Priyanka Chaklasiya

Crime Inspirational Others

4  

Priyanka Chaklasiya

Crime Inspirational Others

એક નવી દિશા ભાગ-૫

એક નવી દિશા ભાગ-૫

3 mins
182


સાંજના સમયે ધારા ટેરેસ પર બેસીને વિચારતી હોય છે ત્યારે રોહન પાસે આવીને બેસે છે. પણ વિચારતી ધારાને ખબર હોતી નથી કે રોહન તેની પાસે આવીને બેસી ગયો હોય છે. રોહન ધારાને બોલાવે છે પણ ધારા વિચારતી હતી એટલે સાંભળતી નથી .

રોહન(ધારાને હલબલાવીને) : "ધારા તારૂં ધ્યાન ક્યાં છે ? હું ક્યારનો‌ હું તને બોલાવું છું ? શું થયું ધારા અનિશાના લીધે ચિંતા માં છે ? અરે પાગલ ! આપણી અનિશાને કઈ જ નહીં થાય."

ધારા (ગળગળી થતાં) : "રોહન આપણી પરી અનિશાને કઈ નહિ થાયને ? હું અનિશા વગર નહીં રહી શકું.શુ કિધુ ડોક્ટર એ ?"

રોહન (ધારાને શાંત કરતા) : "ધારા ધારા !સાંભળ કઈ નથી થયું અનિશાને. એ બિલકુલ ઠીક છે. તું શાંત થઈ જા."

રોહન ધારાને શાંત કરે છે અને કહે છે

રોહન : "ધારા આપણી અનિશા ઠીક છે હું અનિશાને કઈ નહિ થવા દવ"

ધારા : "પ્રોમિસ ?"

રોહન : "હા પ્રોમિસ"

ધારા : "રોહન ખબર નહીં કેમ પણ મારૂ દિલ કહે છે કે અનિશા પર કોઈ મુસીબત આવવાની છે"

રોહન : "ધારા ચિંતાના કર હું છું ત્યાં સુધી અનિશાને કઈજ નહિ થવા દવ."

ધારા : "હું ખુબ નસીબદાર છું કે મારા જીવનમાં તમે આવ્યા મને મમ્મી પપ્પા જેવા સાસુ સસરા મળ્યા. રાહી જેવી બેન મળી"

રોહન : "એ તો તું સારી છે એટલે તને બધાં સારા લાગે"

ધારા ( રોહનને ચિડવતા) : "હા હો. આજે કેમ મારા વખાણ કર્યા ? કેમ પેલી છોકરી મિસ. વનિતા નોહતા આવ્યા આજે ? કાલે તો બહુ યાદ આવતા હતા તમને સાહેબ"

રોહન (ધારાને પોતાની તરફ ખેંચી) : "એમાં એવું છેને મેડમ‌ કે મારી વાઈફથી મને ડર લાગે. એને ખબર પડે તો મારો જીવ લઈ લે"

ધારા : "ઓહો તમારી વાઈફથી એટલો બધો ડર ?"

રોહન : "હા હો એ છે જ એવી "

ધારા : "બહુ સરસ."

રોહન અને ધારા એકબીજા સાથે મસ્તી કરે છે. અને પોતાના જીવનની સુંદર ક્ષણને માણી રહ્યા છે.

નીચે સરિતાબેન રાહીને કહે છે

સરિતાબેન : "રાહી જલદી કિચનમાંથી અનિશાના દુધની બોટલ લઈ આવ."

રાહી : "હા‌ મમ્મી."

રાહી કિચનમાં જઈને દુધમાં કંઈક પાવડનાખીને બોટલ લઈ આવે છે.

રાહી (અકળ હાસ્ય કરતા): "લો મમ્મી અનિશાને ભુખ લાગી હશે"

સરિતાબેન : "રહેવા દે ધારાને આપી આવું અનિશાને"

સરિતાબેન અનિશાને લઈને ધારાને આપી આવે છે. રાહી ગુસ્સામાં આવીને કાચની બોટલ ફેંકી દે છે.

સરિતાબેન ઝડપથી આવીને પુછે છે રાહીને

સરિતાબેન (ગભરાઈને) : "રાહી શું થયું દિકરી તને ? આ અવાજ કેમ આવ્યો ?"

રાહી : "ના મમ્મી કંઈ નથી થયું. ધારા ભાભી સુઈ ગયા ? "

સરિતાબેન : "સારૂ દિકરી હા સુઈ ગઈ. "

રાહી : "હા મમ્મી. તમે પણ સુઈ જાવ"

સરિતાબેન : "રાહી મારે તારી સાથે વાત કરવી છે"

રાહી : "હા મમ્મી બોલો "

સરિતાબેન : "દિકરા તારૂ ભણવાનું પૂરું થયું છે એટલે અમે વિચારી રહ્યા છીએ કે તારી સગાઈ કરી નાખીએ તને કોઈ વ્યક્તિ ગમે છે જીવનસાથી તરીકે ?"

રાહી : "ના મમ્મી એવું કંઈજ નથી તમે આને પપ્પા જે કરશો તે ઠીક હશે"

સરિતાબેન : "સારૂ દિકરી ધારાના ભાઈ આકાશ વિશે તારો શું વિચાર છે?"

ધારા(શરમાઈને) : "મમ્મી તમને ઠિક લાગે તેમ"

સરિતાબેન મનોમન ખુશ થતા પોતાના રૂમમાં સુવા જાય છે. રાહી પણ‌ પોતાના રૂમમાં સુવા જાય છે.

રાહી પોતાના રૂમમાં સુતા સુતા વિચારે છે કે અનિશા દરેક વખતે બચી કેમ‌ જાય છે ? હવે નહીં હું મારો રસ્તો સાફ કરીને જ રહીશ આવું વિચારતા‌ વિચારતા રાહી સુઈ જાય છે.

બીજા દિવસે સરિતાબેન પરાગભાઈને વાત કરે છે અને આવતા અઠવાડિયે બંને પરિવારો મળીને વાત કરવાનુ નક્કી કરે છે.

(શું ધારા અને રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશાને ? શું હશે રાહીનો નેક્સ્ટ પ્લાન ? શું આકાશ અને રાહીની સગાઇ થશે ?)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime