એક તિતલી
એક તિતલી


રાધા જેટલી ખુશ હતી એટલી જ અંદરથી દુઃખી. રાધાને કોઈ પણ વસ્તુ, અલંકાર કે પૈસાની જરૂરત નથી. બસ તેને સન્માનની જરૂર છે. પણ તે હંમેશા ઘવાતું રહેતું. રાધા ડ્રિપેશનમાં આવી ગઈ.
વારંવાર દિલ દિમાગમાં બસ એક જ વિચાર દોડ્યા કરે કે, કેમ સ્ત્રીને જ જરૂર પડે છે તેની વાસ્તવિકતા સાબિત કરવાની. કેમ અમારે જ પ્રેમની પ્રામાણિકતા આપવી પડે છે. અમે તેમની સાથે જ છીએ પછી ભલે ને એ સારો સમય હોય કે ખરાબ તેની સાબિતી આપવી પડે છે. કેમ અમારે છોકરાઓ સારા દોસ્ત ના હોઈ શકીએ. શું અમને દોસ્ત બનાવાનો અધિકાર નથી. કઈ બહાર જાઉં હોય તો કેમ પૂછતાં પહેલા સો વાર વિચાર આવે. એમની ના થી આપણી ના થઇ જાય. કેમ બધા સ્વપ્ન મારીને જ જીવવું પડે છે.
એવામાં એક નાના બાળકને દેખી રાધાના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું ને જાણે તિતલી બનીને ઉડવા લાગી.