STORYMIRROR

papa ni dhingali

Crime Inspirational Others

3  

papa ni dhingali

Crime Inspirational Others

એક નવી દિશા - ૭

એક નવી દિશા - ૭

5 mins
167

આજે સવારથી જ મહેતા નિવાસમાં અલગ જ રોનક છે. આખા મહેતા નિવાસને એક દુલહનની જેમ સજાવ્યું છે. આજે રાહીની સગાઈ છે. પરાગ ભાઈ અને સરિતા બેન ખુબ ખુશ છે પોતાની દીકરી માટે. રોહન અને ધારા સવારથી જ તૈયારી માં લાગ્યા છે !

અનિશાને પણ ખુબ સરસ તૈયાર કરી છે નાનકડી પરી ને સરિતા બેન સાચવે છે. ધીમે ધીમે બધા મહેમાનો આવે છે. સરિતા બેન અને પરાગ ભાઈ ખુબ જ સરસ લાગે છે. ધારા પણ‌ લાલ પટોળામાં રજવાડી હાર પહેરી ખુબ સુંદર લાગે છે. રોહન પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે. રોહન ધારાને જોતો જ રહી જાય છે.

રોહન(ધારાને પોતાની પાસે ખેંચતા) : આય હાય શું લાગે છે મારી વાઈફ ! મિમિસ મહેતા શું વિચાર છે ફરી સગાઈ કરવી છે ?

ધારા : તમે પણ કાંઈ કમ નથી લાગતા (ધારા ને વધુ નજીક ખેંચે છે રોહન) શું હવે છોડો મને ઘરમાં કેટલા બધા મહેમાનો છે કોઈ જોઈ જશે તો ખરાબ લાગશે. એક છોકરી ના પપ્પા થયા તો પણ શરમ નથી.

રોહન : પોતાની વાઈફ જોડે રોમાન્સ કરવામાં શેની શરમ ?

ધારા(ખોટું ખોટું) : રોહન જોવો મમ્મી બોલાવે છે તમને

(આમ કહી રોહન ની બાહોમાંથી જતી રહે છે)

રોહન : તું આવ રાત્રે વાત છે તારી ધારા.

બધા મહેમાનો આવી જાય છે. રમેશ ભાઈ અને તેમનો પરિવાર આવતા સગાઈ શરૂ થાય છે. ધારા રાહી ને લઈને આવે છે. રાહી પિંક કલર ના લહેંગામાં ખુબ સુંદર લાગી રહી છે. રાહી આકાશની બાજુમાં આવીને બેસે છે અને વિધિ શરૂ થાય છે.

બીના બહેન રાહી ની વિધિ કરે છે અને ધારા આકાશની વિધિ કરે છે. રાહી અને આકાશ એકબીજાને વીંટી પહેરાવી દે છે. આકાશ અને રાહી બંને એકબીજા સાથે ખૂબ ખુશ હોય છે. વિધિ પુરી થતાં બંને બધાના આશીર્વાદ લે છે.

બીના બહેન: સરિતા બેન હવે રાહી અમારી હોને!

સરિતા બેન : હા હો

ધારા (રાહી અને આકાશ ને ચિડવતા) : મમ્મી હું રાહી ને રાહી બેન કહું કે ભાભી ?

રોહન : ઓય મારી બેનને ચીડવ નહીં (આકાશ ને ચિડવતા) હું આકાશને સાળાસાહેબ કહુ કે જીજાજી ?

સરિતા બેન અને બીના બહેન (હસતા હસતા) : આ બંને નો ઝગડો પુરો જ નહીં થાય.

ધારા : હા‌ હો અમારા ઝગડામાં જ પ્રેમ છે.

રોહન : જે અમને એક તાંતણે બાંધી રાખે છે.

પરાગ ભાઈ : સાચી વાત છે. ‌ધારા જેવી વહુ મળી અમને અમે ધન્ય થઈ ગયા.

સરિતા બેન : હા ધારા ધબકાર છે અમારા ઘરનો. જાણે આ ઘરનો શ્વાસ.

બીના બહેન અને રમેશ ભાઈ: અમે પણ‌ ખુબ નસીબદાર છીએ કે અમારી ધારા ને તમારા જેવા માતા પિતા સમાન સાસુ સસરા અને રોહન મળ્યા. રાહી દીકરીને કાંઈજ તકલીફ નહીં પડવા દઈએ અમે.

સરિતા બેન અને પરાગ ભાઈ: અમને. તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે અમારી રાહીને વહુ કરતા સવાઈ રાખશો.

સગાઈ પતી જાય છે અને રમેશ ભાઈ પોતાના પરિવાર સાથે ઘરે જાય છે. ધારા અને રોહન અનિશાને લઈને પોતાના રૂમમાં જાય છે. સરિતા બેન અને પરાગ ભાઈ પોતાના રૂમમાં આરામ કરવા જાય છે. રાહી પણ પોતાના રૂમમાં જાય છે.

બીજા દિવસે સવારે બધા નાસ્તો કરી કામે લાગી જાય છે. સરિતા બેન અનિશાને રમાડે છે અચાનક સરિતા બેન ધારાને રાહી ને બોલાવી લાવવાનું કહ્યું. ધારા રાહી ને બોલાવવા જાય છે. ધારા રાહી ને બોલાવવા ટેરેસ પર જાય છે. ધારા રાહી ને કોઈ વ્યક્તિ સાથે વાત કરતા સાંભળે છે.

રાહી (ગુસ્સામાં) : હા આવતા મહિને લગ્ન છે મારા આકાશ સાથે ! હું મારા રસ્તામાં આવતા દરેક વ્યક્તિ ને દૂર કરીને જ રહીશ. અને અનિશાને મારી ને જ રહીશ.

ધારા આ સાંભળી ને શોક થઈ જાય છે વિચારે છે કે રાહી કેમ આવું બોલે છે ? મારી લાડકવાયી દીકરી અનિશા એ શું બગાડ્યું છે એનું ? વિચારમાં જ ધારાને ચક્કર આવવા લાગે છે અને ધારા પડી જાય છે. ધારા પડવાને લીધે અવાજ આવ્યો એટલે રાહી દોડીને ત્યાં જાય છે.

 રાહી સરિતા બેન ને બોલાવી ડોક્ટર અને રોહનને ફોન કરી બોલાવે છે. સરિતા બેન ધારાની બાજુમાં બેસી ને રડવા લાગે છે. રોહન હાંફળો ફાફળો ડોક્ટરને લઈને આવે છે. ધારાને બેભાન જોઈ ને રડવા જેવો થઈ જાય છે. રાહી બહારથી ઉદાસ થવાનું નાટક કરે છે પણ અંદરથી ખુબ ખુશ છે. અને વિચારે છે કે ભાભી મારી વાત સાંભળી ને બેભાન નથી થઈ ગયા ને ?

ડોક્ટર ધારાને ચેક કરે છે અને કહે છે કે ચિંતાના લીધે બેભાન થઈ ગઈ હતી અને ઈ ન્જેક્શન આપવામાં આવ્યું છે એટલે કલાકમા‌ ભાન આવી જશે. રોહન ધારાની બાજુ માં બેસે છે અને સરિતા બેન અનિશાને પોતાના રૂમમાં સુવડાવી દે છે. રાહી પોતાના રૂમમાં જાય છે.

  થોડી વાર પછી ધારા ને હોશ આવે છે. પોતાની બાજુ માં રોહન ને જોવે છે. ફટાફટ જાગી ને રોહન ને પૂછે છે કે

ધારા(ડરી ને) : રોહન રોહન મારી અનિશા મારી અનિશા ક્યાં છે ? અનિશા અનિશા ?

રોહન (ધારાને શાંત કરતા) : ધારા ધારા શાંત થઈ જા અનિશા ઠીક છે. ચિંતા ના કર. અનિશા મમ્મી પાસે છે. શાંત થઈ જા.

ધારા (કાંઈક વિચારીને) : સારૂ

રોહન : આઇ લવ યુ સો મચ

ધારા: આઇ લવ યુ

રોહન : ધારા તું ઠિક છે ને? કેમ અચાનક ચક્કર આવી ગયા હતા ? શું કાંઈ ચિંતા છે?

ધારા(રોહન ને રાહી સાથે વાત કરીને કહીશ) :ના કાંઈ નથી થયું. થાકના લીધે ચક્કર આવવા લાગે છે બસ.

રોહન : ઓ હો તે તો મને ડરાવી દિધો હતો. સારુ ચાલ તું આરામ કર. હુ મારુ કામ પતાવી આવું એક ક્લાયન્ટ ને મળવા જવાનું છે કલાકમા‌ આવી જઈશ.

ધારા : સારૂ જાવ તમે. મારી ચિંતા ના કરશો.

રોહન (મુસ્કાન સાથે): બાય.

ધારા(મુસ્કાન સાથે) : બાય.

રોહન ક્લાયન્ટ ને મળવા જાય છે અને ધારા સરિતા બેન ના રૂમમાં જાય છે. સરિતા બેન અને અનિશા સૂઈ ગયા હોય છે. ધારા રાહીના રૂમમાં જાય છે અને રાહી નો હાથ પકડી ટેરેસ પર લઈને જાય છે. રાહી કાંઈક સમજે એ પહેલાં એને ટેરેસ પર લઈ જાય છે.

રાહી : ભાભી શું થયું ? કેમ અચાનક જ ચક્કર આવવા લાગ્યા તમને? તમે ઠિક છો ને ? આપણે કેમ ટેરેસ પર આવ્યા છીએ?

ધારા(એક અણગમા અને ગુસ્સામાં) : રાહી રાહી ! મે‌ તારી બધી જ વાત સાંભળી લીધી છે જે તે ફોનમાં કરી હતી. શા માટે રાહી ? શું બગાડ્યું છે મારી લાડકવાયી દીકરી એ તારું?

  રાહી ધારા ના અચાનક આવા વર્તનથી ડઘાઈ જાય છે પણ અચાનક અકળ હાસ્ય કરતા જોરજોરથી હસવા લાગે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime