એક કથા
એક કથા
એન્જિનિયર માસ્ટર ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયેલો લોકેશ..જિંદગીમાં પરિશ્રમથી કંઈક બની બતાવવામાં અને વિધાતાએ લખેલા છઠ્ઠીના કલમ થી કાગળના લેખ બદલવામાં માનતો હતો.
કોલેજમાંથી જ સાથે ભણતી આનલ ને ખુબ પ્રેમ કરતો હોય છે અને આનલ પણ લોકેશની પ્રેરણામૂર્તિ હતી આનલ. આનલ નો પ્રેમ જ લોકેશ ની દુનિયા સામે લડવાની તાકાત હતી.
લોકેશે અલગ અલગ સર્કિટ બનાવી ને નામનાં મેળવી હતી અને ઈસરો માં પણ નોકરી કરતો હતો.
આનલ અને લોકેશ ના લગ્ન લેવાયાં અને હાથે મીંઢોળ બંધાયાં અને આનલ બ્યુટી પાર્લર માં તૈયાર થવા ગઈ અને સીડીમાં પગ લપસ્યો અને માથામાં ખુબ ઈજા થઈ એ બચી શકી નહીં.
આ આઘાતમાં લોકેશ જતો રહ્યો અને નોકરી છોડી દીધી અને સર્કીટ બધી તોડીફોડી નાંખી અને હતાશામાં ઉતરી ગયો.