એક નવી દિશા - ૯
એક નવી દિશા - ૯
રોહન અચાનક આ વાત સાંભળીને ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ધારાના ફોટા ને પકડી ને ખુબ રડે છે. ધારાના ફોટા ને જોતા રોહન કહે છે કે
રોહન (ધારાના ફોટા ને વળગી): ધારા ! ધારા પ્લીઝ પાછી આવી જા. આપણી પરીને તારી જરૂર છે તેને તેની મા ના પ્રેમની જરૂર છે.જો મમ્મી પપ્પા પણ ઉદાસ રહે છે. રાહી પણ તને ખૂબ યાદ કરે છે. આકાશ તો સાવ તૂટી ગયો છે. આપણો પરિવાર વિખરાઈ ગયો છે. ધારા તારા વગર હું અધૂરો જ છું, આપણે સાથે મળીને જોયેલા સપના અધૂરા રહી ગયા. આપણી અનિશા મા વગરની થઈ ગઈ.
સરિતા બેન અને પરાગ ભાઈ રૂમની બહારથી રોહનને ધારાના ફોટા સાથે વાત કરતા જોવે છે પોતાના દીકરાને આ હાલતમાં જોઈ ગળગળા થઈ જાય છે. સરિતા બેન રોહનની નજીક જઈ રોહનના માથા પર પ્રેમભર્યો હાથ ફેરવે છે રોહન નાના બાળકની જેમ વળગીને રડવા લાગે છે.
રોહન (રડતા રડતા) : મમ્મી જોને તારી લાડકી વહું મારૂ કાંઈજ માનતી નથી કે ને એને પાછી આવી જાય.
સરિતા બેન (રોહન ને વળગી ને રડવા લાગે છે): રોહન દીકરા શાંત થઈ જા. જો તને જોઈ ને અનિશા પણ રડવા લાગી. ધારા હંમેશા માટે દૂર જતી રહી છે.
રોહન (ઝબકીને) : ના મમ્મી મારી ધારા આવશે પાછી.
હવે વાતાવરણમાં રોહનના રડવાના ડૂસકાં સંભળાય છે. સરિતા બેન અને પરાગ ભાઈ રોહન ને શાંત કરે છે.રોહન હવે કોઈ વ્યક્તિ જોડે વાત નથી કરતો આખો દિવસ અનિશાને સાચવવા મા અને ધારા ને યાદ કરી ને વિતાવે છે. હસતો અને મસ્તી કરતો રોહન જાણે ક્યાંક ખોવાઈ ગયો છે.
ધીમે ધીમે અનિશા પણ મોટી થવા લાગી છે.એક દિવસ નાસ્તા ના સમયે સરિતા બેન રોહન ને બીજા લગ્ન કરવા કહે છે.
રોહન : ના મમ્મી મારા હદયમાં ધારા હતી અને ધારા જ રહેશે. હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું.હું મારી ધારાનું સ્થાન કોઈ ને નહીં આપી શકું.
સરિતા બેન: તો અનિશા નું શું ?એના ભવિષ્ય નું શું ? એને પણ એક માતાનો પ્રેમ જોઈએ ?
રોહન : મમ્મી હું અનિશાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીશ પણ મારે બીજા લગ્ન નથી કરવા. ખબર નહીં કેમ હોય કેમ મારી લાડકવાયી ને રાખે તે ?
સરિતા બેન (નિરાશ થઈ): સારૂ દીકરા.
પરાગ ભાઈ અને સરિતા બેન રોહન ને બીજા લગ્ન માટે મનાવે છે પણ રોહન માનતો નથી. ધીમે ધીમે અનિશા પણ મોટી થવા લાગી છે. અનિશા ચાલતા શીખે છે રોહન ખૂબ ખુશ થઈ જાય છે અને અનિશાને ઝાંઝર પહેરાવે છે.હવે આખા ઘરમાં અનિશા અનિશા થવા લાગે છે. બધા ધીમે ધીમે દુઃખને ભૂલી જીવવા લાગે છે. રાહી ને હજી પણ અનિશા પર ગુસ્સો છે.
અનિશા એટલે નાનકડી ધારા જાણે ધારા નું નાનું પ્રતિબિંબ. વહાલનો દરિયો અને નાની નાની આંખો ,કોમળ હાથ, સુંદર ચહેરો, માસુમ મુસ્કાન અને એની કાલીઘેલી ભાષા. રોહન જ્યારે અનિશા ની સાથે હોય ત્યારે એવું લાગે કે ધારા નો પડછાયો છે. રોહન બધુ ભૂલી ને અનિશાને ખુબ લાડથી રાખતો એને ક્યારેય માતાની કમી ના લાગવા દેતો. ધારા ના ગયા પછી પરાગ ભાઈ ના નાના ભાઈ ના દીકરાઓ પણ મહેતા નિવાસમાં આવી જાય છે અને અનિશાને ભાઈઓનો પ્રેમ મળે છે. ધારાના ગયા પછી રાહી ઝડપથી લગ્ન કરી અમેરિકા જતી રહે છે.
(પાંચ વર્ષ પછી)
સવારના સમયે મહેતા નિવાસ માં
રોહન : મારી લાડકવાયી પરી ક્યાં ગઈ ? આજે સ્કૂલમાં પહેલો દિવસ છે ને ? ચાલો ચાલો જલ્દી જલ્દી પાપા પાસે આવી જાવ.
અનિશા : ઓફો !! પાપા હું તો ક્યારની તૈયાર છું.જલદી ચાલો હું લેટ થઈ જઈશ.
રોહન (અનિશા ને તેડીને) : હા મારી ઢીંગલી ..દૂધ પી લો પછી જઈએ.
પાયલ (રોહન ના ભાભી): હવે ખબર પડશે રોહન ભાઈને એમની રાજકુમારીને દૂધ પીવડાવવું કેટલું અઘરું કામ છે.
અનિશા :ના હો પાપા હૂં દૂધ નહીં પીવ મને નથી ભાવતું.
રોહન : ઓય ના વાળી ! ચાલો ચાલો દૂધ પી લો પછી સ્કૂલ માં જવાનું છે ને?
અનિશા : એક શર્ત પર પીવ દૂધ
રોહન : હા મારી પરી બોલ .
અનિશા : સ્કૂલેથી આવી ને મને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની ?
રોહન : ઓકે મેડમ
અનિશા આ જોઈ ખડખડાટ હસી પડી રોહન એને જોતો જ રહી ગયો અચાનક યાદ આવતા પ્રેમથી અનિશાને દૂધ પીવડાવી દે છે. અને અનિશા ને તેડીને બહાર નીકળી જાય છે. અનિશાનો સ્કૂલમાં પહેલો દિવસ છે એટલે તે ખુબ ખુશ છે રોહન સાથે વાત કરતા કરતા તે સ્કૂલ પહોંચી ગઈ હતી.
અનિશા : પાપા પાપા સ્કૂલ આવી ગઈ. જોવો !
રોહન : હા મારી પરી. સાંભળ તારૂ ધ્યાન રાખજે અને કોઈ કંઈ આપે તો ખાવાનું નહીં.અને પાપા જલદી તને લેવા આવશે ઓકે (અનિશાને ફોરહેડ પર કિસ કરે છે)
દિપ(રોહનના ભાઈ અને પાયલનો દીકરો ) અનિશાનું ધ્યાન રાખજે તારી નાની બેન છે.
દિપ : હા અંકલ હું ધ્યાન રાખીશ.
અનિશા : બાય પાપા.
રોહન : બાય મારી ઢીંગલી.
રોહન અનિશા ને જતા જોવે છે અને વિચારે છે કે અનિશા મારાથી ક્યારેય દૂર નથી ગઈ. એને ફાવશે ને ? એને નહીં ગમે તો ? આ બધા વિચારોમાંથી બહાર નીકળી રોહન ઓફિસ જવા નીકળે છે.

