rekha shukla

Romance Others

4  

rekha shukla

Romance Others

એક છત નીચે

એક છત નીચે

9 mins
255


મીઠી બોલકી, ચંચળ આંખો પાંખો જેમ ઉડતા પગલાં, રૂપાનો દેહ ને સૂરજની પેહલી કિરણે સોનેરી ચમકતી લે અંગડાઈ ને પવનથી પણ ના રહેવાય અડપલાં કરે તેની લટો ઉડાડી ગુલાબી ગાલ ને ચૂમી જ લે. આ અમૃતા બાર વર્ષે સમાજની નજરોમાં ચડી આવી એમાં કોઈ નવાઈ નહોતી. ભણવામાં હોશિયાર ને સદાય હસતી આવી રૂપાળી કોને વ્હાલી ના લાગે ? અરે ! જુવાન તો જાય જ વારી વારી પણ મોટેરાં ઓની પણ ખુલી રહી જાતી ડાકળી. રિશ્તેદારોમાં વાતોનો વિષય બની ગઈ ચોમેર નજર ફેરવી જુઓ તો સ્પોટલાઈટ એના ઉપર જ હતી. સ્કૂલે જાતી તો સખીઓના ઝૂંડમાં બધા એને જ તાંકતા રહી જાતા. ઘરે આવતો રાવજી એમનોનોકર બહુ સીધો સાદો દેખાવે હતો. એને ભોળી અમૄતા માટે ખૂબ લાગી આવતું

'બેનબા..! શુ લાવી દંઉ ? શું જોઈએ છે મને કહેજો તમતમારે સાચવી ને જાજો. ખૂબ ભણજો ! ભગવાન તમારું ભલું કરે.' બસ એ અમૄતાની ગોળગોળ ફરતો જ્યાં સુધી સ્કૂલે ના જાય ત્યાં સુધી ખાસ ધ્યાન રાખતો. જેવો દેખાવે હતો તેવો જ સીધો સાદો સ્વભાવનો પણ હતો.

ગામડે જ્યારે જાય ત્યારે બેનબા માટે કૂંણો પોંક, તાજી મગફળી ને મીઠી શેરડી ને ગુલાબી પાકા જામફળ લઈ આવતો. કાચી કેરી તો કાયમ લાવે લાવે ને લાવે જ. જોવા જાવ તો અમૄતા ને આ બધી ભેટોથી રીઝાવતો ખુશ રાખતો. ને તે પણ રાવજીકાકા કહેતી ને ખૂબ મજાકરતી.

'બેનબા મારું એક કામ કરી આપશો ? ?' અટકાતાં અચકાતા તેમાંડ બોલ્યો.

'હા.. રાવજીકાકા હા તમે તેના બદલામાં શું લાવશો મારે માટે ? ? બોલો ..બોલો .., જલ્દી બોલો.'

'બેનબા જેમાંગે તે..!' ' તો પહેલા પ્રોમીસ કરો તમે લાવશો !!' રાવજીકાકા એ જવાબમાં ડોકું હલાવ્યું 'હા' બોલ્યા વગર. ' પાપડ ના લોટ ના ગુંદલા !! નાની બનાવતા હતા ને તેવા તીખાં કાળી મરી વાળા '

'બસ ? એમાં શું ! જરૂર લાવી આપીશ પણ પહેલા મારો એક કાગળ લખી દો ને તમે બેનબા..!! '' ઉભા રહો હુ કપબોર્ડમાંથી પેન ને કાગળ લઈ આવું !' ક્યારે ગઈને ક્યારે આવી ગઈ પાછી..પલકારો માર્યો ને આછાવાદળી રંગનો કોરો કાગળ લઈ ને સરસ બ્લ્યુ પેન લઈ ને આવી.દિકરા ને શીખામણ ને ભલામણ કરતા પ્રેમથી કહેલા ને લખેલા શબ્દોની અસર ઉંડે સુધી રહે છે. લખો બેનબા 'પ્રિય પુત્ર,આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી તોઅમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તનેકોઈ જ નહિ કહી શકે આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હુંનહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ જ પણ,ત્યારે તનેવધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય જીવનસારૂં ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.

૧)જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મનમાં દુઃખ નાલાવીશ તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અનેતારી મમ્મીની જ છે બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખઆપી શકે છે તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જરહેજે કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભારવ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું આ દુનિયામાં મારાઅને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈહેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે ઉતાવળમાં કોઈ ને પણ સારામિત્ર ના માની લેવા

૨)દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નાશકાય આ વાત તને ખાસ કામ લાગશે,જયારે તને કોઈતરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિમળે જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કેવ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે

૩)જીંદગી ટૂંકી છે જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે તનેજીંદગી પૂરી થતી લાગશે તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનોસદુપયોગ કરજે

૪)પ્રેમ એ બીજું કાંઈ જ નથી,પણ એક બદલાતી લાગણી જછે જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે જો તારોપ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે સમય દરેક દર્દ ને ભુલાવેજ છે કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબીના જવું અને કોઈ ના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન નાથવું

૫)અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળબન્યા છે પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય વિદ્યા થી વધુ કશું જ નથી ભણવા ના સમયે ધગશ થી ભણજે

૬)હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો,કે તું મને મારા વૃદ્ધસમયમાં મદદ કરે અથવા હું પણ તને આખી જીંદગી સહારોઆપી શકીશ કે નહિ,તે પણ મને ખબર નથી મારી ફરજ તનેમોટો કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે એ પછી તુંદુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાંફરીશ એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે

૭)તું તારું વચન હંમેશા પાળજે પણ બીજા એમનું વચન પાળશેજ એવી આશા ન રાખતો તું સારું કરજે પણ બીજા સારું જકરશે એવી આશા પણ ન રાખતો જો આ વાત તને વહેલીસમજાઇ જશે,તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે..

૮)મેં ઘણી લોટરીની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગીનથી જીવનમાં એમ નસીબ થી જ અમીર થઇ જવાતુંનથી એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે તો મહેનત થીકોઈ દિવસ ભાગતો નહિ

૯)જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી તોજેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવીલઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ પણ એ જન્મમાંઆપણે મળશું કે નહિ તે ખબર નથી તો આ જન્મમાં વધુમાંવધુ સમય પરિવાર સાથે વિતાવજે

લિ. તારો પિતા.. ઝાંઝેરા આશિષ ને અઢળક વ્હાલ. "

એ કાગળ લખ્યાને પંદર વર્ષના ગાળા વિતી ગયા. ત્યારે તો લખ્યું શું ને તેનો મતલબ શું ક્યાં હતીખબર પણ કારણ પૂછવાની પણ ક્યાં હતી ખબર.. ? આજ અચાનક રાવજીકાકાની યાદ આવી ગઈ. પોતે ક્યારે જુવાન થઈ ગઈ..!! પોતાના પ્રતિબિંબથી પોતે શરમાતી ને ક્યારેક હસતી એક્લી પછીવિચાર કરતી ધત્તેરીકી..!! સચ મે હોતી હૈં જવાની દિવાની.ક્યારે રધુવીર આવી ગયો જીવનમાં ઝરૂખે થઈ ગઈ એની શું ઝાંખી ને પ્રેમ થઈ ગયો. !!પિયા પિયા જપતી હૈં સાંસે માલા તેરા નામ,પિયા પિયા જલતી હૈં શામે ચંદા તેરા નામ

મોટર બાઈક પર કેટલું ફર્યા સાથે વિતાવેલો સમય નજરે તરવર્યો ! જોવા ખાતર જોયેલા પિકચરોના નામની લાંબી યાદી ને પરિમલ બાગમાં માણેલી અસંખ્ય સાંજોની યાદ ઘેરી વળી ચાંદની જેમચમકતો રધુવીરનો ચેહરો એને ખૂબ વ્હાલ કરતો..એને વારંવાર હસાવતો. ચાંદની થીન્હાયેલી રૂપની વાંછટો રધુવીર ને સતાવતી ને પોતાના પ્રેમ ના ઉભરા ને તે રોકી ના શકતો. પણઅચાનક તે બધું ક્યાં ચાલ્યું ગયું ? લગ્ન ના દસ વર્ષમાં શું થઈ ભૂલો ? અમૄતા એ પહેલા પોતાનો દોષ શોધવામાંડ્યો.જમા-ઉધાર ના પાસા પડે એક પાને તેમ જમાંડ્યો હિસાબ સુવર્ણ અક્ષરોમાંલખાયેલો હિસાબ જોઈ દૂરથી ડુંગરા રળિયામણાં લાગ્યાં સૌને..!! પણ પોતે તો એક્દમનજીક થી નિહાળી રહી હતી તપાસી રહી હતી. રોકસ્ટાર જોયા પછી આજે ફરિયાદ થઈ ચારેક લીટીમાં !

નદીયાં ગહેરી, …નાવ પુરાની,રિશ્તોંકી દુનિયા…. ફિરસે ભારી,બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,સીતા-ગીતા… સબ કહાની સારી,ગલિયાં-ચોબારાં કી વો… રૂહાનીરૂહ સે રૂહ… ….કબસે થી હમારી,આંગન દુલ્હન ઔર જંગલી જવાની,ક્યું અબ ભી બિકે બાઝારમેં નારી ?

જેના માટે અસહ્ય સહન કર્યુ લોકોની પરવા કર્યા વગર તન મન ને ધનથી હા, પૂજા કરી !! હા, પાગલબની પ્રેમ કર્યો..હા, બધાની ઉપરવટ જઈ લીધેલો નિર્ણય લગ્નનો.. શું ભાળી ગયેલી એનામાં ? કેટકેટલાંય આવ્યા સારા નરસાં વિચારો ને મન ડહોળાઈ ગયું ! એક દીકરીને એક દીકરો જનમ્યો ને ખૂબ પ્રેમથી ઉછેર્યા બાળકો. જીવની જેમ સાચવ્યું ઘર કરકસર કરી ને ચલાવ્યું ઘર.. ને તેનો બદલો રોજ ના મહેણાં, ટોંણા ને માર ? રેડિયા ઉપર વાગતું જૂનું ગીત સાંભળતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી !!

રેહતે થે કભી જીનકે દિલ મે હમ જાન સે ભી પ્યારો કે તરહા

બૈઠે હૈં ઉન્હીં કે કૂજે મૈં .હમ આજ ગુન્હેગારોં કી તરહાં

દાવા થા જીન્હેં હમદર્દી કા.. ખુદ આકે ના પૂછા હાલ કભી

મેહફિલ મે બુલાયા હૈ હમપે..હસને કો સિતમગારો કી તરહાં

બરસોં કે સુલગતે તન મન પર અશ્કોકે છીંટે તો દે ન સકે

તપતે હુવે દિલકે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહાં

સો રૂપ ધરે જીને કે લીયે બૈઠે હૈ હજારો ઝ્હેર પિયે

ઠોકર ના લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહાં

રાવજીકાકાના કાગળના એક એક અક્ષરનુ પાલન કરવા છતાં સારા થઈ ને શું મળ્યું બોલ ને મન ! મનોમંથન કઈ રીતે રોકાય..વિચારોમાં યુધ્ધ ચાલતુંરહે..!! હજુ પણ બેસી જ રહેત. ત્યાં રધુવીર આવ્યો. આજકાલ તેની પાર્ટીઓ રોજ રોજની થવા લાગી છે. નવાઈની વાત નથી પણ આજ ત્રણ નાચ -ગાન વાળીઓને લઈને નશામાં ધૂત આવ્યો જોઈ કંઈ પણ બોલ્યા વગર તે

ઉભી થઈ ગઈ ને વરંડામાં ચાલી ગઈ. બર્બાદ કર દેતી હૈં મહોબ્બત, હર મહોબ્બત કરને વાલોં કો ક્યું કી ઇશ્ક હાર નહીં માનતા ઔર દિલ બાત નહીં માનતા..!!હર પળ જીંદગીના રંગબદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે, પળ પળમાનવીના મન બદલાય છે, બસ નથી બદલાતા એ સંબંધો, જેસાચા દિલથી બંધાય છે. આમ તો એક ચાદરમાં પણ ઉંઘ ના આવતી આજકાલ અલગ રૂમમાંસૂવા છતાંય કેમ બેચેની ને બદલે હાશ અનુભવું છું.. મારું બોલવું એ સાંભળ્યું ના સાંભળ્યું જ કરી નાંખે છે જાણી જોઈને ધરાહર સાંભળવાની ના કહે છે !! ફ્રસ્ટ્રેશન ક્યાં ઉતરે ? કોના ઉપર ઉતરે ? રામ જાણે પણ એમને તો બસ બધીજ છૂટ, બધું જ મંજુર પણ… આજે હદ કરી નાંખી છે આમ ને આમ આખી જિંદગી સળગાવે પણ લાકડાભેગું ના થવાય ને મર્યા પછી લાશ કહે હવે શું કામ અગ્નિદાહ દેવાય ? ટપ ટપ પડ્યાં આંસુ સરકી ગાલો પરથી હાથમાં પકડેલા કાગળ પર પોતે ચિત્રેલાગુલાબમાં જઈ ગોઠવાયા જો ફોટો પાડો તો લાગે કે ગુલાબ પર ઝાંકળ પડ્યું છે..!! હા, ઉષા સાથે ઉગતા સૂરજ ને જોઈને રાત રડતી જ હશે છાનીમાની. સાંજની ગોદમાં આથમે ને ઉષા

ના ખોળે જાગતો સૂરજ .રાત તો ય કેમ રડતી હશે ? એનો ચાંદ પણ નથી કે નથી સૂરજ ? ? ?

આડાઅવળાં કંઈક પ્રશ્નો સતાવે છે પણ ચાર દિવાલોમાં એક ખુરશી ને ખાટલા જેટલું પણ પોતાના અસ્તિત્વનું મહત્વ ના હોય. પોતાના બોલની કે મંતવ્યની કોઈને પડી જ ન હોય તો ઘરમાં એક છતનીચે રહેવું કે નહીં ? ડુંસકાઓની સુનામી.. ખબર નહોતી આવા દિવસો પણ આવશે ! થીજી ગયા ગાત્રો, ભંગાતા હશે આમ જ ધર ના માળા પૂરી કરવી હતી મારે તો જીવની યાત્રા પગપાળા.. !! ના'ની ના'ની કળીઓ કરતી જેમ અટકચાળા..ત્યારથી છું ભરમાયેલી લઈ વરમાળા ભીના ભીના વ્હાલાં લાગતા હતા ગરમાળા, લટક મટક ચમકતી હતી ગળે મોહનમાળા !! શાને ફૂલો અચાનક આમ જ કરમાણાં, અર્પુ શ્રધ્ધાંજલી લઈ કરે હું માળા

આકુળ વ્યાકુળ જોયા છે ખાલીખમ પંખી માળા,ધ્યાન રહે મિત્રો ફાટે ના વધારે રોગચાળા આ તો પથ્થરની પથારી છે..મૄત્યુ-સ્નાન સંગ માળા !! અહીં તો હલાવો હાથ પગ ને ફૂંટીનીકળે સગપણ અજાણ્યા !!

આમ ને આમ ક્યારે વિચાર પૂરા થયા ને ક્યારે સૂઈ ગઈ વરંડાની આરામ ખુરશીમાં તેને તો યાદ પણ ના હતું. અચાનક જાગી ને પાણી પીધું બાજુ ના કમરામાં લાઈટ ચાલુ હતી ચાંપલીઓ ના હસવાનાઅવાજો આવતા રહ્યા ચશ્માં ચડાવી ઘડીયાળમાં જોયું તો અઢી વાગેલા !ટેબલ પરથી પેનને કાગળ લઈ ને લખવા બેઠી..

પ્રિય રધુવીર,

પતિ તરીકેની તમામ જવાબદારીમાંથી મુકત કરું છું તમને. કરોડપતિ કરોડના માલિક, લાખોપતિ લાખોના ..છેવટે દરેક સુકન્યાના લગ્ન પછી પતિ જ પુરૂષ કહેવાય છે પણ માલિક બધાનો એક છે બાજુના રૂમમાંથી જ આ પત્ર લખી રહી છું. સ્વભાવે લાગણીશીલ છું સંવેદનશીલ છું પણ આપને તો પતિ તરીકેના અધિકારો જ ભોગવતા આવડે છે. એક છતનીચે ઉજવાતા શોખ, આનંદ પ્રેમ બન્ને વચ્ચે રહ્યા નથી તે તમે પણ જાણો જ છો. ત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતા જ વ્યવહારમાં તારી જ પ્રતિકૄતિ બની રહ્યો..કે જે હું ક્યારેય નહોતી ઇરછતી. આજે સવારે જ કોઈ વાત વાતમાં તમે બન્ને એ મને વચમાં દખલ ન કર, અમને ખબર પડે છે. તું શાંતિથી તારું કામ પતાવ હા, હું કામ પતાવવા માટે જ જીવું છું ને !!

મને મારી ઓળખ બાંગ પોકારી ઝંઝોળે છે હું મારી ઓળખ શોધવા લાગી ગઈ છું ..!! અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા,પર્સન્ટેજની હોડ તો ત્યારે પણ હતી. પણ કમ્પલસરી સબ્જેક્ટ્ના માર્ક્સ ઉમેરાતા નહિ, માત્ર પાસ થવું જરૂરી હતું, પણ એ વાંચવા લાયક, વિચારવા લાયક હોવા છતાં અમે એ છોડી દેતા યસ્સ્સ્સ્સ મને મારો અર્થ સમજાયો !

શક્તિની પૂજા કરનારા સ્ત્રીઓ ને અશક્ત બનાવી દેનાર દંભી સમાજની સ્ત્રીમાં ક્યાંય જગ્યા નથી હું ગોતું છું મારું ઘર જન્મતાંજ ..મા-બાપ ને ત્યાં..ત્યાંથી વિદાય તો કહેવાય પણ જાકારો મળે પતિને ત્યાં ને પછી હવે ક્યાં ખબર છે ક્યાં છે મારું ઘર ? હું રજા લંઉ છું આપની સાથે એક છતનીચે મારાથી નહીં રહેવાય હવે નહીં સહેવાય હવે !! '

એજ લિ. તમારી હતીઅમૄતા


Rate this content
Log in

Similar gujarati story from Romance