Bhavna Bhatt

Tragedy Others

2  

Bhavna Bhatt

Tragedy Others

એક દિવસ જ માન

એક દિવસ જ માન

2 mins
166


એક દિવસ મહિલા દિનની ઉજવણી કરીને બાકી દિવસોમાં હડધૂત, અપમાનિત અને બળાત્કાર કરીને શું મહિલાઓને ઈજ્જત આપો છો ?

હું પુરુષોની ખિલાફ નથી... આજે તો દરેક ક્ષેત્રમાં કે ઘરમાં પણ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે...

ક્યાંક ક્યાંક પુરુષો પણ અત્યાચાર નાં ભોગ બને છે પણ સ્ત્રીને તો ડગલે ને પગલે હડધૂત કરવામાં આવે છે... સ્ત્રી વગર ચાલતું નથી અને એ જ સ્ત્રી ઉપર જોક્સ બનાવીને એને હાંસીને પાત્ર બનાવાવમાં આવે છે.

ઘણાં ઘરોમાં આજે પણ સ્ત્રીને વાતે વાતે એમ સંભાળવામાં આવે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ છે;

તો હું સવાલ પૂછું કે તમે એટલા જ હોંશિયાર અને બુદ્ધિમાન હતાં તો સ્ત્રીની કોખે થી જન્મ શું કામ લીધો ?

એક નારી તમારી મા, પુત્રી, પત્ની, પુત્રવધૂ, ભાભી, બહેન એમ અલગ-અલગ રૂપે તમારાં જીવનમાં મદદરૂપ અને ઉપયોગી બને છે એને જ હડધૂત કરો છો ?

શા માટે નારીની ભાવનાઓ ને ખંડિત કરો છો ?

પત્ની પાસે બેસી તેને પૂછો,

તું ખુશ છો? 

મારી જોડે જીવન જોડીને ? 

શું હું તને સુખી કરી શકું તેવું જીવન જીવું છું ? 

હોંશિયાર નહિ, 

સહજ બનો. 

ચતુર નહિ, 

સરળ બનો. 

અને પત્નીની કદર કરો તો જીવન બાગ મહેંકી ઉઠશે..

પોતાના દુર્ગુણો છુપાવો, અને પત્નીનાં બીજા પાસે ઉઘાડા પાડો એ શું તમારી માણસાઈ છે ?

જેવાં છો તેવા જ બનીને રહો અને મહિલાઓ ની ઈજ્જત કરો.

શા માટે એકજ દિવસ મહિલા દિન ઉજવીને નારીને સન્માન કરવાની હોડ લાગે છે પછી બાકીના દિવસોમાં નારીને વાતે વાતે હડધૂત અને અપમાનિત કરવામાં આવે છે?

કેટલાંય ઘરોમાં નારી પોતાની વેદના કોઈને કહી શકતી પણ નથી અને એનું શોષણ થાય છે, સમાજ, સંસ્કાર અને હું ક્યાં જઈશ એનો ડર એને બધું સહન કરવા મજબૂર કરે છે..

માટેજ ઘર અને પરિવાર ત્યારે જ ખુશ અને સુખી રહે જયારે ઘરની લક્ષ્મી હસતી રહે.

 હવે જરા અમથું થોભીએ અને અંતરમનમાં ઝાકીએ કે આપણે સાચો મહિલા દિન ઉજવીએ છે કે દંભ નો?

ખુબ જોયું બહાર હવે થોડું ભીતર ડોકિયું કરીએ અને સાચી મહિલા દિનની ઉજવણી કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy