Bhavna Bhatt

Tragedy Inspirational Others

4  

Bhavna Bhatt

Tragedy Inspirational Others

એક સણસણતો સવાલ

એક સણસણતો સવાલ

3 mins
257


આજે સાહિત્યને સાવ સસ્તું બનાવી દીધું છે અને લેખકોને કોડીનાં કરી દીધાં છે. લેખક કે લેખિકા જે પણ લખતાં હોય એને સાહિત્ય જગતથી શું ફાયદો થયો ?

કંઈ જ નહીં.

કારણકે સોશ્યલ મીડિયામાં અલગ-અલગ ગ્રુપમાં રોજબરોજ હરિફાઈ યોજવામાં આવે છે.

પાછી એ ગ્રુપની શરતો સાથે કે નવી જ રચના લખવાની એમનાં ગ્રુપના ફોરમેટ સાથે તો જ સ્વીકારે અને રીઝલ્ટ નાં આવે ત્યાં સુધી એ રચના ક્યાંય મુકવાની નહીં. 

આમાં તો અલગ-અલગ ગ્રુપોમાં રચના લખતાં જલ્દી પ્રસિદ્ધ ‌મળે એ માટેજ.. પણ આ સસ્તી પ્રસિદ્ધિ રૂપે મળેલું એક પ્રમાણપત્ર ( સર્ટિફિકેટ ) એ શું કામનું ?

એ સર્ટિફિકેટ કોઈ દુકાનદાર કે મેડિકલ સ્ટોરમાં બતાવવાથી કોઈ ચીજવસ્તુ મળશે ખરી ?

વિચારો..

તો શા માટે આટલી આંધળી દોટ મૂકવી.!

આજે લખનાર ને કોઈ ફાયદો નથી.

એપ બનાવી ને બેઠેલા લોકો અમારી એપમાં મહિને આટલાં રૂપિયા ભરો તો દશ રચના મૂકી શકો અથવા તો અમારી એપમાં વાર્તાઓ વાંચવી હોય તો મહિને આટલાં રૂપિયા ભરો.

લેખક તો પોતાની ભાવના વ્યક્ત કરી મહેનત કરી લખીને મરી જાય પણ એને કોઈ ફાયદો નથી.

હમણાં તો દરેક એપ અને વોટ્સએપ ગ્રુપમાં આપણે સહિયારી લેખકોની રચનાઓની ચોપડી છાપીયે છીએ તમારે આટલાં રૂપિયા ભરવાના રહેશે.અથવા તમારે તમારી વાર્તા આપીને એ પુસ્તક ખરીદીને લેવાનું.

પાછું એક નહીં પાંચ. બોલો.!

અને હવે તો જોરશોરથી પ્રચાર થાય છે કે ચાર હજાર રૂપિયા ભરો એક ટ્રોફી અને સર્ટિફિકેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે અને એ ફોટા પેપરમાં છપાશે. 

મારું તો માનવું છે કે એવાં ચાર હજાર રૂપિયા ભરીને આવી પ્રસિદ્ધ મેળવવી એનાં કરતાં એટલાં રૂપિયામાં પરિવાર સાથે આનંદપ્રમોદ કરીએ તો એનાંથી રૂડું બીજું શું જોઈએ.

ઘણાં મેગેઝિન અને પેપર વાળા પણ એક વર્ષનાં ૫૦૦ રૂપિયા ભરીને અમારું ગ્રુપ જોઈન કરો એવી એવી જાહેરાત કરે અને પછી સ્પર્ધા યોજે જે જીતે એની રચના પેપર કે મેગેઝિનમાં છાપે ફોટા સાથે પછીજ તમારી રચના તમે બીજે મૂકી તો શકો પણ એ જે તે મેગેઝિન અને પેપરનાં નામ સાથે. તો લેખક ને શું ફાયદો થાય છે એ વિચારો ?

આ તો એવું કે હોશિયાર વિદ્યાર્થીનાં ફોટા પેપરમાં છાપીને પોતાનાં ટૂયશન કલાસીસનો પ્રચાર કરે છે એવું સાહિત્ય જગતમાં થઈ ગયું છે. અને સાહિત્ય જગતમાં તમારો હાથ પકડનાર હોય કે મોટી ઓળખાણ હોય કે રૂપિયા હોય તો રાતોરાત પ્રસિદ્ધ મળી રહે છે. આ સાહિત્ય જગતનું સ્તર કેટલું નીચું ગયું છે. આમાં સરસ્વતી માતા કેવી રીતે રાજી રહે.

ઘણાં તો અમારી વેબસાઈટ પર હરિફાઈમાં ભાગ લીધો એટલે તમારું નામ નહીં લખવાનું આવી પણ શરતો હોય છે..

આજે બધાંયે સમજવાની જરૂર છે કે આપણાં જૂનાં રચનાકારો, કવિ, લેખકો પોતાની રચનાઓથી જ આપમેળે આગળ આવ્યા છે નહીં કે ગ્રુપમાં સામેલ થઈને કે રૂપિયા ખર્ચીને.

હમણાં હમણાં કોરોના મહામારીમાં એવાં કેટલાંય લેખકોનું મૃત્યુ થયું આજે એમનો પરિવાર દુઃખી છે પણ કોઈ સાહિત્ય જગતમાંથી મદદરૂપ બન્યું નથી. ના કોઈ એપવાળા કે ના કોઈ વોટ્સએપ ગ્રુપોવાળા.

અને હા પેલાં હરિફાઈમાં જીતેલા પ્રમાણપત્રો કશેય કામમાં ના આવ્યાં.

તો વિચારો ..

જે સાચાં અને સારાં લેખકો હતાં એમની રચનાઓમાં થોડા અંશે સુધારા વધારા કરીને આવાં ગ્રુપમાં મૂકી પ્રમાણપત્રો હાંસિલ કરીને શું યોગ્ય કરો છો ?

સરસ્વતીનાં ઉપાસકો થઈને સરસ્વતી દેવીનાં ગુનેગાર બનો છો.

મારો આ સણસણતો સવાલ છે. જો કે સચ્ચાઈ કોઈને ગમતી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy