Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Drama


5.0  

Bhavna Bhatt

Drama


એક ગ્રામીણ સ્ત્રી

એક ગ્રામીણ સ્ત્રી

4 mins 295 4 mins 295

એક સ્ત્રી જિંદગીમાં આવીને ઘરને રોશન કરે છે પણ એનાં સમર્પણ ની કદર બહું ઓછાં લોકો કરે છે.

આ વાત છે બત્રીસ વર્ષ પહેલાં ની.

નિલયને ડોક્ટર બનવું હતું પછી જ લગ્ન કરવા હતાં પણ એનાં પપ્પા એ નાનપણથી એકલાં હાથે મોટો કર્યો હતો કારણ કે એ નાનો હતો ત્યારે જ એની મમ્મી ટૂંકી માંદગીમાં પ્રભુ ધામ જતાં રહ્યાં હતાં. નિલય નાં પપ્પા ની પણ હમણાં તબિયત સારી નહોતી રહેતી એટલે એમણે એમનાં જીગરજાન દોસ્ત ની દીકરી જાગૃતિ સાથે લગ્ન કરવાનું કહ્યું જે એક નાનાં ગામડાંમાં મોટી થઈ હતી. બાર પાસ હતી.

નિલયે પપ્પા ને સમજાવવા કોશિશ કરી પણ એમણે કહ્યું કે હું તારાં લગ્ન જોઈને જવું તો મને સંતોષ થાય. .

નિલયે પોતાના પપ્પા ની ખુશી માટે નાછૂટકે હાં કહી.

અને નિલય નાં લગ્ન એક ગ્રામીણ છોકરી સાથે થઈ ગયા.

જાગૃતિ લગ્ન કરીને નાનાં ગામડાંમાંથી એક મોટા શહેરોમાં આવી ગઈ.

લગ્નની પહેલી જ રાત્રે નિલયે કહ્યું કે એનો અભ્યાસ ચાલુ છે અને એને ડોક્ટર બનવું છે.

જાગૃતિ એ કહ્યું સારું તમે ભણજો હું તમને પરેશાન નહીં કરું.

લગ્નનાં થોડાં જ દિવસોમાં નિલય નાં પપ્પા આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા.

નિલયને માથે બધી જવાબદારી આવી ગઈ પણ રૂપિયા હતા એટલે બીજી કોઈ મુશ્કેલી નહોતી.

નિલય દિવસે કોલેજ અને રાત્રે વાંચતો હોય ત્યારે જાગૃતિ નિલયને ચા, નાસ્તો બનાવી આપતી.

અને એક ડાયરી માં બેઠી બેઠી લખ્યા કરતી.

આમ કરતાં નિલય નું સપનું પૂરું થયું એ ડોક્ટર બની ગયો.

એ દિવસે જાગૃતિ એ ઘરમાં સત્ય નારાયણ ની પૂજા રાખી.

નિલયને ખુબ ચીડ ચડતી એ કહે આવું બધું ધતિંગ મને નથી ગમતું. તું હવે ગામડાં ની નહીં શહેરની છો તો શહેરની રીતભાત શીખી લે.

પણ જાગૃતિ તો સીધી સાદી અને સરળ રહીને એક ગ્રામીણ સ્ત્રી જ બની રહી.

નિલયને ખુબ ગુસ્સો આવતો એટલે એ બને એટલો દૂર જ રહેતો એને એનાં ભણતર અને દેખાવડા હોવાનું અભિમાન હતું.

નિલયની પ્રેક્ટિસ ખૂબ સરસ ચાલી અને એક સફળ ડોક્ટર તરીકે ની એની નામનાં થઈ ગઈ.

નિલય અને જાગૃતિ ને બે દીકરીઓ થઈ.

મોટી સ્વાતિ અને નાની શ્રુતિ.

પણ જાગૃતિ શહેરી ફેશનેબલ સ્ત્રી નાં બની શકી.

એટલે નિલય ડોક્ટર ની પાર્ટીઓમાં જાગૃતિ ને લઈને જવાનું ટાળવા લાગ્યો અને દવાખાનામાં જ કામ કરતી ફેશનેબલ પ્રિયા જોડે ભાવનાત્મક સંબંધ બાંધી બેઠો.

જાગૃતિ ને કાને પણ વાત આવી કે નિલય અને પ્રિયાને સંબંધ છે આ બધું સાંભળી ને એણે નિલયને કહ્યું કે છોકરીઓ નાં જીવન પર આની અસર પડે.

માટે તમે બન્ને છોકરીઓ ને મનાલી ભણવા મૂકી દો એટલે ચિંતા નહીં.

વેકેશનમાં આવે ત્યારે એટલો સમય દીકરીઓ ને આપજો

આમ કહીને મા ની મમતા પર પત્થર મૂકી ને બન્ને દીકરીઓ ને મનાલી ભણવા મૂકી દીધી.

હવે ફરી બન્ને ઘરમાં એકલાં પડી ગયાં.

નિલયને તો આખો દિવસ દવાખાનામાં જતો રહેતો પણ જાગૃતિ ઘરનાં કામકાજથી પરવારીને લખવાનું કામ કરતી.

અને નાનપણથી એને શોખ હતો જૂની વસ્તુઓમાં થી કંઈક નવું બનાવતી.

નિલયને તો સમય જ નહોતો કે જાગૃતિ શું કરે છે એ પુછવાનો.

પણ વેકેશન માં આવેલી દીકરીઓ હવે મોટી અને સમજદાર થઈ ગઈ હતી.

એમણે નોંધ કરી કે પપ્પા, મમ્મી વચ્ચે જોઈએ એવી વાતચીત થતી નથી.

અને બન્ને અતડા અતડા રહે છે.

સ્વાતિની નજરમાં મમ્મી ની ડાયરી આવી ગઈ એણે વાંચ્યું કે મમ્મી ખૂબ જ સરસ વાર્તાઓ લખે છે એટલે ચૂપચાપ એ છપાવવાની તૈયારી કરી.

આ બાજુ શ્રુતિ એ પણ જોયું કે મમ્મીએ ખુબ સરસ અને સુંદર ચીજવસ્તુઓ બનાવી છે.

એણે જાગૃતિ ને પ્રોત્સાહન આપ્યું અને એક પ્રદર્શન માં આ બધીજ વસ્તુઓ નું વેચાણ માટે મૂકી. .

ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો જાગૃતિ ની વસ્તુઓ નો અને એનાં ખુબ વખાણ થયાં અને એવી માગણી ઉઠી કે આના ક્લાસીસ ચાલુ કરો અને બીજા ને પણ શીખવાડો.

સાંજે નિલય ઘરે આવ્યો એને શ્રુતિ એ બધી વાત કરી

આ સાંભળીને નિલયતો આશ્વર્ય પામી ગયો.

પણ પુરુષ સહજ અભિમાન કે એણે જાગૃતિ નાં વખાણ નાં કર્યા.

સ્વાતિની મહેનત પણ રંગ લાવી અને જાગૃતિ ની વાર્તાઓની ચોપડી છપાઈને આવી અને ચોપડીનું નામ સ્વાતિએ રાખ્યું હતું.

" એક ગ્રામીણ સ્ત્રી "

એનું વિમોચન મોટા પાયે રાખ્યું એટલે વિરલને પણ નાછુટકે હાજર રહેવું પડ્યું.

એક મોટા હોલમાં વિમોચન હતું અને શહેરનાં નામાંકિત વ્યક્તિ નાં હાથે વિમોચન થયું.

ચોપડી ઓ બજારમાં મૂકવામાં આવી અને જાગૃતિ ની ચોપડીઓ વેચાઈ ગઈ.

ડોક્ટરો પાર્ટીમાં જાગૃતિ નાં વખાણ કરતાં અને નિલયને કહેતાં કે આવાં છૂપા રત્ન ને યાર છુપાવી રાખે છે અમને પણ મળાવ. પાર્ટીમાં લઈ આવ અને ઓળખાણ કરાવ.

જાગૃતિ નાં આવાં વખાણ થતાં નિલયને થયું કે એક ગ્રામીણ સ્ત્રી એ કેટલી સફળતા મેળવી છે.

હું જ ના ઓળખી શકયો.

આમ વિચારી ને પાર્ટીમાંથી ઘરે જઈને જાગૃતિની માફી માંગી અને એની કલા, અને લખાણનાં ખુબ વખાણ કર્યા.

અને કહ્યું કે એ ઓળખવામાં થાપ ખાઈ ગયો.

પણ હવે આપણે નવેસરથી જિંદગી ગુજારીશુ.

આમ કહીને જાગૃતિ નો હાથ હાથ માં લીધો.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Drama