એક હાથે..
એક હાથે..
એક હાથે તાળી ન પડે એમ એક હાથે સંબંધ પણ નાં ટકે. વ્યવહાર તો વ્યવહારથી જ ઉજળો બની શકે. કોઈ એકજ વ્યક્તિ સંબંધ માટે ઘસાઈ જાય અને સામેની વ્યક્તિને સહેજ પણ નમવું નાં હોય તો એ સંબંધ એક બોજારૂપ બની જાય છે.
પ્રેમ અને આદર એ આપવાથી વધે છે પણ કોઈ એક જ વ્યક્તિ લાગણીઓ વ્યક્ત કર્યા કરે અને આદર આપે પણ સામેની વ્યક્તિ ને મન એની કોઈ અસર ના હોય તો એવી ભાવનાઓને વ્યક્ત કરવી એ પણ ગુનો બને છે.
દરેક વખતે સંબંધ તૂટવાના કારણો એવાં બહાર આવે છે કે ફલાણી આવી હતી અને તેવી હતી. પણ સંબંધ પણ એક હાથે નથી ટકતાં. બંને પક્ષે જતું કરવાની ભાવના અને મન મોટું રાખવાથી સંબંધ ટકે છે. નહીંતર એ સંબંધનું અધવચ્ચે મરણ થાય છે.
સંબંધો સાચવવા માટે બંને બાજુ સમજદારી અને વિવેક જરૂરી છે. કોઈ એક જ વ્યક્તિ સંબંધનો ભાર ખેંચી શકે નહીં બંને બાજુ એ ભાર, વ્યવહાર નિભાવવાની ક્ષમતા હોવી જોઈએ. નહીંતર આખી જિંદગી બીજાને દોષિત ઠેરવી નાં શકાય. બીજા સામે આંગળી ચીંધીને આપણે આપણી જાતે લાયકાત પૂરાવાર કરીએ છે.
માટે જ સંબંધો બાંધવા સહેલાં છે એને નિભાવવા અઘરાં છે.
