એકલતાના ઓથારમાં
એકલતાના ઓથારમાં


અમેરિકા જેવો કોઈ દેશ પહેલા અસ્તિત્વમાં જ નહોતો એવો ઈતિહાસ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે પંચકુટીયું શાક. મૂળ અમેરિકન ઘણા ઓછા હતા પણ એ બાદ આસપાસના ઘણા દેશો ત્યાં વસવા લાગ્યા અણ USA અસ્તિત્વમાં આવ્યું. આ આસપાસના ઘણા હતા એમાં જર્મન પણ હતા. જર્મનોની એક ખાસિયત હતી કે એ સમગ્ર પરીવાર સાથે રહેતો હતો. કુટુંબ પરંપરા હતી. શરૂઆતની બે ચાર પેઢી સુધી આ પરંપરા ચાલી પણ પછી અમેરીકન કલ્ચરના રંગે એ લોકો પણ રંગાયા અને વિભક્ત થવા લાગ્યા. રોબર્ટ અને મેકેન્ઝીનો આવો જ કિસ્સો છે. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ ભાવના અને વિભક્ત કુટુંબનું ફળ એટલે એકલતા. રોબર્ટ ટેક્સાસમાં સ્ટાઇ થયો અને એના પિતા મેકેન્ઝી સાઉથવેસ્ટમાં જ રહી ગઈ. મેકેન્ઝી સાથે ઘણા જર્મન પરિવારના આછા- ઓછા વ્યક્તિ સાઉથવેસ્ટમાં રહેતા હતા પણ યુવાનો મોટાભાગે વડીલોને એકલા છોડીને ન્યુયોર્ક, ટેક્સાસ, એલ.એ. વગેરે જેવા સ્થળોએ સ્થાઈ થઇ ગયા હતા.
પંદરેક દિવસે એકાદ વખત તો રોબર્ટ, મેકેન્ઝીને ફોન કરી જ દેતો હતો. પણ, છેલ્લા ચાલીસ દિવસથી રોબર્ટનો ફોન આવ્યો નહોતો, એકલતા માણસને ગાંડો કરી નાખે છે. મેકેન્ઝીની પત્ની પહેલેથી જ અવસાન પામી ચૂકી હતી. મેકેન્ઝી સાવ એકલો હતો અને સાંજના સમયે પોતાના જેવા વૃધ્ધો સાથે એકાદ કલાક ગપ્પા મારવા ચાલ્યો જતો, એ સિવાય એની એકલતા એને દરરોજ થોડું થોડું મારતી હતી. એ રોબરને યાદ કરતો, એના બાળપણને યાદ કરતો અને એના બાળપણના કિસ્સાના ભાગ રૂપે કાગળના નાના પ્લેન બનાવી બનાવીને ઘરમાં ઉડાવતો રહેતો.
રોબર્ટ એક સ્પેનીશ છોકરી એલીના પ્રેમમાં હતો અને લગભગ બે વર્ષથી લીવ-ઇનમાં સાથે રહેતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી એ બંને વચ્ચે પણ ખટરાગ થયો હતો જેને કારણે પેલી યુવતી રોબર્ટને છોડીને ચાલી ગઈ હતી. ત્યાં રોબર્ટ પણ એકલો હતો. રોબર્ટએ એલી ને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા છતાં એલી ટેક્સાસ છોડીને મ્યુનિચ જવા નીકળી ચૂકી હતી. એ બાદ રોબર્ટ પણ સખત ડીપ્રેશનમાં જ રહેતો. બાલ્કનીમાંથી જતા પ્લેનને એ જોયા જ કરતો હતો.
આ બંનેની એકલતામાં એક બાબત સામાન્ય હતી અને એ હતી પ્લેન.