એક નવી દિશા -૬
એક નવી દિશા -૬
સૂર્યના કિરણો રોહનના ચહેરા પર પડતા રોહન જાગી જાય છે. બાજુમા અનિશા સૂતી હતી. રોહન એના કપાળ પર કિસ કરી ના'વા માટે જાય છે. રોહન નીચે આવે છે. ધારા આજ સવારથી ખુબ જ ખુશ હોય છે કારણ કે આજે એને પરિવાર અને ભાઈ આવવાના હોય છે. રોહન એની બાજુમાં નાસ્તો કરવા બેસે છે અને ધારા અનિશાને નવડાવીને તૈયાર કરી નીચે લાવે છે.
રોહન (અનિશા ને ધારા પાસેથી લઈ રમાડતા): મારી લાડકવાયી ઢીંગલી તૈયાર થઈ ગઈ !
ધારા : હા આજે તો બહુ રડી નાવું જ નહોતુંં દિવસે દિવસે તોફાની બનતી જાય છે.
રોહન(અનિશાના ગાલ પર કિસ કરતા) : ઢીંગલી કોની ?
ધારા : હા હો તમારી જ તોબા તોબા !
સરિતા બેન : હા બિલકુલ એના પપ્પા પર ગઈ છે તોફાની છોકરી ! તને ખબર કેટલો તોફાની હતો, રોહન મને તો ઠીક આજુબાજુ રહેતા લોકો ના નાક દમ કરી દેતો. રોહન આજુબાજુ રહેતા લોકો ના ઘરના વાસણો ફેંકી દેતો પણ આપણા ધરના ક્યારેય ના ફેંકતો.
(બધા આ વાત સાંભળીને ખૂબ હસે છે)
રોહન : બસ મમ્મી તમને તમારી લાડકી વહુ મળી ગઈ એટલે દીકરાને ખિજવવાનો.
સરિતા બેન : હા હો. ચાલ અનિશાને મને આપ અને તું આને ધારા નાસ્તો કરી કામે લાગો.
ધારા : હા મમ્મી મેં બધું જ કામ પતાવી દિધું છે. હવે રાહી બેન તૈયાર થાય છે કે નહીં એ જોવાનું છે.
રોહન : હા મમ્મી ચિંતા ના કરો બધુ બરાબર થશે.
રોહન અને ધારા નાસ્તો કરી કામે લાગી ગયા. થોડી વારમાં ધારાનો પરિવાર આવે છે. પરાગ ભાઈ અને સરિતા બેન બધાનું સ્વાગત કરે છે. આકાશ રોહનને મળે છે. ધારા પણ પોતાના પરિવાર ને મળે છે. આકાશને ગળે વળગી રડે છે. ધારાનો પરિવાર વારાફરતી અનિશા ને લઈને રમાડે છે. આકાશ અનિશાને ચાંદીની પાયલ પહેરાવે છે નાનકડી પરી આ પાયલ જોઈને હસે છે અને પગ હલાવી અવાજ કરે છે. બધા આ જોઈ ખુબ ખુશ થાય છે. બધા બેસી ને વાતો કરતા હોય છે ત્યારે સરિતા બેન ધારાને કહે છે કે
સરિતા બેન: ધારા દીકરી રાહી ને લઈને આવ.
ધારા : હા મમ્મી.
ધારા જાય છે અને રાહી ને લઈને આવે છે. બીના બહેન અને રમેશ ભાઈ રાહી સાથે વાત કરે છે અને પરાગ ભાઈ અને સરિતા બેન આકાશ સાથે વાત કરે છે. બને પરિવાર ને આ બંને એકબીજા માટે યોગ્ય જીવનસાથી લાગે છે. બને એકબીજા સાથે વાત કરી શકે એ માટે સરિતા બેન ધારાને આ બંનેને રાહી ના રૂમમાં લઈ જવા કહે છે. ધારા બંને ને રાહી ના રૂમ માં લઈ જાય છે.
થોડી વાર પછી આકાશ બહાર આવી જાય છે અને ધારા ને આંખોથી જ મંજૂરી આપે છે. પછી ધારા રાહી ને રૂમની બહાર લઈ આવે છે. સરિતા બેન ઈશારામાં ધારાને પૂછે છે ધારા આંખોથી હા એમ કહે છે.
બીના બહેન : રાહી દીકરી ધારાના ગયા પછી અમારા જીવનમાં એક દીકરી ની જગ્યા ખાલી છે એ તુંં પુરી કરીશ ? મારા આકાશ ની જીવનસાથી બનીશ ? મારા આકાશના નામનું પાનેતર ઓઢી મારા ઘરે કંકુ પગલાં કરીશ ? મારા ઘરની લક્ષ્મી બનીશ ?
રાહી (શરમાઈને) : બધાને ઠિક લાગે તેમ.
પરાગ ભાઈ : આકાશ દીકરા તારો શું વિચાર છે ?
ધારા : પપ્પા આકાશ ને હું સારી રીતે ઓળખુ છું એની આંખો એ જ હા પાડી દીધી છે.
રમેશ ભાઈ : ખુબ સરસ.
સરિતા બેન : હા હવે તો જલદી મુહૂર્ત જોઈને આ બંને ની સગાઈ કરી દઈએ.
બીના બહેન. : હા ચોક્કસ
પરાગ ભાઈ : ખબર જ ના પડી ક્યારે મારી રાહી મોટી થઈ ગઈ હજુ કાલે તો મારા આંગણે રમતી હતી. એના જતા મારૂ ધર સુનું થઈ જશે. હવે દુનિયાનો નિયમ નિભાવવો જ પડે ગમે તે વ્યક્તિ એ.
રમેશ ભાઈ: તમારી વાત સાચી છે. દીકરીઓનુ જીવન જ એવું હોય છે કે ટુંકાગાળામાં જીવનભર ની યાદો આપી દે છે.
સરિતા બેન : હા હવે પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ને ફોન કરી પુછો સગાઈ નું મુહૂર્ત.
પરાગ ભાઈ: હા.
પરાગ ભાઈ પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ને ફોન કરી ને સગાઈ નું મુહૂર્ત કઢાવે છે. મુહૂતૅ અઠવાડિયા પછી રવિવાર નું નિકળે છે અને એક મહિના પછી લગ્ન. સગાઈનુ બધા નક્કી કરે છે અને ધારા ને રાહી બધા માટે રસોઈ બનાવે છે. જમીને રમેશ ભાઈ, બીના બહેન અને આકાશ એમના ઘરે જાય છે.
સાંજ ના સમયે રોહન ટેરેસ પર બેસી ને વિચારતો હોય છે ત્યારે ધારા અનિશાને લઈને આવે છે.
ધારા : રોહન શું વિચારો છો ? રાહી બેન વિશે ?
રોહન : હા ધારા તારી વાત સાચી છે. રાહી વિશે જ વિચારતો હતો. એમ જ કે મારી લાડકવાયી બહેન રાહી એક મહિના પછી એના ઘરે જતી રહેશે. નાનપણમા જ્યારે અમે ઝગડતા ત્યારે હું એને કહેતો જતી રહે તારા ઘરે. ત્યારે કહેતી કે હું નહીં જાવ ક્યાંય. મારી તોફાની બહેના !
ધારા: હા સાચું કહ્યું તમે ભાઈ-બહેન નો સંબંધ હોય છે જ એવો ગમે એટલું ઝગડતા પણ પ્રેમ પણ એટલો જ કરતા.
રોહન : હા ધારા.
ધારા : રોહન ચાલો બહુ લેટ થઈ ગયું છે સૂઈ જઈએ અનિશા પણ ઊંઘમાં આવી છે. હુ એની દુધની બોટલ લઈને રુમમાં આવું છું તમે અનિશાને લઈને જાવ.
રોહન : હા ધારા.
રોહન અનિશાને લઈને પોતાના રૂમમાં જાય છે અને ધારા રસોડામાં જઈને દૂધની બોટલ અનિશા માટે લઈને આવતી જ હોય છે ત્યારે એને રાહીનો અવાજ સંભળાય છે.
રાહી (ગુસ્સામાં) : અરે ! આવતા અઠવાડિયે મારી સગાઈ નક્કી કરી નાખી છે અને મહિના પછી લગ્ન એટલે આપણે જે કરવું હોય તે આ મહિનામાં જ કરવું પડશે. મારા રસ્તામાં આવતા દરેક ને હું દૂર કરીને જ જંપીશ.
ધારા : રાહી બેન ! કોની જોડે અત્યારે વાત કરો છો? અને તમે શું કરવાની વાત કરી રહ્યા હતા આ મહિનામા ?
રાહી (અચાનક ધારાને જોતા ડરી ને) : કઈ નહીં ભાભી આ મારી કોલેજ ફ્રેન્ડ સાથે વાત કરતી હતી.
ધારા : રાહી બેન આટલી વાત માં ડરવાનું શું ?
રાહી (પોતાને સ્વસ્થ કરતા) : ના ભાભી ડરતી નથી. (વાત ફેરવતા) ભાભી અનિશા સૂઈ ગઈ ? તમારે કાઈ કામ હતુંં ?
ધારા : ના રાહી બેન. અનિશાની દૂધની બોટલ લેવા આવી હતી તમારો અવાજ સાંભળીને અહિયા આવી. (રાહી ને ચીડવતા) બહુ લેટ થઈ ગયું છે સૂઈ જાવ મારા ભાભી. .
રાહી (શરમાઈને) : હા ભાભી.
ધારા પોતાના રૂમમાં જઈને વિચારે છે કે રાહી બેન કેમ ડરેલા લાગતા હતા ? કાંઈક મુસીબતમાં નહિ હોય ને ? ? એવું કયું કામ જે આ મહિનામાં પુરુ કરવાનું હશે રાહી બેનને ? ધારા રોહન ને આ બધી વાત કરે છે.
રોહન : ધારા ચિંતા ના કર. હશે કાંઈક કોલેજ નું કામ
ધારા : હા રોહન. ગુડ નાઈટ
રોહન :ગુડ નાઈટ આઇ લવ યુ
ધારા: આઇ લવ યુ
બંને સૂઈ જાય છે. આ બાજુ રાહી વિચારે છે કે કાશ ભાભી એ કાંઈક સાંભળ્યું ના હોય આમ તો વાત પરથી એવું લાગે છે કે નથી સાંભળ્યુ. વિચારમા અને વિચારમાં રાહી સૂઈ જાય છે.
ક્રમશ:
