એક નવી દિશા - ૧૦
એક નવી દિશા - ૧૦
રોહન અનિશાને સ્કૂલમાં મૂકીને ઓફિસ જવા માટે નીકળે છે ત્યાર પછી રોહનના ગયા પછી એક ૨૩ વર્ષીય યુવાન બહાર નીકળી કોઈકને ફોન કરે છે અને કહે છે કે
યુવાન: હલ્લો રાહી મેડમ. તમે જેમ કહ્યું હતું તેમ અનિશા અને રોહન મહેતા પર નજર રાખું છું.
રાહી : હા કિશન .કઈ સ્કૂલમાં છે.
કિશન : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં.
રાહી: ઓકે. મને ફોટો મોકલ અનિશાનો.
કિશન : ઓકે મેડમ.
કિશન અનિશાનો ફોટો પાડી ને રાહી ને મોકલે છે. રાહી અનિશાના ફોટાને જોઈને અકળ હાસ્ય કરે છે ત્યાં આકાશનો અવાજ સંભળાય છે.
આકાશ : રાહી હું તને ક્યારનો બોલાવું છું ક્યાં ધ્યાન છે તારું ?
રાહી (ગુસ્સામાં): જે હોય તે સ્પષ્ટ જણાવ. મારે કામ છે.
આકાશ: હું આજે લેટ થઈશ.
રાહી (ગુસ્સામાં): હા તારે આ રોજનું થયું છે. સીધેસીધુ કહી દેને કે તને હવે મારામાં રસ નથી.
આકાશ (શાતી થી): જો રાહી હું તારી સાથે ઝગડો નથી કરવા માંગતો.
રાહી (ગુસ્સામાં): હા હું જ ઝગડો કરું છું.
આકાશ : તારી સાથે વાત કરવી જ ખરાબ છે બાય.
રાહી: હા હું જ ખરાબ. મને ખબર છે કે તને હવે મિસ.માથૉમાં રસ છે એટલે જ તું ઘરે મોડો આવે છે .
આકાશ : રાહી ત્યાં હું કામ કરવા જાવ છું બાકી તો તને જે લાગે તે ઠીક.
રાહી: હા ખબર છે મને બધી.
આકાશ ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે અને ઓફિસ જતો રહે છે. આકાશ ઓફિસ જઈ ધારાના ફોટાને જોતા જ રડવા લાગે છે.
આકાશ: ધારા ધારા મારી લાડકવાયી બેન ! મને ખબર છે કે તારા ખુની કોણ છે, મારું વચન છે તને તારા ગુનેગારને સજા જરૂર અપાવીશ અને તારી અનિશાનું ધ્યાન રાખીશ.
(ધારાના અંતિમ સંસ્કાર વખતે રાહીની વાત સાંભળનાર બીજું કોઈ નહીં પણ આકાશ હોય છે અને રાહી અનિશાને નુકસાન ન કરી શકે એ માટે તે રાહી જોડે લગ્ન કરી એને લઈને અમેરિકા આવી જાય છે જેથી રાહી અનિશાને નુકસાન ન કરે.)
આકાશની સેક્રેટરી: સર તમારે જે ઈન્ટરવ્યુ લેવાના છે તે આવી ગયા છે.
આકાશ: હા તેમને વારા ફરતી મોકલો.
આકાશ ભૂતકાળમાંથી બહાર નીકળી બધાના ઈન્ટરવ્યુ લેવા લાગ્યો. આકાશ બધાના ઈન્ટરવ્યુ લે છે પણ લાયકાત મુજબ ઉમેદવાર નથી મળતા. છેલ્લે એક છોકરી બાકી છે એમ સેક્રેટરી કહે છે. આકાશ કહે છે હા મોકલો.
પિંક કલરનું ટોપ અને વ્હાઈટ જીન્સ્. અણિયાળી આંખો માસુમ મુસ્કાન, પાતળા હોઠ, અપ્સરાને પણ શરમાવે તેવું સોંદર્ય. આકાશ થોડી વાર માટે અપલક નજરે એને જોઈ રહે છે.પછી એને બેસવા કહ્યું.
આકાશ: તમારું નામ ?
ધ્યાના: ધ્યાના અરવિંદ પટેલ.
આકાશ: ઓકે મિસ.ધ્યાના.
આકાશ એને થોડાક સવાલ પૂછે છે અને ધ્યાના એના આત્મવિશ્વાસથી જવાબ આપે છે. આકાશ ધ્યાનાને યોગ્ય ઉમેદવાર તરીકે જાહેર કરે છે અને ધ્યાનાને નોકરી માટે પત્ર આપે છે.
આકાશ : મેં તમને ક્યાંક જોયા છે પણ ખબર નથી ક્યાં ..
ધ્યાના: હા મેં પણ.અરે હા તમે ધારાના ભાઈ સાચું ને ?
આકાશ: હા તમે કેમ ઓળખો ધારા ને ?
ધ્યાના: મારી સાથે ભણતી હતી.
આકાશ : હા ઓકે.
ધ્યાના: કેમ છે તે ?
આકાશ: તે નથી આ દુનિયામાં.
ધ્યાના: સોરી !
આકાશ: ઈટસ ઓકે.
ધ્યાના અને આકાશ છુટા પડે છે. રોહન અનિશાના સ્કૂલનો ટાઇમ પુરો થતા લેવા માટે જાય છે. અનિશાને જોતા જાણે વર્ષો પછી મળતો હોય એમ અનિશાને તેડીને વ્હાલ કરે છે અનિશા પણ પાપા ને જોઈને ખૂબ ખુશ હોય છે. અનિશા થોડીવારમાં જ ઉદાસ થઈ ગઈ એટલે રોહન ઘરે જઈને પૂછીશ એમ વિચારી આઈસ્ક્રીમ ખવડાવી બધા જ બાળકોને ઘરે લાવે છે. અનિશા પોતાનો નવો સ્કૂલ લન્ચ બોક્ષ હોંશેહોંશે બધાને બતાવે છે. રાત્રે અનિશા રોહન પાસે આવી ને બેસે છે અને પૂછે છે કે
અનિશા : પાપા પાપા એક વાત પૂછું ?
રોહન : હા બોલ મારી પરી.
અનિશા : પાપા મારી મમ્મા ક્યાં છે ? તે મારાથી નારાજ છે ? બધા પાસે મમ્મા છે મારી પાસે કેમ નથી ? મમ્મા ને કહોને કે અનિશા તોફાન નહીં કરે.
