STORYMIRROR

papa ni dhingali

Romance Others

3  

papa ni dhingali

Romance Others

એક નવી દિશા - ૧૫

એક નવી દિશા - ૧૫

2 mins
206

રાહી બધા સબૂત જોઈને ચોંકી જાય છે. આકાશ અને ધ્યાના રાહી વિરુદ્ધ પુરાવા મહેતા પરિવારને બતાવે છે. રાહી ગુસ્સામાં આવીને આકાશ અને ધ્યાના વિશે ખરાબ ખરાબ બોલે છે. ધ્યાના બધાને પોતે અને આકાશ એકબીજાના મિત્રો છે તે જણાવે છે. રોહન અને પુરો મહેતા પરિવાર રાહીની સચ્ચાઈ જાણીને આશ્ચર્ય અને ગુસ્સાથી રાહીને જોઈ રહ્યો છે. રાહી પોતાની હકીકત બહાર આવી જાતા નીચું જોઈ જાય છે.

પરાગ ભાઈ (ગુસ્સામાં આવીને રાહી ને એક થપ્પડ મારી) : રાહી ! આ બધું શું છે ?

સરિતા બેન : હા દીકરી ધ્યાના અને આકાશ કહે છે તે ખોટું છે ને ?

પરાગ ભાઈ (ગુસ્સામાં) : મરી ગઈ દીકરી ! મરી ગઈ રાહી !

સરિતા બેન: રાહી કાંઈક તો બોલ !

આકાશ (ગુસ્સામાં) : રાહી મને શરમ આવે છે કે તું મારી પત્ની છે. તે મારી ધારા દિ ને મારી નાંખી.

રોહન (રડતા રડતા રાહી ને એક થપ્પડ મારી ને) : રાહી મેં શું બગાડ્યું હતું તારું કે તું બેન થઈ પોતાના ભાઈનું ઘર ભાંગી નાખ્યું ? મેં શું બગાડ્યું હતું તારું ? મારી લાડકવાયી અનિશાએ શું બગાડ્યું હતું તારું કે તું એને એની માતાથી દૂર કરી દીધી ? મારી ધારા એ શું બગાડ્યું હતું તારું ? મમ્મી પપ્પા શું બગાડ્યું હતું તારું કે તું એમની વહુ ને દૂર કરી દીધી ?

આકાશ એ શું બગાડ્યું હતું તારું કે તે એની બહેન છીનવી લીધી ? અને હવે અનિશા ને દૂર કરવા ઊભી થઈ આ માસુમ એ શું બગાડ્યું હતું તારું ?

રાહી : બસ‌ ભાઈ બસ ! તમે બધા સાચા અને હું ખોટી એવું નથી. હું ધારા ભાભી ને નફરત કરુ છું. મારે ઘરમાં સ્વરા ને ભાભી તરીકે લાવવી હતી પણ ભાઈ ધારાને ઘરમાં લાવ્યા મને એમ કે મમ્મી પપ્પા ધારાને નહીં અપનાવે પણ મમ્મી પપ્પા એ એમને પોતાની દીકરીની જેમ અપનાવી લીધી. અને મહેતા પરિવાર મને ભૂલી ગયો. ભાઈ પપ્પા અને મમ્મી તમારી સજા ધારા અને અનિશાને મળી.

આકાશ : હવે પોલીસ જ તને સીધી કરશે.

રોહન : હા આકાશ કર પોલીસને ફોન. ‌ધારાના ગુનેગારને હું સજા જરૂર અપાવીશ.

પરાગ ભાઈ અને સરિતા બેન: હા દીકરા રાહી ને પોતાના કામની સજા જરૂર મળશે.

આકાશ પોલીસ બોલાવે છે અને રાહી ની ધરપકડ કરવામાં આવે છે. મહેતા નિવાસમાં શોક અને શાંતિ છવાઈ જાય છે. આકાશ ધ્યાનાનો પરિચય આપે છે અને મહેતા પરિવાર ધ્યાનાનો આભાર માને છે. રોહન ધ્યાનાનો આભાર માને છે. થોડાક દિવસ પછી ધારાની વરસી પછી ધ્યાના અને આકાશ મહેતા નિવાસમાંથી વિદાય લે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance