STORYMIRROR

Hetshri Keyur

Drama Others

3  

Hetshri Keyur

Drama Others

એક રાજાની બે રાણી

એક રાજાની બે રાણી

5 mins
224

   એક અતિ વિકસિત રાજ્યનાં રાજા બહાદુરસિંહ અને એમની રાણી દમયંતી પોતાના રાજ્ય ને ખુબજ સરસ રીતે અને કુશળતા પૂર્વક ચલાવી રહ્યા હતાં. લગ્ન નાં ત્રણ વર્ષ થવા આવ્યા અને રાણી ને સંતાન પ્રાપ્તિ થવાની હતી, રાજા ખુબજ ખુશ હતાં. રાણી ને સાતમો મહિનો ચાલતો હતો,પોતાના પિયરે જવાનું આવ્યું રાણી વગર રાજા ને ચાલતું ન હતું ! પરંતુ પોતાના સંતાન ભાવિ પોતાના રાજ્ય નાં રાજા માટે થઈ બહાદુરસિંહ એ કઠણ કાળજે રાણી સાહેબા ને જવા પરવાનગી આપી. રાણી ને એના મોટા રથમાં મુકવા જવા માટે રાજા નાં સૈનિકો તૈયાર થઈ ગયા,પ્રજા એ ફૂલથી વધાવી રાણી ને ભીની આંખે વિદાય આપી અને ઉમંગ માં રાજ્ય એ મહેલ માં ગરબા ગાયા અને નૃત્ય કર્યા ત્યારબાદ રાણીને એમના પિતાજીનાં ગામ મૂકવા માટે રથ રવાના થયો. રાજા ખુબજ ઉમંગ માં હતાં કે આવનારા થોડાજ મહિનામાં એમનો ભાવિ રાજ કુંવર આવવાનો છે અને આનંદ માં એમણે એ દિવસે પૂર્ણ રાજ્ય નાં લોકો ને જમવા આમંત્રિત કર્યા !

    પરંતુ ભાવિના ગર્ભ માં કૈક અલગ જ હતું રાણી ને લઈને રથ જતો હતો એનું પૈડું નમી જતા રાણી સાહેબા રથમાંથી પેટના બળે પડી ગયા ! નજીકના વૈદ ને બોલવા માં આવ્યા,પરંતુ બાળક નહિ બચી શકે એવી જાણ થતાં તુરંત જ સૈનિકો દોડીને થોડા કલાકો માં રાજા પાસે સમચાર આપવા પહોંચ્યા, રાજા પોતાના રાજ વૈદ ને લઈ પહોંચ્યાં પરંતુ ત્યાં બાળક ખોઈ બેસતા રાજા ખુબજ શોક માં ડૂબી ગયા !

    રાણી સાહેબા ખુબજ દુઃખી થયા અને રાજા ની સામે જોયું પરંતુ રાજા ત્યાંથી તરતજ ગુસ્સામાં ચાલતા થઈ ગયા અને કહ્યું રાણી સાહેબા ને એમના ખંડ સુધી પહોંચાડી દેવામાં આવે કહી પોતે પોતાના સારથી જોડે મહેલ જવા માટે રવાના થઈ ગયા !

થોડા દિવસો પછી રાજા એ રાણી ને કહ્યું હું તમને ક્યારેય મૂકી નહિ દઉં પરંતુ હું બીજા વિવાહ કરવા જઈ રહ્યો છું ,કારણ તમે આપણા ભાવિ સંતાન ને તમારા ગર્ભ માં સાચવી ન શક્યા તમે આપણું રાજ્ય સંભાળવા માં મને શું મદદ કરશો !

    રાજા એ અતિ ગરીબ રાજ્ય ની દીકરી જોડે વિવાહ કર્યા,અને થોડા વર્ષો માં નવા રાણી સાહેબા નાના બાળક ને જન્મ દેવાના છે રાજાને ખ્યાલ આવતા રાજા એ અતિ આનંદ માં આવી રાજ્ય ભર માં કપડાં ની વહેચણી કરી અને સંપૂર્ણ પ્રજા ને જમવા બોલાવ્યા ! નવા રાણી સાહેબા રાજા ને અતિ માનીતા હતાં,પરંતુ એ રાજા જોડે ધન ની લાલચે આવેલ હતાં જે વાત નો ખ્યાલ રાજા ને ન હતો,પરંતુ પરણ્યા ત્યારથી લઈ ને એટલા વરસો સુધી રાજા નાં પહેલા રાણી ને ખ્યાલ હતો કાયમ એ રાજા પાસે જતા અને કહેતા રાજા સાહેબા મારી વાત માનો નવા રાણી સાહેબા મનીષા જી આપણા રાજ્ય ને લાયક નથી !પરંતુ જ્યારે જ્યારે દમયંતી જી મનીષા જી વિશે કહેતા રાજા સાહેબ એમને ચૂપ કરવી દેતા અને કહેતા એ મારા માનીતા રાણી છે તમારાથી એ સહન થતું નથી !તમે મારા મહેલ માં રહો ખાવ પીવો પરંતુ મારા મનીશા સાહેબા વિશે કઈજ કહેવા ની હિંમત કરશો નહિ !માટે કાયમ દમયંતી જી ચૂપી સાધી લેતા.

        મનીષા જી પોતાના ભાવિ સંતાન માટે પિયરે જાય છે ,અને વૈભવી રીતે એમને મૂકવા ની તૈયારી કરવામાં આવે છે ! બાળક આવતા મનીષા સાહેબા નાં પિતા એ બહાદુર સિંહ જી ને કહેવડાવ્યું કે આપણે ઘેર પુત્ર ની પ્રાપ્તિ થઈ છે !. રાજા જી એ સંદેશ લઇ ને અવ્યો હતો એ દૂતને હીરા, મોતી થી મઢી દીધો અને ઢોલ વગાડતી પ્રજા અને અતિ ગૌરવશાળી રીતે પોતાના સંતાન ને લઇ મહેલ માં આવ્યા આવ્યા.

    જોત જોતામાં રાજ કુંવર દિગ્વિજય સિંહ ૧૦ વર્ષ નાં થવા આવ્યા , બધુજ સમજવા લાગ્યા એકદિવસ ઓચિંતા રાજકુંવર દોડતા દોડતા બહાદુર સિંહ પાસે આવ્યા અને ડરથી બોલ્યા પિતાજી !

      રાજા એ એમને ખોળા માં બેસાડ્યા કહ્યું કુંવર સાહેબા બોલો શું થયું !એવામાં દમયંતી જી આવ્યા કુંવર દમયંતી જી પાસે દોડી વળગી પડ્યા અને કહ્યું પિતાશ્રી મારા માતા ખુબજ ખરાબ છે આપણા રાજ્ય નાં સોના મહોર અને મોતી જવેરત બધુજ લઈ અને ભેગુ કરી કરી દર મહિના ને અંતે એક નાનું રાજ્ય છે એમના રાજા ને દયાવે છે !રાજા નાં માનવામાં ન આવ્યું એને તુરંત રાણી મનીષા જી ને બોલવા કહ્યું,રાણી સાહેબા આવ્યા એમને ખ્યાલ આવી ગયો કે રાજા જી ને વાત ની જાણ થઈ ગઈ છે જે છળ એ એટલા વર્ષો થી રાજ્ય સાથે અને રાજા જોડે રમ્યા છે !

    મનીષા જી બોલ્યા પોતાનો બચાવ કરતા રાજા સાહેબા ! આ દમયંતી સાહેબા આપના કુંવર ના કાન ભરે છે !અને ખોટા આંસુ સારી રડવા લાગ્યા !બહાદુર સિંહ બોલ્યા મનીષા જી હું ફરમાન આપું છું તમે સાચા હો તો મારો કુંવર ભલે રહ્યા હું એમને આજીવન કારાવાસ આપીશ !દમયંતી જી કાન ભર્યા એમને સજા મળશે પરંતુ આપણા કુંવર સાહેબા ને પણ કારાવાસ દઉં છું !કહી મનીષા જી સામે જોયું,મનીષા સાહેબા થી રહેવાયું નહિ અને બોલી ઉઠ્યા અરે નાં હું કહું છું સાચું !

         માથું નીચું કરી બોલ્યા મે એક નાના એવા રાજ્ય નાં રાજવી જોડે આપણા લગ્ન થાય એ પહેલા જ લગ્ન કરી લીધા છે જેની મારા પિતા ને પણ જાણ નથી,અને આ સંતાન પણ અમારું છે કુંવર સાહેબ આપનું સંતાન નથી ! કહી ચુપ્પી કરી લીધી,રાજા ને ખુબજ ઘા લાગ્યો, એમણે તુરંત જ ઘોષણા કરી તમે રાજ દ્રોહ કર્યો છે હું તમને રાજ દ્રોહ ની સજા આપી શકું પરંતુ મારા રાજ્ય નું નાણું બીજા રાજ્ય માં ચાલ્યું ગયું ત્યારે હવે તમને દંડિત કરી મારે ફૂલ જેવા બાળક ની જિંદગી બરબાદ કરવી ન જોઈએ,અને રહી વાત દગો દેવાની તો એતો મે મારા દમયંતી જી ને અને મારી જાતને આપ્યો છે સંતાન અમારું મૃત્યુ પામ્યું અકસ્માત માં છતાં કહી ને કે રાણી સાહેબા દમયંતી જી તમારી કારણે મારું સંતાન ગયું વગેરે કહી અને બીજા લગ્ન તમારી જોડે કરીને માટે દગો તો ઈશ્વરે મને મળે એવું મારા કર્મ માં લખીજ નાખ્યું હતું ત્યારે તો બીજું કોઈ નહીં અને મારા બીજા રાણી તમે બન્યા બાકી એમ તમારી જેમ શક્ય છે કે મને દગો આપી પણ ન જાત પરંતુ મારા કર્મ માં સજા લખી ભગવાને તો એમાં તમારો શું વાંક !

    રાજા દમયંતી જી ના પગ પાસે બેસી ગયા અને કહ્યું તમે મને ચેતવવા માટે ઘણો પ્રયત્ન કરતા હું સાંભળતો જ નહિ મારે વિશ્વાસ કરવો જોઈએ ત્યાં અવિશ્વાસ કર્યો ને વિશ્વાસઘાતી પર વિશ્વાસ મૂક્યો !અને બાળક ન રહ્યું મારું ને તમારું એમાં તમારો કઈજ વાંક ન હતો ફક્ત ખાલી અકસ્માત હતો પરંતુ મને અંધશ્રદ્ધા થઈ ખોટા વિચાર આવ્યા અરે તમારો વાક હોય તો પણ મારાથી તમને મૂકી બીજા લગન ન કરાય મને માફ કરશો ? દમયંતી જી રાજાની બાજુમાં બેસી રાજા સાહેબ ને ઊભાં કર્યા અને પગે લાગ્યા કહ્યું અરે તમે મારા ભરથાર છો મને તમે સમજ્યાં, મને સ્વીકારી મારે માટે એટલુંજ ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama