એક નવી દિશા - ૩
એક નવી દિશા - ૩
આજે નામકરણ સંસ્કારની વિધિ બાદ મહિનો વિતી ગયો હોવા છતાં સરિતા બેન અને પરાગભાઈ એમની લાડકવાયી ને લઈને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીની વાતથી ચિંતામાં છે.
રોહન અને ધારા ધીમે ધીમે આ વાત ભૂલી ને પોતાની લાડકી દીકરી સાથે એને બાળપણની યાદો આપી રહ્યા છે.
રોહન ઘરે આવતા અનિશાને રડતી જોઈને પોતાની પત્નીને બોલાવી
રોહન : ધારા ઓ ધારા તને કેટલી વખત કહ્યું છે કે અનિશા રડતી ના હોવી જોઈએ. અનિશા રડે છે ત્યારે મને જરા પણ ગમતું નથી. એવું લાગે જાણે મારા હૃદયનો કટકો છૂટો પડી રડે છે.
ધારા : આ તો અનિશા સુતી હતી અને મમ્મીની તબિયત ખરાબ હતી એટલે એમની તબિયત પૂછવા ગઈ હતી.
આપણી પરીને કઈ નથી થયું.
રોહન : મમ્મીની તબિયત કેમ છે ?
ધારા : સારૂ છે હવે
રોહન (અનિશા ને રમાડતા) : અરે મારી લાડકવાયી પરી !! જો પપ્પા આવી ગયા. હવે તારી સાથે રમશે. ચાલો ચાલો પપ્પા પાસે આવી જાવ.
અનિશા પણ રોહન પાસે આવતા હસવા લાગી અને રમવા લાગી .
ધારા : જો તો કેવી નટખટ છે તોફાની છોકરી ! આખો દિવસ મારી પાસે રહે પણ એના પપ્પા પાસે જાય ત્યારે જ હસે પપ્પાની ચમચી !
રોહન : હા તો મારી લાડકવાયી દીકરી છે મારી પરી ! મારી સાથે જ હસે ને !
ધારા : સરસ ચાલો હવે જમી લો.
જમીને ધારા અને રોહન ટેરેસ પર બેસી અનિશાને રમાડતા વાતો કરે છે
ધારા : રોહન મમ્મીનો ફોન આવ્યો કે આવતા મહિને આકાશ આવવાનો છે.( આકાશ ધારાનો નાનો ભાઈ ને રોહનનો દોસ્ત)
રોહન ( ખુશીથી) : આકાશ આવવાનો છે ! ખુબ સરસ ચાલો આપણી અનિશાના મામા આવશે આવી વાતો કરતા હતા ત્યારે જ ડોર બેલ વાગ્યો !
ધારા : કોણ હશે આ સમયે !
રોહન : ધારા હું જોવ છું કે કોણ છે તું અનીશા સુઈ ગઈ છે તો રૂમમાં સુવડાવી દે.
રોહને જઈ દરવાજો ખોલ્યો. રોહન પોતાની લાડકી બહેન ને જોઈ ને
રોહન( આશ્વર્ય સાથે ) : રાહિ તું આ સમયે ? બધુ બરાબર તો છે ને ?
રાહિ : હા ભાઈ બધુ બરાબર છે આતો હું સરપ્રાઈઝ આપવા માટે આવતી હતી અને બસમાં મોડી પહોંચી.
રોહન : ખુબ સરસ મારી તોફાની બહેના ! તું આરામ કર કાલે સવારે મમ્મી પપ્પા અને ભાઈ ભાભીને મળી લેજે.
ધારા (રાહી ને જોતા) : કેમ છો રાહી બેન ? કેમ ચાલે છે તમારી સ્ટડી ?
રાહી : ખુબ સરસ અને તમને આને ભાઈ ને ખુબ અભિનંદન ! ક્યાં છે અનિશા ?
ધારા : અનિશા સૂઈ ગઈ છે. તમે પણ તમારા રૂમમાં આરામ કરો.
રાહી : હા ભાભી
ત્યાર પછી ધારા અને રાહી બંને પોતપોતાની રૂમમાં જાય છે. ધારા અનિશાની બાજુ માં સૂઈ જાય છે.
આ બાજુ રાહી સૂતા વિચારે છે હવે તો અનિશા પણ આવી ગઈ. જાણે હવે મારી જગ્યા એ લઈ લેશે આ ઘરમાં પહેલા ભાભી એ લીધી અને હવે આ અનિશા. ના ના હું આવું નહીં થવા દવ. હવે હું એવું કરીશ કે મારી જગ્યા લેવાની કોઈ હિંમત પણ ના કરે. આવુ વિચારતા રાહીના ચહેરા પર એક અકળ હાસ્ય આવે છે.
ત્યાર બાદ રાહી કોઈકને ફોન કરે છે.
રાહી : હલ્લો ! તું જલદી જ અમદાવાદથી વડોદરા આવી જા. થોડા દિવસમાં જ અનિશાનું કામ તમામ !
રાહી ખડખડાટ હસીને ફોન મૂકીને સૂઈ ગઈ.
ક્રમશ:
