STORYMIRROR

papa ni dhingali

Crime Inspirational Others

3  

papa ni dhingali

Crime Inspirational Others

એક નવી દિશા - ૪

એક નવી દિશા - ૪

4 mins
235

સૂર્યનાં કિરણો ચહેરા પર પડતા ધારા જાગી ને જોવે છે તો અનિશા રોહન ના પેટ પર સૂઈ રહી હતી .રોહન ના ચહેરા પર એક ખુશી જોઈ ધારાના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી. ધારા રોહન અને અનિશાના કપાળ પર એક કિસ કરી ના'વા માટે જાય છે.

નાહીને ફ્રેશ થઈને નીચે જાય છે અને સરિતા બેન ને જયશ્રી કૃષ્ણ કહી રસોડામાં નાસ્તાની તૈયારી કરવા લાગે છે. થોડી વારમાં ઘરના બધા જ નાસ્તા માટે નીચે આવે છે.રાહી બધા ને મળે છે.

રાહી બધા સાથે મસ્તી કરે છે. ઘણા સમયથી રાહી આવી નહોતી એટલે બધા ખુબ ખુશ હતા. પણ રાહી કંઈક અલગ જ વિચારમાં પડી ગઈ.

ત્યાં જ અનિશાના રડવાનો અવાજ આવ્યો

રોહન : હું લઈ આવું મારી લાડકવાયી ને !

રાહી : ભાઈ હું લઈ આવું છું

રોહન : સારૂ બહેના

રાહી અનિશાને લેવા ઉપર જાય છે. અચાનક રાહીની ચીસ સંભળાઈ અને અનિશાનો જોરજોરથી રડવાનો અવાજ સાંભળીને બધા ઉપર જાય છે.

ઉપર જતા બધા જોવે છે કે અનિશા દાદર પરથી પડવાને લીધે રડતી હોય છે અને રાહી ત્યાં ડરેલી ઊભી છે.

ધારા અનિશાને શાંત કરવા લાગે છે. અને રૂમમાં લઈ જાય છે.

રોહન, સરિતા બેન અને પરાગ ભાઈ : રાહી અચાનક શું થયું ? અનિશા કેવી રીતે પડી ગઈ ?

રાહી (રડતા રડતા) : ભાઈ મમ્મી પપ્પા હું અનિશા ને લઈને આવતી હતી અચાનક અનિશા કઈક લેવા માટે ગઈને હું મારુ બેલેન્સ જાળવી ન શકી..બધા મારાથી નારાજ થયા, મારા લીધે અનિશા ને વાગ્યું..(આમ બોલી રડવા લાગે છે)

રોહન : રડ નહીં બહેના તે થોડી જાણીજોઈને અનિશાને પાડી છે, કોઈ તારાથી નારાજ નથી. કોઈ ચિંતા ના કર.

સરિતા બેન અને પરાગ ભાઈ : હા રાહી તારો ભાઈ સાચું કહે છે પણ હવે ધ્યાન રાખવું.

રાહી : હા જરૂર.(મનમાં અકળ હાસ્ય કરતા) હવે હું તમને ફરિયાદનો મોકો નહીં આપું.

સરિતા બેન : સારૂ હવે તમે બધા કામે લાગો.હું અનિશા ને જોઈ ને આવું વધારે વાગ્યું નથી ને.

રોહન : મમ્મી હું પણ આવું છું જોઈ ને જાવ કે મારી પરીને કઈ વાગ્યું નથી ને !

પરાગ ભાઈ : (રોહન ને)સારૂ પણ જલદી આવજે તું.

(સરિતા બેન ને) સારૂ જયશ્રી કૃષ્ણ ‌‌..

રોહન અને સરિતા બેન રૂમમાં જાય છે અનિશાને જોવા ત્યાં અનિશા સૂઈ ગઈ હતી.

ધારા : અરે મમ્મી તમે ? શું કઈ કામ હતું ? રાહી બેન ઠીક છે ને ? રોહન તમારે ઓફિસ પર નથી જવું કેમ હજુ અહિયાં છો ?

સરિતા બેન : ના ના દીકરા કઈ કામ નહોતું બસ મારી લાડકવાયી દીકરી અનિશા ની ચિંતા થતી હતી એટલે થયું કે જોઈ લવ કે વધારે નથી વાગ્યુંને ? ધારા પરીને વધારે નથી વાગ્યુંને ?

ધારા : ના મમ્મી વધારે નથી વાગ્યું પણ‌ ડરી ગઈ હતી એટલે વધારે રડતી હતી !

સરિતા બેન : સારૂ ભગવાન ની કૃપા થી આપણી પરીને વધારે નથી વાગ્યું.

રોહન : હા મમ્મી હવે હું પણ‌ નીકળુ આમ પણ આજે વધારે કામ‌ છે.

ધારા : રોહન થોડી વાર અહિયાં રહો મારે મમ્મી જોડે વાત કરવી છે.

સરિતા બેન : હા બોલ ને ધારા દીકરી

રોહન : હા‌ બોલ ધારા

ધારા (થોડુંક ખચકાતા) : મમ્મી હું ઈચ્છું છું કે મારા ભાઈ આકાશની જોડે આપણી રાહી દીદીની સગાઈ થાય જો બધાની ઈચ્છા અને મંજુરી હોય તો ..

સરિતા બેન : બેટા તેં મારા મનની વાત કહી હુ હમણાં એ જ વિચારતી હતી કે હવે રાહીનુ ભણવાનું પૂરું થયું છે એટલે હવે એના માટે યોગ્ય જીવનસાથી અંગે વિચારણા કરવી જોઈએ અને આકાશ જેવો છોકરો આપણી રાહી માટે શોધવા જઈએ તો પણ‌ ના મળે. વળી બીના બહેન અને રમેશ ભાઈ પણ ઘરના જેવા જ છે.એટલે મારી તરફથી મંજૂરી..(બીના બહેન અને રમેશ ભાઈ ધારા ના મમ્મી પપ્પા)

રોહન : હા ધારા તારી વાત સાચી છે આકાશ એક ખુબ સારો વ્યક્તિ છે.એ‌ આપણી રાહીને ખુબ ખુશ રાખશે પણ પહેલા આપણે રાહી અને આકાશના જીવનમાં બીજું કોઈ નથી એ જાણવું જરૂરી છે.એક ભાઈ તરીકે હુ મારી લાડકવાયી બેનને કોઈ ખોટી વ્યક્તિ ના હાથમાં નથી સોંપવા માંગતો. મારે બસ‌ મારી બહેનને ખુશ જોવી છે.

સરિતા બેન : હા રોહનની વાત સાચી છે હું આજે જ રાહીને પૂછી લઈશ અને પછી તારા પપ્પા જોડે વાત કરીશ.

રોહન : હા મમ્મી હવે હું નીકળું છું.જયશ્રી કૃષ્ણ..

રોહન જાય છે.

ધારા : મમ્મી મારા પર અને મારા પરિવાર પર વિશ્વાસ કરવા માટે આભાર.

સરિતા બેન : અરે મારી ધારા મારી લાડકવાયી દીકરી ! આ ઘરને અને બધાને તારા પર પુરો વિશ્વાસ છે કે તું જે કરીશ એ સારા‌ માટે કરીશ. આ ઘર‌ તારા વિના અધુરું છે.આ ઘરની લક્ષ્મી ધબકાર છે આ ઘરનો ! મારો રોહનનો‌ શ્વાસ છે તું !

ધારા સરિતા બેન ને નાના બાળકની જેમ વળગી પડે છે.

સરિતા બેન : સારૂ દીકરી હવે તું આરામ કર.

ધારા : હા મમ્મી.

આ બાજુ રાહી બધા ના જતા મનમાં વિચારે છે કે આ અનિશાને કેમ‌ કાંઈ પણ થયું નહીં. ચાલો કઈ વાંધો નહીં શિકાર ફરી હાથમાં આવશે. પણ‌ આ અનિશાને કોઈ પણ રીતે મારા રસ્તામાંથી દૂર કરવી જ પડશે.

આમ વિચારી તેને કોઈ વ્યક્તિ ને ફોન કર્યો.

રાહી : હા હું ન મારી શકી અનિશાને પણ‌ ચિંતા ના કર જલદી જ હું અનિશાને મારા રસ્તામાંથી દૂર કરીને રહીશ.

સાંજના સમયે ધારા ટેરેસ પર બેસી ને સરિતા બેન અને રાહિ જોડે વાતો કરે છે ત્યાં અચાનક અનિશા બેભાન થઈ ગઈ.

અચાનક અનિશા બેભાન થઈ ગઈ એટલે સરિતા બેન અને ધારા ગભરાઈ જાય છે. રાહી અંદરથી ખુશ થતા બહાર ઉદાસ થવાનું નાટક કરે છે. ધારા ડોક્ટર અને રોહનને ફોન કરીને જણાવે‌ છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime