એક નારીની વેદના
એક નારીની વેદના


એક છોકરી પરણીને સાસરે આવે છે અને પારકાં ને પોતાના બનાવી દે છે પણ આખી જિંદગી એ તો પારકી જ રહે છે. જે વ્યક્તિ નો હાથ પકડી આવી હોય છે અને બધાંજ સમર્પણ પછી પણ એ વ્યક્તિ એનો નથી થતો. ખરાબ સમય આવે પત્ની નોકરી અને ઘર અને બાળકો ને મોટા કરવા જાત ઘસી નાખે અને સારો સમય આવતાં જ પુરુષ એ સ્ત્રીની કદર ભુલીને નાની નાની વાતમાં ટણી અને ગુસ્સો કરી માનસિક પરેશાન કરે છે અને ખરાબ સમયમાં જે સગાં વહાલાં સામું પણ નહોતા જોતા એ વ્હાલા લાગે છે અને પછી એ સ્ત્રીની ભાવનાઓની અવગણના કરે છે અને એની મજાક મશ્કરી કરે છે એ ભુલી જાય છે કે આ હતી તો આજે ઘર છે? બસ જવાબદારીમાંથી હાથ ધોઈ નાંખે છે અને સતત એ સ્ત્રીની ઉપેક્ષા કરે છે ક્યારેય એની ખુશી માટે કંઈ કરુ એવું પણ વિચારી શકતો નથી.