂર્વા ઈચ્છા ધરાવતી હોય તો તેની સાથે વર્કશોપ પર આવી શકે છે..અને..અપૂર્વા એ પણ રાહુલ સાથે વર્કશોપ પર આવવાની તૈયારી બતાવી ત્યારબાદ રાહુલ અને અપૂર્વા થોડી જ વારમાં કોલેજની મેકેનિકલ લેબ એટલે કે વર્કશોપ પર પહોંચી જાય છે.

વર્કશોપ પર પહોંચ્યા બાદ રાહુલ તેઓએ બનાવેલ બસનું એક્વા ફ્યુઅલ એન્જીન કે જે બસમાં ઈન્સ્ટોલ કરેલ હતું..તે સ્ટાર્ટ થાય છે કે નહીં તેની ખાતરી કરવા માટે બસમાં સેલ્ફ લગાવે છે અને જોતજોતામાં બસ એક જ સેલ્ફ માં શરૂ થઈ જાય છે, આ જોઈ રાહુલ અને અપૂર્વા બંનેના જીવનમાં જીવ આવ્યો અને તે બન્નેવે રાહતનો એક ઊંડો શ્વાસ લીધો ત્યારબાદ રાહુલ અને અપૂર્વા નિશ્ચિત અને બેફિકર થઈને પોતાના ઘરે જવા માટે રવાના થયાં.

 લેબમાં થી નીકળ્યાંની 20 કે 25 મિનિટ બાદ તેઓ જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રાહુલની આંખો સામેના વાહનમાંથી આવતા તીવ્ર પ્રકાશ ને કારણે અંજાઈ ગઈ. જેને લીધે રાહુલે ક્ષણિક પૂરતો બાઈક પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને માંડ માંડ કરીને બાઈકને કંટ્રોલ કરી. બરાબર આ જ સમયે અપૂર્વાએ ડર સાથે જોરથી એક ચીસ પાડી !

"રાહુલ ! આ તો આપણે બનાવી એ જ બસ છે. હજુ થોડાસમય પહેલાં તો આપણે આ બસમાં સેલ્ફ મારીને આવ્યાં, તો આ બસ અહીં કેવી રીતે પહોંચી…? આ બસ કોણ ચલવાતું હશે…? આ બસ તો આપણે લેબમાં લોક કરીને રાખેલ હતી તો પછી તેની બીજી ચાવી કોની પાસે હશે. ?" - અપૂર્વાએ એક જ શ્વાસમાં ઘણાબધાં પ્રશ્નો રાહુલને પૂછયાં.

"અપૂર્વા ! હાલ આ બધાં જ પ્રશ્નોનો જવાબ પેલી બસને ફોલો કરવાથી જ મળે એમ છે. માટે તું જલ્દી બાઈકમાં બેસી જા..આપણે એ બસને ફોલો કરવાની છે. !" - રાહુલ અપૂર્વાને પોતાની બાઈક પર બેસવાનો ઈશારો કરતાં બોલ્યો.

ત્યારબાદ તે બંનેવ પેલી બસની પાછળ પોતાની બાઈક ભગાવીને પીછો કરે છે, થોડીવારમાં રાહુલ તે બસને ઓવરટેક કરીને તે બસ ઉભી રાખવાં માટેનો ઈશારો કરે છે, આથી તે બસ રોડની વચ્ચોવચ ઉભી રહી જાય છે, ત્યારબાદ રાહુલ અને અપૂર્વા તે બસમાં પ્રવેશે છે, બસમાં પ્રવેશતાની સાથે જ તે બનેવની આંખો આશ્ચર્ય, ડર અને નવાઈને લીધે પહોળી થઈ ગઈ..કારણ કે બસમાં કોઈ ડ્રાઈવર હતું જ નહીં. તે બસ એની જાતે જ ચાલી રહી હતી. આ જોઈ રાહુલ અને અપૂર્વાનાં શરીરમાં ડરને લીધે ધ્રુજારી ઉપડી ગઈ, ડરને લીધે તેઓનો પરસેવો છૂટી ગયો, આંખો પહોળી થઈ ગઈ..અને હૃદય કબૂતરની માફક ફફડવા લાગ્યું. આ જોઈ રાહુલ પરિસ્થિતિ તાગ મેળવતા બોલ્યો…

"અપૂર્વા ! આપણું આ બસમાં આવી રીતે રોકાવું ખુબ જ જોખમ ભરેલ છે..માટે આપણે સૌ પ્રથમ બસમાંથી બહાર નીકળવું પડશે. " - રાહુલ અપૂર્વા સામે જોઈને બોલ્યો.

ત્યારબાદ રાહુલ અને અપૂર્વા બસમાંથી ઉતારવા માટે ઝડપથી ચાલવાં માંડે છે, હાલમાં તે બંનેવ ખુબ જ ગભરાયેલાં હતાં, બરાબર આ જ સમયે તે લોકોનાં કાને એક અવાજ અથડાય છે.

"તમે ! એકલા..એકલા. જ..જશો. અમને પણ લઈ જાવ તમારી સાથે. !" 

આ અવાજ સાંભળતાની સાથે જ તે બનેવનાં પગ એકાએક થંભી ગયાં, કારણ કે આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ આસ્તિક અને રોશનીનો હતો. આથી રાહુલ અને અપૂર્વા અવાજની દિશા તરફ પોતાનું માથું ફેરવે છે. ત્યાં તેઓની નજર સામે આસ્તિક અને રોશની બસની છેલ્લી સીટ પર બેસેલાં હતાં, જે બનેવનાં માથામાંથી લોહીની ધાર વહી રહી હતી..જે ધાર માથા પરથી તેઓનાં ચહેરા પર આવી રહી હતી. તેઓનો ચહેરો ખૂબ જ ખરાબ રીતે ઈજા પામેલ હોય તેવો લાગી રહ્યો હતો. અને જોત - જોતામાં આસ્તિક અને રોશની અપૂર્વાને મારવા માટે તેઓની નજીક આવી રહ્યાં હતાં, આથી રાહુલ અપૂર્વાનો હાથ પકડીને ઝડપથી બસમાંથી ઉતરી ગયો. અને બસનો દરવાજો બહારથી બંધ કરીને ઝડપથી પોતાની બાઈકમાં સેલ્ફ મારીને બાઈક કોલેજની મેકેનીકલ લેબનાં વર્કશોપ તરફ ભગાવે છે. આ દરમ્યાન પેલી બસ પણ એકાએક અદ્રશ્ય થઈ જાય છે.

 આ બાજુ રાહુલ ખુબ જ ઝડપથી પોતાનું બાઈક ભગાવીને મેકેનીકલ લેબનાં વર્કશોપ પર પહોંચે છે, ત્યાં પહોંચીને જોવે છે તો તેઓનાં આશ્ચર્યનો કોઈ જ પાર નથી રહેતો. કારણ કે તે લેબમાં તેઓએ જે બસ બનાવી તે બસ તો હતી. પરંતુ તે બસ એકદમ બિસ્માર હાલતમાં હતી, એ બસ જોતાં એવું લાગી રહ્યું હતું..કે જાણે તે બસ વર્ષોથી આ લેબમાં પડેલ હોય. તેવામાં એકાએક અપૂર્વા ડર ભરેલ એક ચીસ પાડે છે..આથી રાહુલ અપૂર્વા પાસે દોડી જાય છે…

"શું ! થયું અપૂર્વા…? તે શાં માટે આવી રીતે મોટેથી ચીસ પાડી. ?" - રાહુલ અપૂર્વાને પૂછે છે.

"ત્યાં. પે..લી. બ..સ..માં. !" - અપૂર્વા ખચકાતા - ખચકાતા પેલી બસ તરફ ઈશારો કરતાં બોલે છે.

રાહુલ બસ તરફ નજર કરી તો બસ મુસાફરોથી છલોછલ ભરાયેલ હતી, જેમાં ડ્રાઈવર અને કંડકટર બનેવ પણ હતો. પરંતુ તે બધાં જ મૃત્યુ પામેલ હતાં…હાલ આ બસની હાલત જોતાં એવું લાગી રહ્યું હતું કે, "માનો કે થોડીક જ મિનિટો પહેલાં આ બસનો ગમખ્વાર અકસ્માત થયેલ હોય, જેને લીધે બસની અંદર બેસેલાં તમામ મુસાફરો ઊપરાંત ડ્રાઈવર અને કંડકટર મોતને ભેટયા હોય.

 જોત - જોતામાં તે બધાં જ ડેડબોડી બસમાંથી નીચે ઉતર્યા અને સાથોસાથ બસનો ડ્રાઈવર અને કંડકટર પણ નીચે ઊતર્યા. આ જોઈ રાહુલ અને અપૂર્વાનાં મનમાં ડર તેની ચરમસીમાએ પહોંચેલ હતો..ત્યારબાદ તે બધાં રાહુલ અને અપૂર્વા સામે હાથ જોડીને બોલ્યાં.

"અમારી ! આ બસને નવું જીવનદાન..કે ફરી સજીવન કરવાં બદલ અમે તમારા ખુબ ખુબ આભારી છીએ…!" - બસમાં બેસેલ એક મુસાફર બોલ્યો.

"તમે ! બધાં કોણ છો…!" - રાહુલ હિંમત કરીને બોલ્યો.

"જી ! અમે પણ તમારી જેમ જ ક્યારેક મનુષ્ય હતાં, પરંતુ અમે જે બસમાં બેસેલ હતાં, તે બસનો આજથી એક વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માત થયેલો હતો, જેમાં બસમાં બેસેલાં બધાં જ મુસાફરો ઉપરાંત ડ્રાઈવર અને કંડકટર પણ મોતને ભેટી પડ્યાં હતાં. આમ અમારા બધાંની કમોત થવાને લીધે અમારો આત્મા ભટકી રહ્યો હતો. અને તમારા ગ્રુપે આ બસ બનાવીને અમારા પર મોટો ઉપકાર કરેલ છે. હવે અમે અમારી જે ઈચ્છાઓ અધૂરી રહી ગયેલ છે તે બધી ઈચ્છાઓ તમારા દ્વારા પુરી કરીશું. !" - બધાં જ પેસેન્જરો એકસાથે બોલ્યાં.

"પણ ! એમાં અમારો શું ફાયદો. ?" - અપૂર્વા હિંમત કરીને બોલી.

"જી ! મેડમ ! તમારો ફાયદો એ કે તમે તમારો પ્રોજેકટ સબમિટ કરવામાં સફળ રહેશો… અને જો તમે લોકોએ અમારી મદદ નથી કરી..તો પછી તમારા બધાંની શું હાલત થશે..એ તમે થોડીવાર પહેલાં જ્યારે બસ રસ્તામાં રોકી હતી..ત્યારે આસ્તિક અને રોશનીનાં સ્વરૂપમાં જોઈ લીધેલ છે. જો તમે અમારી મદદ નહીં કરશો..તો તમારા બધાં જ મિત્રોની એવી હાલત થશે…!" - એક પેસેન્જર અપૂર્વા સામે જોઈને બોલે છે.

"ઓકે…! અમે તૈયાર છીએ..તમારી વાત સાથે સહમત થવાં..બસ મને, અપૂર્વા, આસ્તિક કે રોશનીને કંઈક થવું જોઈએ નહીં..એ શરતે. !" - રાહુલ સહમતી દર્શવાતા બોલે છે.

"રાહુલ. પ..ણ…!" - અપૂર્વા રાહુલને રોકતાં બોલે છે.

"નહીં. .અપૂર્વા જો આપણે આપણાં બધાનો જીવ બચાવવા માંગતા હોઈએ તો તે માટે આપણી પાસે આ લોકોની વાત સાથે સહમત થવાં સિવાય કોઈ જ વિકલ્પ નથી. !" - રાહુલ અપૂર્વાની સામે જોઈને બોલે છે.

"ધેન..ઓકે…!" - અપૂર્વા ઊંડો નિસાસો નાખતાં બોલે છે.

"બટ… અપૂર્વા..આ સિક્રેટ તારે હંમેશા માટે સિક્રેટ જ રાખવાનું છે, આ બાબત વિશે તું..કોઈને પણ..કંઈ જ નહીં જણાવે..ઈવન આસ્તિક અને રોશનીને પણ નહીં. તું મને આ બાબતનું પ્રોમિસ આપ. !" - રાહુલ અપૂર્વા પાસેથી પ્રોમિસ લેતાં - લેતાં બોલે છે.

"ઓકે..સ્યોર. પ્રોમિસ…!" - અપૂર્વા રાહુલને પ્રોમિસ આપતાં બોલે છે.

ત્યારબાદ રાહુલ એક પછી એક એમ બધાં જ પેસેન્જરોની અંતિમ ઈચ્છા વિશે પૂછે છે. અને અપૂર્વા તે લોકોની ઈચ્છા એક કાગળ પર ટપકાવતી જાય છે, ત્યારબાદ તે બધાં જ પોત - પોતાની અધૂરી અંતિમ ઈચ્છાઓ જણાવીને એકાએક અદ્રશ્ય થઈ જાય છે, અને જોત - જોતામાં બસ પહેલાની માફક જ આલીશાન અને ચકચકિત બની જાય છે.

 પછી રાહુલ અપૂર્વાને ઘરે ડ્રોપ કરીને પોતાનાં ઘરે પરત ફરે છે, અને વિચારતા - વિચરતાં પોતાનાં બેડ પર સુઈ જાય છે.


પ્રોજેકટ સબમિટ કરવાનાં છેલ્લા દિવસે (બીજે દિવસે)

બીજે દિવસે રાહુલ અને તેનાં બધાં જ મિત્રો એટલે કે અપૂર્વા, આસ્તિક અને રોશની કોલેજનાં પ્રિન્સિપાલ સર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સામે પોતાનાં ગ્રુપ "ME 462"નાં પ્રોજેકટનું સફળતાપૂર્વક પ્રેઝન્ટેશન આપે છે, અને સાથોસાથ તેઓ તેમનાં પ્રોજેકટ "એકવા ફ્યુલ એન્જીન" કે જે પેલી બસમાં ઈન્સ્ટોલ કરેલ હતું. તેનો સફળતાપૂર્વક લાઈવ ડેમો પણ આપે છે.

ME 462 ગ્રુપનું આ પ્રેઝન્ટેશન અને લાઈવ ડેમો જોઈને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રિન્સિપાલ ખુદ પણ પોતાનાં મોં માં આંગળા નાખી ગયાં, ત્યારબાદ આખી કોલેજમાં ME 462 ગ્રુપનાં પ્રોજેકટની વાહ વાહ થવાં લાગી. અને થોડા જ સમયમાં તે લોકોની ફાઈનલ એક્ઝામ પણ આવી ગઈ..અને ફરી પાછા આ બધાં જ મિત્રોએ એક્ઝામ ટોપરમાં બાજી મારી લીધી…

 ત્યારબાદ રાહુલ અને અપૂર્વા..પ્રોજેકટ સબમિટ કરવાની આગળની રાતે જે કાંઈ ઘટનાં પોતાની સાથે ઘટેલ હતી..તે સમગ્ર ઘટનાં વિસ્તારપૂર્વક જણાવે છે, અને અપૂર્વા બધાં પેસેન્જરો, ડ્રાઈવર અને કંડકટરની જે અંતિમ ઈચ્છાઓ હતી તેનું લિસ્ટ પણ આસ્તિક અને રોશનીને બતાવે છે. .ત્યારબાદ બધાં જ મિત્રો કોલેજમાં વેકેશન હોવાથી એકપછી એક એમ બધાં જ પસેન્જરોની અધૂરી અને અંતિમ ઈચ્છાઓ પુરી કરવાનાં નેક કામમાં લાગી જાય છે, અને જોત - જોતામાં એક જ મહિનામાં બધાં જ મિત્રો તમામ પેસેન્જરો, કંડકટર અને ડ્રાઈવરની અધૂરી અને અંતિમ ઈચ્છાઓ સફળતાપૂર્વક પુરી કરે છે.

 ત્યારથી માંડીને આજસુધી તે બધામાંથી કોઈને પણ પેલી બસમાં બેસેલાં મુસાફરો કે ડ્રાઈવર કે કંડકટર ફરી દેખાય નહીં. અને ME 462 ગ્રુપના પ્રોજેકટને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા તરફથી "એવોર્ડ ઓફ ઍક્સેલનસી" આપવામાં આવ્યો. અને બધાં જ મિત્રો પેલી બસ,તેના ડ્રાઈવર, કંડકટર અને તમામ મુસાફરોનો મનોમન ખુબજ આભાર માને છે.

 મિત્રો, આપણે પણ આપણાં જીવનમાં કોઈપણ નવી કે જૂની વસ્તુઓ આપણાં ઘરમાં વસાવતા પહેલાં આગળ કે પાછળનો વિચાર કરતાં નથી હોતા..પરંતુ એમાંથી અમુક વસ્તુઓ આપણાં ઘરમાં આવે તો છે પરંતુ પોતાની સાથે એક ડાર્ક ભૂતકાળ પણ લઈને આવતી હોય છે. જે ક્યારેક આપણી જિંદગીને નર્કથી પણ બદતર બનાવી નાંખવા માટે કાફી હોય છે. અને એ વસ્તુઓ સાથે જોડાયેલ રૂહ કે આત્માનો ઈરાદો નેક પણ હોઈ શકે છે..અને ખરાબ પણ હોઈ શકે છે. એ તો જે લોકોને તેમનો સામનો કરવાની નોબત આવતી હોય માત્ર તે જ લોકો આ બાબત સમજી અને જાણી શકતાં હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror