એક પૂજારીની કથા
એક પૂજારીની કથા


આમ જિંદગીમાં રોજ બરોજ બનતી ઘટનાઓને ઘણાં નજર અંદાજ કરીને આગળ વધે છે અને ઘણાં મદદરૂપ બની ને જયોત થી જયોત જલાવી ને પ્રકાશ ફેલાવે છે.
મણિનગરમાં એક જાણીતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ છે જે નાનું છે પણ ખૂબ જ રમણીય છે અને એકદમ શાંત વાતાવરણ હોય છે મંદિર નું. આજુ બાજુ ખુલ્લી વિશાળ જગ્યા છે. .
અને એની આજુબાજુ સોસાયટી અને ફ્લેટ છે.
મંદિરમાં સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય ત્યારે પૂજારી અલગ રીતે જ આરતી કરે છે.
અને દર સોમવારે તાંડવ નૃત્ય કરીને આરતી કરે છે.
પણ આ મંદિર ટ્રસ્ટનું છે એટલે પૂજારીને મહિને દસ હજાર નાં પગારથી નોકરીએ રાખવામાં આવ્યા છે અને મંદિર ની સાઈડની ખુલ્લી જગ્યામાં એક ઓરડીમાં એમનાં પરિવાર સાથે રહે છે.
પૂજારીને એક દીકરી અને એક દિકરો હોય છે. દીકરી જયા પાંચ વર્ષની અને દિકરો કિશન સાત વર્ષનો હોય છે. પૂજારી બહું જ નિત્ય નિયમ વાળા હોય છે મંદિરમાં આવતા ભક્તો પાસે કોઈ દિવસ રૂપિયા કે વસ્તુ માટે માગણી કરતાં નહીં. જો કોઈ ભક્ત ખુશ થઈને રૂપિયા આપવા કોશિશ કરે તો કહે ભેટ પેટીમાં જ નાંખો મને તો પગાર મળે છે અને ભોળાં શંભુ ની સેવા કરવા મળે છે એટલે આવી હું વધારાની ભેટ નાં લઈ શકું નહીં તો મારો શંભુ નારાજ થઈ જાય. .
મંદિરના ટ્રસ્ટી દર મંગળવારે આવીને દાન પેટી ખોલીને રૂપિયા લઈ જાય અને સીસીટીવી કેમેરામાં બધું જોઈ લે. .
પણ પૂજારી મંદિરમાં આવતો પ્રસાદ કે અનાજ કે બીજી ચીજવસ્તુઓ પણ પુછ્યા વગર લેતાં નહોતાં.
આજુબાજુના લોકોમાં એ બધોજ પ્રસાદ વિતરણ કરી દેતાં. અને બધાંને જય ભોલે કહેતાં.
પૂજારી એ નજીક ની મ્યુનિસિપાલિટી સ્કૂલ માં બાળકો ને ભણવા મુક્યા હતા.
મીરાં રોજ સવાર ની અને સાંજ ની આરતી રેગ્યુલર ભરતી.
એને આ પૂજારીની અલગ પ્રકારની આરતી ખૂબ ગમતી એટલે એ સવારે પણ વહેલી આવી જતી.
પૂજારી એ પોતાના બાળકોને નજીક ની મ્યુનિસિપાલિટી સ્કૂલ માં ભણવા મૂક્યા હતા. .
રવિવારે સાંજે સોસાયટીનાં બાળકો જોડે કિશન ક્રિકેટ રમતો હતો. .
કિશન બોલિંગ કરતો હતો બેટિંગ કરતાં યશે જોરદાર ફટકો માર્યો બોલ સીધો જ કિશનની જમણી આંખની ઉપર જ વાગ્યો. .
બધાં છોકરાઓ ગભરાઈ ગયાં. .
કિશનને આંખમાં થી લોહી નિકળવા લાગ્યું. .
નાની જયા દોડતી ઘરે જઈને એની મમ્મી ને બોલાવી લાવી.
પૂજારી એ કહ્યું કે આરતી નો સમય થાય છે તું નજીક નાં દવાખાને લઈ જા.
જયા અને શારદા બેન કિશનને લઈને દવાખાને જાય છે પણ રવિવાર નાં લીધે ડોક્ટર મળવાં મુશ્કેલ થાય છે.
આ બાજુ આરતી નો સમય થતાં પૂજારી આરતી કરે છે પણ આજે એમની આરતીમાં રોજ જેવી ઝલક નહોતી.
આરતી પત્યા પછી બધાને આરતી આસ્કા લેવા આપી. ..
મીરાં ની પાસે આરતી લઈને પૂજારી આવ્યા એટલે મીરાં એ પુછ્યું શું થયું પૂજારીજી?
આજે તમારો ચહેરો કેમ ઉદાસ અને ચિંતાતુર છે?
પૂજારી કહે બહેન સાંજે અહીં બહાર છોકરાઓ રમતાં હતાં એમાં કિશનને આંખમાં જોરથી બોલ વાગ્યો છે તો લોહી નીકળે છે એટલે શારદા દવાખાને લઈ ગઈ છે.
પણ હજુ કોઈ સમાચાર નથી એટલે ચિંતા થાય છે.
મીરાં કહે મને બોલાવી હોતતો હું મારા ઓળખીતા ડોક્ટર પાસે લઈ જાત.
શારદાબેન ફોન લઈને ગયા છે?
પૂજારી કહે હા.
મીરાં કહે તો ફોન કરો અને પૂછો.
પૂજારીએ શારદા ને ફોન કર્યો.
શારદાબેન કહે કોઈ ડોક્ટર નથી મળતા ..
શું કરું?
પૂજારી એ મીરાં ને ફોન આપ્યો. મીરાં એ પૂછ્યું કે તમે ક્યાં છો?
તો શારદાબેન કહે ક્રોસિંગ ની પાછળ છું.
મીરાં કહે તમે ત્યાં જ ઉભા રહો અમે આવીએ છીએ.
અને મીરાં પૂજારી ને રીક્ષામાં લઈને શારદાબેન પાસે પહોંચી અને પછી ત્યાંથી એમનાં ઓળખીતા ડોક્ટર આંખના સ્પેશિયલીસ્ટ હતાં ત્યાં લઈ ગયા અને દવા કરાવી અને આંખ પર પટ્ટી લગાવી ઘરે લાવ્યા. .
પૂજારી એ મીરાં નો ખુબ આભાર માન્યો.
થોડા સમય દવા કરાવાથી કિશનને સારું થઈ ગયું.
એક દિવસ સવારે મીરાં આરતીમાં આવતી હતી મંદિરે.
એ મંદિરની સામેની પણ વચ્ચે રોડ હતો સોસાયટીમાં રહેતી હતી.
મીરાં ને સવાર સવારમાં એક કોલેજમાં જતો યુવક પૂરપાટ વેગે બાઈક લઈને નિકળ્યો એ ટક્કર મારીને જતો રહ્યો.
બૂમાબૂમ થઈ શારદાબેન અને પૂજારી દોડ્યા અને બીજા ભક્તોનાં સહારે એમને મંદિર માં લાવ્યા.
સારું હતું બહું વાગ્યું નહોતું ખાલી મૂઠમાર જ હતો.
પૂજારી એ આરતી કરીને ભગવાનને ધરાવેલુ ચરણામૃત નું જળ બધું જ મીરાં ને પીવડાવી દીધું.
અને ભોળાં શંભુ ની સ્તુતિ ગાઈને મીરાં ને જલ્દી સ્વસ્થ કરવાં માટે પૂજારીનો આખો પરિવાર પ્રાથના કરી રહ્યો.
આમ દુનિયામાં બધાં ખરાબ પણ નથી હોતાં. અને બધાં સારાં પણ નથી હોતાં. .