એક કેમિસ્ટની ડાયરી
એક કેમિસ્ટની ડાયરી
એક નાના શહેરના થોડા મઘ્યમવર્ગી ગ્રાહક મળે તેવા વિસ્તારમાં મારી દુકાન છે. ધંધો એટલો કે બંગલા ન બંધાય,પણ ખર્ચા કાઢીએ અને પરીવાર નું ભરણ પોષણ થાય.. આવા સંજોગો માં દાન પુણ્યની તો વાત ન થાય પણ, દુખિયાના દુઃખની વાતો ય સાંભળો તો તેમનું દુઃખ ઓછું થાય.
એક રવિવારની બપોર હતી. પ્રખર તાપને લીધે ચહલપહલ ઓછી હતી. બપોર ના બે વાગ્યા નો સમય હતો, દવાખાનું બંધ કરીને અમારા સહાયક ભાઈ પ્રવીણ પણ હમણાં જ ગયા, વાતાવરણમાં શાંતિ અને રસ્તા પર સુનકાર હતો. એવામાં એક યુવાન સ્ત્રી દેખાવમાં સુંદર,ઘાટીલી પણ વસ્ત્રો માં ગરીબી દેખાય, ચહેરા પર ચિંતા અને લાચારી સાથે દવાનું પ્રિસ્ક્રિપ્શન મને આપ્યું. અને બોલી.,'ભાઈ આ દવા કેટલા રૂપિયાની થશે ? હું બપોરે ભોજન લેવાનો સમય હતો અને હિસાબ પણ કરવામાં વ્યસ્ત હતો એટલે થોડીક તોછડાઈથી કહ્યું..' આ તે કાંઈ સમય છે ?'
જલ્દી આપો મને મોડું થાય છે.. તેણે મૌન લાચાર હાથે કાગળ મને આપ્યો.
મેં કોમ્યુટર માં જલ્દી જલ્દી જોઈને હિસાબ કર્યોં. 458 રૂ.થાય..જલ્દી આપો.. કાંઈ જવાબ ન મળ્યો એટલે કંટાળા અને ચીડ સાથે મેં તેની સામે જોયું..
' કેમ દવા લેવી છે ? કે પાછી રાખી દઉં ! તેણે આજુ બાજુ નજર કરી, સાવ સૂનકાર રસ્તો હતો, સામે અઝુ ભાઈની દુકાન પણ બંધ હતી, બાકી દરજી ભાઈઓ પણ શટર બંધ કરીને ગયા હતા.
આસપાસના ઘરના દરવાજા પણ બંધ હતા. કોઈ અવાજ પણ નહોતો સંભળાતો. બોલો..બોલો..મેં કહ્યુ.. ' પૈસા તો નથી. તો દવા કેમ આપું ? મને પણ મફત મળે નહીં..'
દયા કરો.! એ બોલી..
મેં કહ્યું.. તમારા જેવાં રોજ કેટલાય આવે છે ! હું આમ ન કરી શકું.
તેણે આજુબાજુ જોયું..અને ધીમેકથી બોલી..' દવાખાનાની ચાવી તમારી પાસે છે ?
મેં કહ્યું ,હા..તો શું ?
તમને મારી સાથે જે કરવું હોય તે કરી લો, હું કંઈ વિરોધ નહીં કરું ! મારુ શરીર નિરોગી અને આકર્ષક છે.. તમને પૂરો સંતોષ થશે.
મારા માટે આ એકદમ જરૂરી છે, દવા લેવી જ છે..
ઓચિંતાનો હું ઝબકી ગ્યો...અરે..અરે.. આ શું બોલો છો !?
તે બોલી" એમાં શું વાંધો ! જો સ્ત્રી થઈને મને વાંધો નથી તો તમને શું વાંધો ? હાલો હાલો જલ્દી કરો..અને મને દવા આપો..
મેં એક પણ શબ્દ બોલ્યા વગર બધી દવા આપી..બે હાથ જોડ્યા અને નિ:શબ્દ રહી,ગલ્લો બંધ કરી.. શટર બંધ કરી, ગમગીન મને બાઈક ચાલુ કરી.
તે પણ બિચારી કાંઈ બોલી નહીં..ફક્ત આંખો જ બોલી... મેં ઉપર આકાશમાં જોયું.. નિશ્વાસ સહિત એક્સીલરેટર વધારી પાછળ જોયા વગર ..ઘેર આવી ગયો.
