Nirali Shah

Romance

4.8  

Nirali Shah

Romance

એક વરસાદી સાંજ

એક વરસાદી સાંજ

2 mins
241


નિસ્વીને આજે કોલેજમાંથી છૂટતાં મોડું થઈ ગયું. શહેરની પ્રખ્યાત સાયન્સ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નિસ્વી અત્યંત રૂપાળી અને ભણવામાં હોંશિયાર હતી. પણ આજે કેમિસ્ટ્રી પ્રેક્ટીકલમાં એને ક્યાંય સુધી રીડિંગ આવ્યા જ નહિ અને એની રાહ જોયા વગર એની બહેનપણી બંસરી બસસ્ટેશન જવાનીકળી ગઈ. બંસરીની વાતમાં પણ તથ્ય હતું.આજે સવારથી જ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. ને વરસાદ પડું પડું થઈ રહ્યો હતો. જો એ નિસ્વીનો સંગાથ કરવા રહે તો પોણા પાંચની બસ ચૂકી જવાય અને પછી સીધી સાડા પાંચની જ બસ હતી અને આમ ઘરે પહોંચતા સાંજનાં સાત વાગી જાય.

કૉલેજથી બસમાંં ઘરે આવતાં એક કલાકથી વધારે સમય જતો હતો. જેમતેમ પ્રેકતિકલ પૂરો કરીને સરની સાઈન લઈને નિસ્વી બસસ્ટેશન ભાગી. પણ એ પહોંચીને આ બાજુ બસ ઉપડી ગઈ. વરસાદ પણ એજ વખતે તૂટી પડ્યો.

આજે નિસ્વી ઉતાવળમાં છત્રી કે રેઇન કોટ કંઈ પણ લાવી નહોતી. આથી બસ સ્ટેન્ડની અંદર ઊભી હોવા છતાં પતરાનાં કાણામાંથી પડતા પાણીને લીધે એ આખી ભીંજાય ગઈ. જાંબલી રંગની આખી બાયની મિડી ફ્રોકમાંં એ કોઈ આરસ પથ્થરમાંથી કોતરીને બનાવેલી મૂર્તિ જેવી લાગી રહી હતી.

છેવટે સાડા પાંચની બસમાંં એ ઘરે આવવા નીકળી, બસ આખી ભરેલી હતી ને નિસ્વી બારી પાસેની જગ્યા પર બેઠી હતી. થોડીવાર પછી એને લાગ્યું કે સામેની બાજુ એ બેઠેલો યુવાન એકીટશે તેને જોઈ રહ્યો છે. નિસ્વી માંટે તો આ નવું નહોતું. એણે તો જોયુંના જોયું કરીને બારી બહાર જોવાનું ચાલુ રાખ્યું.આખરે નિસ્વી તેના ઘરવિસ્તરનાં બસ સ્ટેન્ડ પર પહોંચી ગઈ.

એ છેલ્લું સ્ટેશન હતું એટલે ધીરે ધીરે બધા જ ઉતારુઓ ઉતરી ગયા. સાથે પેલો યુવાન પણ. અહીંથી નિસ્વી રિક્ષા કરીને ઘરે પહોંચતી હતી. પણ આજે પાણી ભરાઈ જવાના કારણે કોઈ રિક્ષાવાળો આવવા તૈયાર નહોતો. નિસ્વી હજી કંઈ વિચારે એ પહેલાં જ પેલો યુવાન એક રીક્ષાવાળાને બોલાવી લાવ્યો અને એને કહ્યું કે, "આ મેડમને એમના ઘરે પહોંચાડી દેજો." રિક્ષાવાળો આનાકાની કરવામાંંડ્યો એટલે તેને રિક્ષાવાળાને બમણું ભાડું આપવાની વાત કરી, 

નિસ્વી એ એની ના પાડી તો એણે નિસ્વીને બમણા ભાડાનાં રૂપિયા એક કાગળમાંં વીંટાળીને આપી દીધા અને ઝડપભેર ચાલીને બીજી બસમાંં બેસી ગયો.

નિસ્વી એ જ્યારે એ કાગળ ઉકેલ્યો ત્યારે એમાંથી એક લેટર મળ્યો, જેમાં લખ્યું હતું કે, "તમે ખરેખર ખૂબ જ સુંદર છો, હું તમારી કોલેજની સામે આવેલી એન્જિનિયરીંગ કોલેજમાંં ત્રીજા વર્ષમાંં છું, હું તમારા વિસ્તારમાંં નથી રહેતો પણ આજે સ્ટેન્ડ પર તમે એકલા જ રહી ગયા હતા, કોઈ તમારી સાથે નહોતું અને વળી વરસાદ પણ તૂટી પડ્યો હતો એટલે તમને સહી સલામત ઘરે પહોંચાડવા માંટે જ હું તમારી બસમાંં ચઢી ગયો. માંરુંનામ નિર્મિત દેસાઈ છે." 

નિસ્વી તો આ વાંચીને આભી જ થઈ ગઈ. ને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે, "હે પ્રભુ ! ફરીથી આવો વરસાદ પડેને ફરીથી નિર્મિત મળી જાય તો હું તેનો આભાર તોમાંની શકું."


Rate this content
Log in

Similar gujarati story from Romance