Manishaben Jadav

Drama

3  

Manishaben Jadav

Drama

એક એવી ઘટના

એક એવી ઘટના

2 mins
204


આકાશ અને નિરવ બંને મિત્રો. નાનપણથી સાથે રહે. મોજમસ્તી કરે. સમય પસાર કરે. ભણવામાં ખૂબ હોંશિયાર. હિંમતવાન એવા કે કોઈથી ડરે નહીં. કુદરતી આપત્તિમાં પણ સૌની મદદે પહોંચી જાય. ગામનો મોટો માણસ એકાદવાર ડરી પાછો હટી જાય. પણ આ બંને મિત્રો કોઈથી ડરે નહીં.

એક વખત ગામમાં બન્યું એવું કે ગામની પાદરે એક અવાવરું ઘર હતું. ત્યાં વર્ષોથી કોઈ રહેતું ન હતું. થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા કે ત્યાં એક ભૂત રહે. ગામમાં આવતાં જતાં સૌ માણસોને હેરાન કરે. રાતના અંધકારમાં કોઈ એકલું બહાર નીકળવાનું નામ ન લે. કાચાપોચા માણસ તો ત્યાં જ ઢળી પડે.

ગામ આખામાં આ વાત ફેલાઈ ગઈ. બધાં જાણતાં કે આકાશ અને નિરવ બંને બહાદુર છે. આપણે તેમને વાત કરીએ. આમ ડરીડરીને ક્યાં સુધી ઘરમાં પડ્યા રહેશું. ક્યારેક તો કંઈ કામ આવી પડે તો શું કરવું. બધાં ગામલોકો આકાશ અને નિરવ પાસે ગયા. નિરવ અને આકાશે આ વાતને પડકાર સમજી ઝીલી લીધી.

બંને મિત્રો સાંજના સમયે પાદરે જઈ બેઠા. દૂરથી કોઈ આવતું દેખાયું. વિખરાયેલા વાળ, કદરૂપો ચહેરો, લાંબા દાંત અને વિચિત્ર હાસ્ય. મોટેથી અવાજ સંભળાયો," તમારી જ રાહમાં હતી કેટલા સમયથી. તમે બંને પોતાની જાતને બહાદુર કહો છો. ચાલો થઈ જાય સામનો. આટલો બિહામણો ચહેરો અને વિચિત્ર અવાજ સાંભળી બંનેના ચહેરા પર ડરની સ્પષ્ટ રેખા દેખાય.

 આ વિચિત્ર ચહેરો વધું ને વધું નજીક આવતો દેખાયો. તેનું ડરામણું હાસ્ય, પગપગનો ધબધબ અવાજ. બંને ત્યાંથી બૂમાબૂમ કરતા ભાગ્યા. સીધા ઘરે. ફરી બહાર નીકળવાની કોશિશ જ ન કરી.


Rate this content
Log in

Similar gujarati story from Drama