એક સિક્કાની બે બાજુ
એક સિક્કાની બે બાજુ




એક સોસાયટીમાં રહેતા પડોશીઓ...
એમાં મીના બહેન માટે કોઈ ને માન નહોતું...
કારણકે મીના બહેન નાની નાની વાતમાં આખી સોસાયટી જોડે ઝઘડ્યા હતાં ...
મીના બહેન ગામડેથી રહેવા આવ્યા હતા પતિ પત્ની બન્ને એકલા જ રહેતા હતાં...
પણ એમને એ ગામડાની પધ્ધતિ પ્રમાણે બાર મહિનાનું અનાજ ભરતાં હતાં..
આ મહામારીમાં એકાએક લોકડાઉન છતાંય કેસ વધી જતાં મ્યુનિસિપલ કમિશનર એ એકાએક નિર્ણય લીધો કે આઠ દિવસ દૂધ અને દવા સિવાય કોઈ વસ્તુ નહીં મળે...
આ સાંભળીને સોસાયટીમાં બધાં ગભરાઈ ગયાં ત્યારે મીના બહેન ઘરે ઘરે ફરીને બધાને કહ્યું કે મારે બાર મહિનાનું અનાજ ઘરમાં ભરેલું છે અને ઘરની ઘંટી છે તો કોઈએ ચિંતા કરવી નહીં...
આ મીના બહેન ની બીજું ઉજળું પાસું જોઈ બધાં અવાચક થઈ ગયાં.
આમ કોઈપણ માણસ કે સિક્કાની બે બાજુ હોય છે.