The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

એક કપ ચા તારી યાદમાં

એક કપ ચા તારી યાદમાં

1 min
393


અનિતાના લગ્નનો હજી એક જ મહિનો થયો છે. અનિતા એક નાના ગામમાંથી આવે છે. અને તેના લગ્ન જેની સાથે થયા હતા તે છોકરો શહેરમાં રહેતો હતો. બંને એકબીજાને પ્રેમ તો કરતા હતા. છતાં બન્ને અલગ-અલગ શહેરમાં રહેતા તેના લીધે તેમના વિચારોમાં અંતર આવતો હતો. અનિતા અંતરને દૂર કરવા માટે તેનાથી બનતા બધા જ પ્રયત્નો કરતી. અને તે આ પ્રયત્નમાં તે સફળ પણ થઈ. 

 અનિતાએ અંતરને દૂર કરવા માટે ખૂબ જ સરળ ઉપાય શોધી લીધો હતો. નિલેશ ને ચા પીવાની ખૂબ જ આદત હતી. તે રાતે સૂતા પહેલાં પણ ચા પીતો હતો. નિલેશ દિવસમાં ૯ થી ૧૦ કપ ચા પીતો. 

 અનિતાએ જીવનમાં એક પણ વખત ચા નથી પીધી. અનિતા એ પહેલી વખત ચા નીલેશના સાથે જ પીધી. ત્યાં સુધી તો અનિતા એ ચાનો સ્વાદ પણ નહોતો ચાખ્યો. અનિતાએ તેના અને નીલેશના વચ્ચેનું અંતર દૂર કરવા માટે તેના સાથે સાંજે એક કપ ચા તો પીતી. અને આ સાંજની ચા અનિતા અને નીલેશના વચ્ચેનું અંતર દૂર કરવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે. 

 આજે લગ્નના ૩૦ વર્ષ પછી પણ, નિલેશ ના હોવા છતાં અનિતા આજે પણ સાંજે દરરોજ ગાર્ડનમાં બેસીને એકલતામાં પણ એક કપ ચા તો પીવે જ છે. અને તેની અને નીલેશની બધી જ યાદ એ એક કપ ચાની સાથે જીવી લે છે.


Rate this content
Log in

More gujarati story from Margi Patel

Similar gujarati story from Drama