Kalpesh Patel

Romance Tragedy

5.0  

Kalpesh Patel

Romance Tragedy

એકમેક

એકમેક

9 mins
1.2K


કૉફીન જ્યારે વહેલી પરોઢે ઍરપોર્ટ ઉપરથી એસયુવીમાં સોનાલીના કોટેજે આવ્યું ત્યારે અમે નેબરહુડના બધા છૂપી બેચેનીથી ભેગા થયેલા. મંગળવારથી હું સોનાલીની સાથે તેના જ પડછાયાની જેમ રહેલી. કૉફીન તેના કોટેજે આવે તે પહેલાં આખા બેકયાર્ડના ગાર્ડનમાં તેમજ ઘરના એર ફ્રેશનર ડિસ્પેન્સર ગોઠવી વાતાવરણ બદલી કાઢેલું. આજે રવિવાર હતો અને બ્લેક-સૂટથી સજ્જ સ્નેહીજનોથી કોટેજમાં ખાસી હાજરી હતી. વાતાવરણમાં એક અક્ળાવી નાખતી શાંતિ છવાઈ ગઈ હતી. જાણે કૉફીનની અંદરનું વાતાવરણ બહાર આવવા ના મથતું હોય ! પણ કૉફીન આવ્યું ત્યારે મારી બેચેની બાહર ડોકાઈ ને છતી ગઈ. મે સોનાલીને બેકયાર્ડના ગાર્ડનમાં એકલી મુકી, ગેટ તરફ દોટ મૂકી. ઝાંપા પાસે આવીને ઊભેલી એસયુવીમાંથી ભારે કૉફીન નીચે કેમ ઉતારવું તેની ચિંતામાં ઓપરેટરહતાં. ક્ષણ બે ક્ષણ મને સ્મૂર્તિ પટલ ઉપર સ્નેહલનો ચહેરો અલપઝલપ વરતાઈ આવ્યો.

હું અને સોનાલી બાળપણના મિત્રો સાથે ભણ્યા – સાથે રમ્યા, પણ હું અત્યારસુધી પરણી ન શકી જ્યારે સોનાલીને તેના મનનો માણીગર તેની માએ શોધી દીધો હતો.જ્યારે પહેલવહેલાં સોનાલી સાથે હું, સ્નેહલને જોવા ગયેલી ત્યારે પણ મારી માનોદશા કઈક તેના જેવીજ હતી. સ્નેહલનું વ્યક્તિત્વ એવું હતું કે એક નજરે જોનારને પોતાના કરી દે તેવું મોહક.તેનો સુંદર, ગોળ, અણિયારું નાક સફેદ હસતો ચહેરો મારી અંદર ત્યારથી જ છવાઈ ગયો હતો. તેને પહેલ-વારકો જોયો, ત્યારે મને એમ જ લાગેલું કે જાણે હું સ્નેહલને ઘણા સમયથી તેને જાણતી ના હોઉં! અતિ-ચિર-પરિચિતતા ખીલી ઊઠી હતી મારી ભીતર. પણ અત્યારે જાણે સ્નેહલે વહેવડાવેલ સ્નેહમાં અભિકૃત થયેલા ભેગી હું છુપું રડી રહી હતી.

કૉફીનને પ્લાયવુડની મોટી પેટીમાં પેક થયેલું જોઈ નિરાશ થઈ. સાતઆઠ જણ એ મસમોટી પેટી ઉતારવાં ઝોડની જેમ વળગેલાં. કેટલાક તો પગથી ધક્કો મારતા તો કેટલાક રીતસર પેટીને ખસેડવા કોશ વાપરતા હતા. પેટીની અંદર કૉફીન, ને કૉફીનમાં નીરવ સૂતેલા સ્નેહલને કશીય તકલીફ થાય તે મને ન ગમે તે સ્વાભાવિક હતું. હું એસયુવી પાસે ધસી ગઈ અને ઓપરેટરને ધમકાવતા ચીખરી ઉઠી, જરા જેંટલી ('ધીરે ) ઉતારોને ભાઈ ' મારા કહેવાથી હોય કે પ્રસંગની ગંભીરતાથી હોય, પેટીને ધીરેથી નીચે ઉતારી સોનાલીના કોટેજની બાજુના વોકવે પસાર કરી ગાર્ડનમાં મૂકવામાં આવી. નેબર-હુડના આવેલા પાડોશીઓ જોતજોતામાં તેની આસપાસ ભેગા થઈ ગયા. હું પરાણે શ્વાસ લેતી બધાને વટાવી ગાર્ડનમાં સોનાલી પાસે આવી બેઠી. હું સોનાલીની જીગરી એટલે મને સૌથી વધુ ચિંતા તેની હતી. મેં તેની આંખમાં આંસુ જોયા. કૉફીનવાળી પેટીની આસપાસ ટોળે વળેલાં લોકોને વિખેરવાં મારી નિઃસહાયતા વ્યક્ત કરવા મે તેનો હાથ પકડ્યો. ત્યાં તે રડમસ અવાજે બોલી, 'ઑ સખી, સ્નેહલને આ શું થઈ ગયું ? સ્નેહલ બિચારો કેવી અથડાતો કુટાતો છેક હરદ્વારથી કાર્ગોમાં અહીં આવી શક્યો હશે ? કાર્ગો વિમાનની ભીષણ ગરમીમાં તે અનેક વખત તે અંદર પેટી સાથે અથડાયો હશે. ઈંડિયાથી ફરતા ફરતા ત્રીજે દિવસે અહી આવતા રસ્તમાં તે કેટલીય જગ્યાએ નોંધારો પડી રહ્યો હશે. સ્નેહલને આ એકાએક શું થઈ ગયું ?' મેં જોયું કે ચારેબાજુ અકળ સન્નાટો છવાઈ ગયો હતો. ટોળે વળેલાં લોકોએ પણ મૌન રાખવું પસંદ કરેલું અથવા બોલી શકતા ન હતા.

છેલ્લાં ચાર દિવસથી એક પળ માટે પણ સ્નેહલનો ચહેરો મારી અંદરથી ખસ્યો ન હતો. સ્નેહલ આમ તો મારી સખીનોં પતિ, પણ તેને મળ્યાના પહેલા દિવસથી આજ સુધી એક અનન્ય બંધનથી અમે એકમેકને ઓળખતાં હોઈએ તેવું લાગતું હતું. સોનાલીના લગ્ન પછી પહેલા દિવસે મેં સોનાલીને કહ્યું હતું કે 'સ્નેહલને હું ઓળખું છું.' તે આશ્ચર્યથી બોલી, એ 'કેવી રીતે ? શક્ય બને ', સ્નેહલ ઈન્ડિયા બોર્ન એન્ડ ગ્રોન-અપ છે, અને સખી તું અને હું અહી કેલિફોર્નિયાની. હું તેને કશો જવાબ નહતી આપી શકી. એ વખતે પણ મેં અને સ્નેહલે,એકમેકની આંખમાં નજર નાખી, તો જાણે તે વખતે તેણે મને હા કહી રહી હોય તેવું લાગ્યું હતું. અને આજ કારણે સોનાલીના લગ્ન પછી તેના ઘેર બને ત્યાં સુધી તેની ગેરહાજરીમાં જવાનું ટાળતી હતી. સ્નેહલનોં ગુંટાયેલો કોમલ અવાજ અને તેનું સરળ ધીમો મલકાટ, તેની પ્રેમ નિતરતી નજર, તેનો ગોરો ભાવમય નિર્દોષ ચહેરો, તેના સુંદર વાંકડિયા વાળ, તેની નજીકના પૂરા વાતાવરણને ભર્યું ભર્યું કરી મૂકતું.

સોનાલીની માતા સુદેશા અને સ્નેહલના પિતા રોશન જરીવાલા, બંને કોલેજના મિત્રો હતા, એ દિવસોમાં સોનાલી અહી અમેરીકામાં એરિક સ્મિથ નામના યુવાનમાં ગળાડૂબ પ્રેમમાં હતી. એરિક પણ આમ અમેરીકામાં અજાયબી ગણાય, એવો વ્યસન વગરનો ફૂટડો યુવાન. બંને વયસ્ક અને સોનાલીને તેના માતા તરફથી ગ્રીન સિગ્નલ હતું, એ દિવસો સોનાલીની જીંદગીની પહેલી વસંતના હતા. અમેરિકન સોસાઇટી મુજબ લીવ ઇન ડેટિંગ – આઉટીંગ, સાથે ગુટુર-ગુ ચાલતું હતું, અને કોલેજની પિકનિકથી પાછા વળતાં હાઇવે પર તેઓની કાર આઈસ- કટિંગ વાનને ધડાકા ભેર અથડાયેલી, હું તેઓની પાછળ મારી કારમાં હતી, હાઇવે પોલીસ આવી ત્યાં લગી, હું અવધડમાં હતી પોલીસ આવી કાર ટો કરે ત્યા સુધીમાં એરિકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયેલું. પરંતુ વાત આટલેથી નહોતી પતી !

તે પછી ને મહિને સોનાલીને પિરિયડ ખેચાઈ ગયેલો, તે તેની મા અને હું ત્રણેય ખુબજ અપસેટ હતા. સોનાલી એરિકની નિશાનીને ખરાબ સ્વપ્ન સમજી મીટાવા માંગતી હતી, જે સોનાલીની માતાને મંજૂર નહતું.આખરે સોનાલીની માતા એ તેના કોલેજના મિત્રને રોશન જરીવાલાને આ સંજોગમા સોનાલીને તેના બલ્ક સાથે કોઈ અપનાવે તેવા યુવાનની શોધ કરવા કહ્યું, અને તેણે તેમના જ પુત્ર સ્નેહલને માનવીને સોનાલી સાથે લગ્ન કરવા પ્રેરિત કર્યો. અને લગ્ન પછી સોનાલી એક બાળકીને જન્મ આપ્યો અને અમે તેનું નામ કાનન રાખ્યું હતું.

આછકલાં અવાજથી વિચાર વાયુમાં રૂકાવટ આવી. મે જોયું તો ઓજારો અને હથોડી સાથે ચર્ચના લોકો કૉફીન જે પેટીમાં હતું તે પેટી તોડવામાં મશગૂલ હતા, છેક ઈન્ડિયાથી કૉફીનની પેટી અહીં આવી ત્યાં સુધી એક લસરકો પડ્યો ન હતો. આછા આવાજ સાથે પેટી તૂટી. અંદરની ગેલ્વેનાઈઝની પેટીને ખોલવામાં આવી. અંદર મરુન વેલ્વેટ મઢેલૂ સુંદર કૉફીન હતું.

રોઝ વુડનડેકના ફૂલોરિંગ ઉપર કૉફીન જાણે અતિમૂલ્યવાન લાગતું હતું. તેના કવર પાછળ આછા આસમાની અસ્તરથી ઘેરાયેલા સ્નેહલનું મેગ્નેટીક વ્યક્તિત્વ કૉફીનથી બહાર ચોફેર ડોકાઈ રહ્યું હતું. બધા ઉપર જાદુઈ અસર થઈ. પગરવ પણ ન સંભળાય તેમ બધા સ્તબ્ધ થઈ ગયા. કેટલાકને એવી શંકા હતી, આ ઈંડિયાથી આવનારું બોડી દુર્ગધવાળું હશે.

સ્નેહલનું પાર્થિવ શરીર અહીં છઠ્ઠા દિવસે આવેલું. સ્નેહલના પિતરાઇ ભાઈના કહેવા મુજબ સ્નેહલના ઘોડાને ગંગોત્રીની યાત્રા દરમ્યાન અકસ્માત નડેલો અને તે ઘોડા સહિત ખીણમાં પડી ગયેલો. ખૂબ જહેમતે તેને શોધ્યો ત્યારે તેનો શ્વાશ ચાલતો હતો અને તાબડતોબ દિલ્હી લાવી હોસ્પિટલ દાખલ કરેલો ત્યારે હાલત સ્થિર હતી. મોડીરાતના અચાનક તેના ધબકારા ઘટવા માંડ્યા. ડૉક્ટરોએ દોડાદોડ કરી છેવટે, તાકીદની સરવાર રૂપે તેના હાર્ટનું ઑપરેશન કર્યું. પણ સ્નેહલને બચાવી ન શકાયો. સ્નેહલનો નશ્વર દેહ જે હવે ટૂંકમાં પંચ મહાભૂતમાં ભળી જવાનો હતો.

જોત જોતામાં ધબકતો સોનાલીનો સંસારને એકલતામાં છોડી સ્નેહલ એક ભૂતકાળ બની ગયો, હવે સોનાલી, તેની દીકરી કાનન અને તેની માતાને હું મારે ઘેર રહેવા લઈ આવી. કાનન સોનાલી સાથે મને પણ જ્યારે જ્યારે મોમ કહીને બોલાવતી ત્યારે મને રીતસરનો લાગણીનો ડૂમો ભરાતો. અમે ત્રણેય એકમેક હતા, વ્યક્તિ ચાર પણ ધબકાર એક. કાળક્રમે સોનાલીની માતા ધામ થયા. અમારા બંને માટે હવે કાનનનો ઉછેર સિવાય કોઈ કામ નહતું બધા તેના મય બન્યા. અને કાનનને ડોક્ટર બનાવી રાહતનો દમ લીધો.

એવામાં એનીમિયાની ખુબજ ટૂંકી માંદગીમાં સોનાલીનું પણ અવસાન થયું. કાનનને લઈ હું હવે મારા નાના કોટેજમાં રહેતી. વીક એન્ડમાં તેના અને એરિકના લિવ ઇન રીલેશનની નિશાની સમ, કાનન મારે કોટેજે આવતી ત્યારે કુપરટીનોનું મારૂ ત્રણ બેડરૂમનું હાઉસ ખીલી ઊઠતું. અને અત્યારે હું મારા ઘરના સહુથી મનપસંદ સ્થળ ડેક ઉપર રોકિંગ ચેરમાં ઝૂમી મારા અતીતને યાદ કરી મનગમતી પ્રવૃત્તિમાં હતી. સોનાલી- સ્નેહલ સાથે વિતાવેલ એક એક પળને ફરીથી જીવવાની મને આમ આદત પડી હતી ! સોનાલીની નિશાની તો મારી પાસે હતી જ પરંતુ સ્નેહલની કોઈ જ ભૌતિક-સ્થુળ વસ્તુ કે ચીજ મારી પાસે ન્હોતી.……!! છતાય સાચું કહું તો ?, હું જાણે માત્ર સ્નેહલ સાથે જ જીવી રહી હતી. વીક ડેજમાં ઘરની સુની દીવાલો વચ્ચે હું , સોનાલી કે સ્નેહલ સાથે મનોમન સંવાદો કરી…વિચારોની આપ-લે કરી લેતી રહેતી.

…ક્યારેક એક્લી એકલી શતરંજની બાજીઓ માંડી રમત રમતી ……અને ક્યારેક કલ્પિત રિસામણા-મનામણાં પણ થતા…સોનાલી કે સ્નેહલ તેની પાસે ન હોવા છતાય તે ક્યાંય અલગ નહતા એનાથી…! જાણે પોતે કદીય વિખૂટી નથી એનાથી. વર્તમાનમાં જીવી સોનાલી સંગ સ્નેહલ સાથે માણેલ ભૂતકાળની એક એક સુનહરી પળોને, હું હર ઘડી વાગોળતી રહેતી. એમના સહારે જ મે મારી યુવાનીના વરસો સજાવ્યા હતા. શણગાર્યા હતા. વિતાવ્યા હતા.

'ઑ મોમ …!!' બેક યાર્ડની એલઇડીની રોશનીમાં ડેક પર અચાનક કાનન ધસી આવી, 'ફ્લોર હીટર તો રાખ મોમ …!! કેટલી ઠંડી છે ને તું આ…મ…!!' તેણે જલદી જલદી અંદરથી ક્લોઝેટમાંથી કાશ્મીર વુલન સાલ લઈ આવી. કાનને હેતથી શાલને મારી ફરતે વીંટાળી ડેક પરની લાઈટ સળગાવી. ડેકની કેનોપીના લેમ્પ ગોલ્ડન પ્રકાશમાં હું "બોલી અરે કાનન".

'તું…કાનન ? તું તો કાલે આવવાની હતીને…? હું હવે વર્તમાનમાં આવી ગઇ હતી.

'તને સરપ્રાઈઝ આપવા વહેલી આવી ગઈ…!મોમ!' _કાનને એના નટખટ નયનો લડાવતા કહ્યું. અત્યારે મે પહેલીવાર કનનની આંખોમાં અનેરું રેશમી તોફાન નીહાળ્યું…

'યસ!! માય લવલી મોમ …'ઈટ વોજ ઓન્લી ફોર ગિવિંગ યુ અ સરપ્રાઈઝ….? '.આઈ હેવ અ ગેસ્ટ વિથ મી…!' કેનોપીમાં ફોલ્ડિંગ ખુરશી ખોલી એણે કાચનો સ્લાઈડિંગ દરવાજો સરકાવતા ડ્રાઈવ-વેમાં કોઈને બોલાવતા કહ્યું, 'પ્લીઝ, કમ ઇન …!!

,...આઈ ટોલ્ડ યુ…માય મોમ વિલ બી ઓન ડેક…એન્ડ શી ઈજ હિયર…!!'

એ દરવાજામાંથી એક સહેજ ઊંચા યુવાને પ્રવેશ કરી નીચા નમી મારા ચરણસ્પર્શ કર્યા અને સામે ગોઠવેલ ખુરશીમાં એ ગોઠવાયો.

એ યુવાનને જોતાં જ હું સાવ ચોંકી ગઈ. મને લાગ્યું કે એનું હૃદય એકાદ-બે ધબકારા ચૂકી ગયું. જાણે ખૂલી આંખે એ કોઈ શમણું જોઈ રહી નથીને …એ જ ખાડા વાળી ચિબુક… હસે ત્યારે પડતા એ નાના નાના ખંજનો.. એ જ સહેજ લાંબું પણ નકશીદાર નાક… અને સુંદર વાંકડિયા વાળ … જાણે સ્નેહલ મારા મનમાંથી…અને મારા વિચારોના વનમાંથી આવીને સીધો સામે ખુરશી પર ગોઠવાઇ ગયો હતો…પરંતુ અત્યારે તો મારા શ્વાસો-શ્વાસની ગતિ તેજ થઈ રહી હતી.

મોમ હી ઈજ ડૉક્ટર…મનન.. કેમ ફ્રોમ ઈન્ડિયા, કો સ્ટુડન્ટ વિથ મી !' અને પાછળ આવી રહેલ એક મહિલાને ઉદ્દેશી કાનન ઉત્સાહથી બોલી, એન્ડ શી ઈજ હિસ મધર... વધારે એમની ઓળખ કરાવતા કહે તે પહેલા.હાથની ઇશારો કરી, મે એને બોલતા અટકાવી અને જાણે અવકાશમાં નિહાળી ગેબી અવાજે હું એકાએક બોલી ઉઠી, 'મિસીસ જરીવાલા …ફ્રોમ …ઇંડિયા…!!'

હવે ચોંકી જવાનો વારો હતો કાનન … અને ડોક્ટર મનનનો…પણ ! બન્ને સાવ અવાક…!! સાવ સ્તબ્ધ…!!

એ બન્ને કંઈ સમજે વિચારે તે પહેલાં હું, ખુરશી પરથી યંત્રવત્ ઊભી થઈ. એમ કરતાં મારી શાલ ખભા પરથી સરકીને ડેકની ફ્લોર પર પડી. જાણે કોઈ વશીકરણ હેઠળ ડગલા ભરટી હોઉ એમ મે, નીચા નમી ખુરશી પર બેઠેલ મનનના વિશાળ ભાલપ્રદેશ પર એક પ્રેમાળ ચુંબન કર્યું…એના મજબૂત બાવડાં પકડી ઊભો કરી પ્રેમથી હું એને ભેટી પડી ક્યાંય સુધી આશ્લેષમાં જકડી રાખ્યો મે મનનને …અને તેના થકી સ્નેહલની ધડકનો સાંભળવા હવાતિયા મારી રહી હતી, સાથે મારી બંને આંખો વહેતી હતી. પરંતુ ચહેરા એક પર અપાર તૃપ્તિ સાથે દિવ્ય હાસ્ય હતું…!

શું થઈ રહ્યું છે…શા માટે થઈ રહ્યું છે…હું કેમ આટલી સેન્ટિમેન્ટ થઈ રહી છું તેમાં …કાનનને કંઈ સમજ પડતી ન્હોતી. 'મોમ …તે …મારી એકદમ નજદીક સરકી આવી, એણે શાલ ફરીથી મારા ખભે વીંટતાં પૂછ્યું, ', ફે મોમ, હાઉ ડુ યુ નો હિસ મધર.? '

ડોક્ટર મનનના મધરની પણ હાલત કઈ આવીજ હતી ત્યાં કાનનને આ બંનેની ચિંતા થઈ રહી હતી. જે કંઈ બની રહ્યું હતું એ એની અને ડોક્ટર મનનના સમજ બહારનું હતું.

ડોકટર મનને મને સહેજ ઢંઢોળી.. એણે મારા આંસુંઓ લુંછ્યા. હું ફરી મારા વાસ્તવિક વર્તમાનમાં આવી. ચેર ખેંચી મનન પાસે બેઠી. હું હજુ હસતા હસતા હીબકા ભરી રહી હતી. કાનન ઊભો થઇ. અને મનનની જમણે પડખે એ ગોઠવાઇ…!!

લીવ ઈટ, ઈટ માઇટ બી અ લોંગ ટુ ડિસક્રાઈબ, 'સાચા પ્યારનો હંમેશ વિજય થાય છે! મને લાગે છે કે અહી ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે…હિસ્ટ્રી રિપીટ્સ..!' મે મનોમન બબડતા કાનનનો પંજો પોતાના ખોળામાં લઈ હાથથી પસવારતા પસવારતા …. મનનનો પંજો પણ બીજા હાથેથી પ્રેમથી પકડ્યો અને તે બંનેના હાથ એનાં હાથમાં મૂકી એના પર પોતાના બન્ને પંજા મૂકી હું ફરી બોલી ઉઠી , 'હિસ્ટ્રી રિપીટ્સ ઈટ સેલ્ફ!! હું મારી લાડકી કાનનની આંખોમાં પ્રેમની ઉષ્મા જોઈ રહી છું….વસંતમાં અને અંહી વેલેન્ટાઇન વીકના પ્યારના ગુલાબનો પમરાટ માણી રહી છું. તો કાનન, મને આ અજોડ મનન સાથેના સબંધ સ્વીકાર છે.

મનન બેટા, તારા નયનોમાં પણ કાનન પ્રત્યેનો પ્રેમ પાંગરતો નિહાળી રહી છું…ઑ તમે બંને મને વચન આપો કે તમે બન્ને કદી ય જુદા થશો નહિ…અલગ થશો નહિ !! કમ વ્હોટ મે…!! યુ આર મેઈડ ફોર ઈચ અધર…ફોર એવર…એંડ એવર…એંડ એવર…! ગીવ મી એ પ્રૉમિસ…!!' મંજૂરીની મહોર લગાવતા મનનની માતાએ ભીના અવાજે કહ્યું…

'ઓહ…મોમ્..!!' કાનને સહેજ શરમાઈને તેણે મારા ખભા ઉપર એનું મસ્તક પ્યારથી નમાવી દીધું… ફરીથી અમે ત્રણેય એકમેક થવા જઇ રહેલા હોઇ, મે પ્યારથી તેનું માથું સુંઘ્યું અને કાનનને છાતીએ વળગાડી મનોમન સ્નેહલ વતી તેનું ઋણ અદા કર્યાનો સંતોષ લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Romance