STORYMIRROR

papa ni dhingali

Crime Inspirational Others

3  

papa ni dhingali

Crime Inspirational Others

એક નવી દિશા - ૨

એક નવી દિશા - ૨

2 mins
145

આજે મહેતા પરિવારમાં ખુશીનો માહોલ છે. સરિતા બેન અને પરાગ ભાઈ ધુમધામથી નામકરણ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા છે. બધા મહેમાનોથી મહેતા નિવાસ મહેકી ઉઠ્યું છે.

ધારા અને રોહન પણ પોતાની લાડકી દીકરી સાથે આવેલા મહેમાનોને આવકાર્યા અને પ્રસંગની મજા લઈ રહ્યા છે. ત્યાં જ પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ધારા અને રોહનને નાનકડી પરીને લઈને પૂજા કરવા માટે બોલાવે છે. પૂજા પુરી થતાં જ બંને પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ને પોતાની લાડકી દીકરીની કુંડળી જોવા કહે છે.

પંડિત ઓમકારનાથ: રાશિ મુજબ આ દીકરીનું નામ અનિશા રાખવું જોઈએ.

ધારા અને રોહન: હા આજથી આપણી પરીનું નામ અનિશા છે.

સરિતા બેન : મારી લાડકવાયી દીકરી અનિશા..

પંડિત ઓમકારનાથ : કુંડળી મુજબ આ દીકરી નું ભવિષ્ય ખુબ જ ઉજ્વળ છે આ દીકરી આખા પરિવારનું નામ રોશન કરશે પણ...

ધારા અને રોહન : પણ શું પંડિત જી ? જે હોય તે સ્પષ્ટ જણાવો.

પંડિત ઓમકારનાથ : બધી રીતે સુખી અને સમૃદ્ધ જીવન છે આ દીકરીનું પણ આયુષ્ય કેવળ ૨૦ વર્ષ સુધી છે.

પંડિત ઓમકારનાથ શાસ્ત્રીની આ વાત સાંભળીને વાતાવરણમાં ખુશીને બદલે સુનકાર ફેલાઈ જાય છે.

ધારા : પંડિત જી આપ મહાજ્ઞાની છો આપના પર મને આને મારા પરિવારને આસ્થા છે પરંતુ મારી લાડકવાયી દીકરીનું ભવિષ્ય આવું કેમ? મારી લાડકવાયી લક્ષ્મીનો શું દોષ ?

આ સમસ્યાનો ઉકેલ તો હશે જ ને ?

પંડિત ઓમકારનાથ. : દીકરી આ બધું ભગવાનની લીલા છે. આપણે બસ એના સંદેશાવાહક છીએ.

આમ કહી પંડિત ઓમકારનાથ શાસ્ત્રી મહેતા નિવાસમાંથી વિદાય લે છે અને ધીમે ધીમે બધા મહેમાનો પણ વિદાય લે છે.

હવે મહેતા નિવાસમાં માત્ર ધારાના ધીમા ડૂસકાં સંભળાય છે અને રોહન તેને શાંત કરી દિલાસો આપે છે.

સરિતા બેન અને પરાગ ભાઈ બાળકી ને‌ રોહનના હાથમાં સોંપી વિલા મોઢે પોતાના રૂમમાં જાય છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime