Swati Dalal

Drama

4  

Swati Dalal

Drama

એક મુલાકાત

એક મુલાકાત

4 mins
447


અવની પોતાની નાનકડી બેગ પકડીને સ્ટેશન તરફ દોડી, મુંબઈનો ટ્રાફિક. આજે તો લેટ જ થઈ જાત. અવની એમ.બી.એ કરીને મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતી હતી. કંપનીનું હેડક્વાર્ટર મુંબઈમાં હોવાથી મહિનામાં એક વાર તેને મુબઈ જવું પડતું. પ્રેઝન્ટેશનમાં મોડું થઈ ગયું હોવાથી તે ઝડપથી સ્ટેશને પહોંચી. તેને અમદાવાદ પહોંચવાનું હતું, પ્લેટફોર્મ નંબર જોઈને તે ટ્રેનમાં ચડી..અને હાશ કરીને બેસી ગઈ, સામે નજર કરી તો સામેની સીટ ઉપર ગુજરાતી ફેમીલી.

આમ તો અવની ખૂબ વાતોડીયણ...અવની એ નાનકડી સ્માઈલ આપી, મમ્મી-પપ્પા અને દીકરો. અવનીએ પોતાનો સામાન ગોઠવ્યો અને શાંતિથી બેઠી. તેની નજર ફરીથી સામેની સીટ પર ગઈ,ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલા આંટી તેની સામે તાકી રહ્યા હતા.અવની સાથે નજર મળતાં જ તેમણે વાત શરુ કરી. અમદાવાદ જાવ છો ? અવનીએ કહ્યુ,"હા ! મુંબઈ ઓફિસના કામ માટે આવી હતી પાછી જાઉં છું ઘરે... આંટી પણ વધારે બોલકણા હતા,તેમણે કહ્યું ,"અમે મુંબઈમાં જ રહીએ છીએ રિલેટિવ ને મળવા અમદાવાદ જઈએ છીએ. કોઈ વાત કરવાવાળુ મળ્યું,તેથી અવની ને મજા પડી ગઈ તેને થયું,આજે ટ્રેનમાં એકલું નહીં લાગે મજા આવશે.

તેણે પણ વાતો ચાલુ કરી દીધી, ધીરે ધીરે બધું જ પૂછી લીધું. સામે આંટી એ પણ તેને પૂછવાનું શરૂ કરી દીધું.આમ વાતચીતનો દોર શરૂ થઈ ગયો, તેમણે પોતાનું નામ રૂપાબેન કીધું અને પુત્ર નું નામ યુગ ! આખું કુટુંબ જ બોલકણુ હતું બધા એ એકબીજા સાથે વાતો શરૂ કરી દીધી. યુગ સી.એ.હતો જે એક પ્રાઈવેટ ફર્મમાં જોબ કરતો હતો.. તેણે અને અવનીએ પોતાના કામકાજ ને લગતી ઘણી વાતો કરી,જેમાં થોડીકવાર પછી અંકલે પણ ઝંપલાવ્યુ.. ઘણીવાર પછી અવનીને યાદ આવ્યું કે, તેણે બપોર પછી કંઈ ખાધુ જ નથી ! ભૂખ લાગી હતી, તેથી તેણે બેગમાંથી પેક કરેલી સેન્ડવીચ નીકાળી,આ જોઈને રૂપાબેને કીધું અવની તું અમારી સાથે જ જમી લે. જો હું બધું જ ખૂબ જ સરસ બનાવી લાવી છું, ચલ તો મૂકી દે સેન્ડવીચ અને અવનીએ જરાય આનાકાની ન કરી અને બધા ભેગી સરસ મજાના થેપલા અને સૂકી ભાજી ખાવા લાગી. જાણે એક આખું કુટુંબ પ્રવાસે નીકળી હતુ. જમ્યા બાદ બધું સમેટવા માટે યુગે મદદ કરી થોડીક વારમાં બધું સાફ થઈ ગયું.

હવે થોડી ઓળખાણ વધવાથી રૂપાબેન ને અવની ખુલીને વાત કરવા લાગ્યા રૂપાબેને જણાવ્યું કે તેમના પતિ ના એક મિત્ર અમદાવાદમાં રહે છે જેમની પુત્રી ખૂબ જ સારી ફર્મમાં કામ કરે છે. અવી કે એવું કંઈક નામ છે.. યુગ માટે અમે અવીને જોવા અમદાવાદ જઈએ છે, આ વાત પર યુગ ત્રાંસી આંખે પોતાની મા સામે જોવા લાગ્યો જાણે કહેતો હતો બધી જ વાતો કહી દેવી છે.?..આ જાણીને અવનીએ પણ વાતનો દોર સંભાળ્યો શું નામ છે અંકલના મિત્રનું ? હવે અંકલ બોલી ઉઠયા, "રમણીક શાહ નામ છે.". ઘણા વર્ષથી અમદાવાદમાં રહે છે." અમદાવાદમાં કયાં? "અવની એ પૂછ્યું ? નારણપુરા ,કદાચ હે ને ! યુગ ? યુગે હા કહી.. રૂપાબેન અને અવની ત્યારબાદ અમદાવાદમાં શોપીંગ અને બે દિવસમાં ફરી શકાય તેવી જગ્યાઓ વિશે વાત કરવા લાગ્યા. બંને ને ખૂબજ આનંદ આવ્યો.. વાત કરતા અવની એ પૂછ્યું શું તેઓને ખબર છે ?તમે જ્યાં જાવ છો ? તરતજ રૂપા બેન બોલી ઉઠયા કે તેમની દીકરીને આ વાત ની ખબર નથી,અમે તો ખાલી મળવાના બહાને જઈશું. જો બાળકો એકબીજા ને પસંદ કરે તો ભયોભયો... તે તમે અવી ને જોઈ છે ખરી ? અવની એ પુછ્યું? ના ખાલી વાતો જ સાભળી છે.. કહી હસ્યા..ચલો સરસ કહી અવની એ સૂવા માટે તૈયારી કરી.

રૂપાબેને કહ્યું," અવની ! આજે તારી સાથે વાતો કરીને ખુબ આનંદ થયો.. તું ફરી મુબઈ આવે તો મારા ઘરે જરૂરથી આવજે.. કહી યુગ પાસેથી તેનું કાડૅ લઈ અવનીને એડ્રેસ માટે આપ્યું..અને બધા સૂતા. વહેલી પરોઢે અમદાવાદ આવ્યું.. સ્ટેશન પર બધા છૂટા પડ્યા.. અવની પાર્કિંગ તરફ વળી. તેણે પોતાની કાર ત્યાં જ રાખી હતી,જેથી વહેલી સવારે ઘરે જવામાં સરળતા રહે.

કાર લઈ બહાર નીકળતા જોયુ કે રૂપાબેન ને હજી રિક્ષા મળી ન હતી..વહેલી સવાર હતી અને રિક્ષાવાળા પણ ઝટ આવવા તૈયાર ન હતા. તે ત્યાં પહોંચી ગઈ કહ્યું ,"ચાલો હું મૂકી જાઉ નજીક માં જ રહું છું. આનાકાની કરતાં બધા ગોઠવાઈ ગયા.. અવની ને વ્યવસ્થિત રીતે કાર ચલાવતા જોઈ રૂપાબેનને આનંદ થયો.. કદાચ તેમને આવી જ પુત્રવધુ જોઈતી હતી. થયું કે ઊતરતાં જ અવની નો મોબાઈલ નંબર લઈ લઈશ. પછી બધી વાત. નારણપુરા નજીક આવતા અવની એ ફરી એકવાર એડ્રેસ પુછ્યું. અને થોડી વારમાં એક બેઠા ઘાટ ના બંગલા પાસે ગાડી ઊભી રહી. લો,આવી ગયું.! અવની નો આભાર માનતા બધા બહાર આવ્યા. અવની પણ સાથે જ બહાર આવી અને તેણે બંગલાનો ગેટ ખોલ્યો. અને અંદર જઈ ઊભી રહી.

તેણે હસીને બધા સામે નજર કરી કહ્યું,"આવો હું જ છું અવી રમણીક શાહ ! આ મારું જ ઘર છે.. અને ત્રણેય આશ્ચર્ય પામ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama