એક નવી દિશા - ૧૬
એક નવી દિશા - ૧૬
સરિતા બેન અનિશાને રડતી શાંત કરે છે અને ઘરે લઈને આવે છે. દિપ અને સાવન સાથે અનિશા રમવા લાગી જાય છે એટલે સરિતા બેન રાહતનો શ્વાસ લે છે. તેઓ રોહનને આ વાત જાણાવવા ફોન કરે છે.
રોહન : હલ્લો મમ્મી !! કેમ છો ? મારી લાડકવાયી દીકરી અનિશા કેમ છે ? મારી પ્રિન્સેસ હેરાન નથી કરતી ને ? ઘરે બધા કેમ છે ? પપ્પા કેમ છે ?
સરિતા બેન : હા મારા દીકરા. બધા ઠીક છે. હું પણ ઠીક છું.
તું કેમ છે ?
રોહન : હું મજામાં. મારી પ્રિન્સેસ કેમ છે ?
સરિતા બેન : હા ઠીક છે તને બહુ યાદ કરે છે.
રોહન : હા મમ્મી મારે કામ પતશે એટલે હું જરૂર આવીશ.
સરિતા બેન : હા દીકરા. લે તારી પરીને આપું ફોન
રોહન : હા મમ્મી
અનિશા : હલ્લો પાપા આઈ મિસ યુ !! તમે મને લીધા વગર કેમ જતા રહ્યા હતા ?
રોહન : મારી પ્રિન્સેસ !! કેમ છે મારી ઢીંગલી ? આઈ મિસ યુ ટુ
અનિશા : મસ્ત
રોહન : સારૂ મારી પરી હું આવીશ ત્યારે તારા માટે ચોકલેટ અને બાબીડોલ લાવીશ.
અનિશા (ખૂશ થઈ ને) : ઓકે પાપા. લવ યુ
રોહન : લવ યુ મારા બચ્ચા
અનિશા સરિતા બેનને ફોન આપી રમવા જતી રહે છે. સરિતા બેન રોહન સાથે વાત કરી ફોન મૂકે છે. સરિતા બેન અનિશાને ખુશ જોઈને રાજી થાય છે. પરાગભાઈ આવી ને પોતે અને સરિતા બેન ચાર ધામની યાત્રા કરવા જવાના છે તે જણાવે છે. સરિતા બેન આશ્ર્ચર્યથી એમને જોઈ રહે છે અંતે ક્રિષ્ના અને પાયલના સમજાવવાથી જવા માટે તૈયાર થાય છે. બે દિવસની તૈયારી અંતે પરાગભાઈ અને સરિતા બેન ચારધામની યાત્રા એ જાય છે.
થોડાક દિવસ સુધી બધું ઠીક ચાલે છે પણ પરાગભાઈ અને સરિતા બેન ના જતા જ પાયલ અને ક્રિષ્ના પોતાનો અસલી ચહેરો બતાવવા લાગે છે. વાતવાતમા અનિશા પર ગુસ્સો કરવો, તેને જમવા ન આપવું, હાથ ઉપાડી દેવો આ બધું થવા લાગે છે. અનિશા એક નાનકડુ ફૂલ આ બધું સમજી શકે તે ઉંમર પહેલાં જ આ દુઃખ એના પર આવી ગયા હતા. અનિશા ના કુમળા શરીર પર હવે મારના લાલચટ્ટક નિશાન જોવા મળે છે મુસ્કાન ને બદલે ઉદાસ ચહેરો. અનિશા હવે ધીમે-ધીમે સહન કરવા લાગે છે અને ઘરનું બધું જ કામ કરવા લાગે છે.
એક દિવસ એક વાત માટે દિપ અને સાવન અનિશા પર કોઈક કારણસર ગુસ્સે થાય છે
દિપ(ગુસ્સામાં) : ઓય તને ખબર નથી પડતી કેટલી વાર કીધું છે કે તારે મારો ફોન નહીં અડવાનો
સાવન (ગુસ્સામાં) : હા ભાઈ છે જ યુઝ લેસ આ
પાયલ : હા જા અને તારું કામ કર અહીં આવી ગઈ અપશુકનિયાળ !
અનિશા (રડતા રડતા): પ્લીઝ આન્ટી ! મારો કોઈ વાંક નથી ! ઘરનું બધું જ કામ મેં કરી નાખ્યું છે.
ક્રિષ્ના: તો ઉપકાર કરે છે અમારા પર ?
અનિશા (રડતા રડતા) : ના આન્ટી બસ મને ભૂખ લાગી હતી એટલે મેં બે દિવસથી કાંઈ જ નથી ખાધું
પાયલ : આજે પણ તને નહીં મળે જમવાનું મારા દીકરાને હેરાન કયો તે એટલે.
અનિશા : આન્ટી મેં કાંઈજ નથી કર્યું પ્લીઝ મને જમવાનું આપો.
અનિશા ખૂબ જ રડે છે પાયલ અને ક્રિષ્નાના પગ પકડીને માફી માંગે છે. થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના કિટ્ટી પાર્ટીમાં જતા રહે છે. દિપ અને સાવન અનિશાના રૂમમાં જઈ ને બેલ્ટ થી અનિશા ને ખુબ મારે છે અને જો કોઈ ને કહશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપે છે અનિશા ખુબ ડરી જાય છે અને રોહન ને યાદ કરી ને રડે છે.
અનિશા (મનમાં) : પાપા તમારી ઢીંગલીની હાલત જોવો. પાપા મને બહુ દુ:ખે છે. મમ્મા ક્યાં છે ? મમ્મા મને બહુ દુ:ખે છે. હું અપશુકનિયાળ છું ? પાપા !!
અચાનક અનિશા બેભાન થઈ જાય છે અને એક ખૂણામાં પડી જાય છે.
