એક નવી દિશા - ૧૭
એક નવી દિશા - ૧૭
એક રૂમમાં અનિશા બેભાન પડી હતી. થોડીક ભાનમાં આવ્યા પછી પોતાના શરીર પર જોવે છે જ્યાં ત્યાં બસ મારના નિશાન જોઈ આંખમાં આંસું આવી જાય છે પણ અનિશા વિચારો ખંખેરી ને અનિશા બહાર જાય છે.
અનિશા : આન્ટી લાવો હું આ કામ કરી નાખું તમે આરામ કરો.
પાયલ(તોછડાઈ થી) : હા આવી કામ કરવાવાળી !
ક્રિષ્ના : હા ભાભી ! મા ને ભરખી ગઈ અને હવે આપણને ભરખવા આવી છે.
અનિશા (રડતા રડતા) : આન્ટી મેં કાંઈજ નથી કયું મમ્મી ને
પાયલ(ગુસ્સામાં) : બસ હવે નાટક ના કર.
સાવન અને દિપ ત્યાં આવે છે અને કહે છે.
સાવન : મમ્મી મારે ૫૬% આવ્યા
દિપ : મારે ૪૫%
પાયલ અને ક્રિષ્ના (અનિશા સામે જોઈ ને) : અને આ અપશુકનિયાળ ને ?
દિપ(નિરાશ થઈ) : મમ્મી એને ૯૫% આવ્યા છે.
પાયલ અને ક્રિષ્ના : ભલે તો પણ આ આગળ નહીં ભણે
અનિશા : પણ આન્ટી કેમ ?
પાયલ અનિશાના ગાલ પર એક તમાચો મારી ને
પાયલ અને ક્રિષ્ના: તું ભણવા જઈશ તો ઘરના કામ કોણ કરશે ?
અનિશા (રડતા રડતા) : પણ આન્ટી હું બધું જ કામ કરીને જઈશ.
ક્રિષ્ના : ના તું નહીં જાય બસ !
અનિશા : પણ મારી ભૂલ શું છે? મારે ભણવું છે આન્ટી પ્લીઝ !
ક્રિષ્ના : કારણ કે સાવન અને દિપ આ ઘરના દીકરા છે અને તું દીકરી અમે તારી પાછળ ખર્ચ કરીએ તો પણ તું પારકી થાપણ કહેવાય. તુ અમને કમાણી નથી આપવાની.
પાયલ : હા સાચું છે દિપ સાવન જાવ અને તમારા ફોમ ભરવા લાગી જાવ.
દિપ અને સાવન: પણ ડોનેશન આપવું પડશે
ક્રિષ્ના: એની ચિંતા ના કરો બસ તમે ભણવા લાગો.
દિપ અને સાવન: હા મમ્મી.
પાયલ : એય અપશુકનિયાળ જા તું તારું કામ કર આવી જ જાય પોતાનું મોઢું બતાવવા.
અનિશા રસોડામાં જાય છે થોડીક વાર પછી ત્યાં વિકાસ અને પદિપ આવે છે ગમગીન ચહેરે.
પાયલ અને ક્રિષ્ના : શું થયું? અચાનક કેમ આ સમયે આવ્યા ? શું થયું કેમ આવા ચહેરા છે?
વિકાસ : ભાભી ! પરાગ કાકા અને સરિતા કાકીનો અકસ્માત થયો અને હવે તેઓ આપણી વચ્ચે નથી.
પાયલ અને ક્રિષ્ના : શું !
પદિપ : હા અને ગંભીર અકસ્માત ને કારણે અંતિમ સંસ્કારની વિધિ શકય નથી.
અનિશા અંદરથી આ સમાચાર સાંભળીને ખળભળી ઊઠે છે.તે રડવા માંગતી હતી પણ બધાની હાજરીમાં રડી નથી શકતી ! રોહન ને આ સમાચાર આપવામાં આવે છે અને રોહન જલદી અહિયાં આવવા નીકળે છે. અનિશા આ સાંભળીને થોડીક ખુશ થાય છે તે વિચારે છે કે પાપા આવશે ત્યારે હું એમને કહીશ કે મને સાથે લઈ જાય અને પછી હું ભણીશ ..અનિશા ફરી રસોડામાં જતી રહે છે.પાયલ અને ક્રિષ્ના પાછળથી જાય છે રસોડામાં.
પાયલ(અનિશાને ડરાવતા ) : જો અપશુકનિયાળ ! સાંભળ કાન ખોલીને તારો બાપ આવે તો એને તું કાંઈજ નહીં કહે.
ક્રિષ્ના (અનિશાની ડોક પર ચાકુ મૂકતાં ): અને જો કહ્યું તો તને અને તારા બાપને મારતાં વાર નહીં લાગે.જેમ તારા દાદા દાદી ને માર્યા.
બંને ખડખડાટ હસવા લાગે છે. પરાગ ભાઈ અને સરિતા બેનનો ગંભીર અકસ્માત પાયલ અને ક્રિષ્નાએ કરાવ્યો હોય છે.
અનિશા(ડરતાં ડરતાં) : ના આન્ટી હું પાપા ને કાંઈજ નહીં કહું તમે બસ પાપાને કાંઈજ ના કરતા પ્લીઝ !
પાયલ : હા તો તું કાંઈજ નહીં કે તારા બાપને !
ક્રિષ્ના: હા શંકા પણ ના થવી જોઈએ.
અનિશા : હા આન્ટી.
પાયલ અને ક્રિષ્ના જતા રહે છે. એમના જતા જ અનિશા ખુબ રડે છે. અનિશા વિચારે છે કે પાયલ અને ક્રિષ્ના આન્ટી સાચે પાપાને નુકસાન કરશે ? ના ના હું એમને નહીં કહું કાંઈજ.પાપા મમ્મા તમે મને મૂકીને કેમ ગયા ? અનિશાને ખુબ તાવ ભરાઈ જાય છે.
ક્રમશ:
