Bhavna Bhatt

Drama

3.5  

Bhavna Bhatt

Drama

એક આવી સમજૂતી

એક આવી સમજૂતી

3 mins
202


અપેક્ષાઓની વચ્ચે જીવનમાં એક આવી સમજૂતી કરી તો જિંદગીનો સહવાસ મળ્યો.. એટલે તો જીંદગી જીવ્યાનો અહેસાસ મળયો.

અને પછી જિંદગીમાં કરેલી સમજૂતી માં ઘણું ગુમાવ્યું પણ પાછાં વળવા કોઈ રસ્તો ના રહ્યો.

એક મધ્યમ વર્ગીય પરિવાર મણિનગરમાં રહેતાં હતાં.

અવીનાશ અને ભૂમિકા ને બન્ને નોકરી કરતા અને ઘરગૃહસ્થી ચલાવતાં. 

એમને બે સંતાનો હતા.

મોટી દીકરી માહી.

અને દિકરો જીતેન.

બન્ને ને મણિનગરની પ્રખ્યાત સ્કૂલમાં ભણવા મુક્યા.

પણ ભૂમિકા બાળકો ને સારાં સંસ્કાર અને સાચી વાત શિખવાડે.

ઘરમાં તકલીફ તો ઘણી જ હતી પણ બન્ને બાળકો ને નાનામાં નાની ખુશી આપતાં.

બન્ને બાળકો વચ્ચે બે વર્ષ નો સમયગાળો હતો.

માહી બારમાં ધોરણમાં આવી અને જીતેન દસમાં ધોરણમાં આવ્યો એટલે સમજાવ્યું કે જિંદગીમાં કોઈ પાત્ર ગમે તો પહેલાં મને જાણ કરવી જો બહારથી ખબર પડશે તો તમને શિક્ષા કરવામાં આવશે.

આમ કરતાં માહી કોલેજમાં આવી અને કોલેજમાં ભણતાં નિતેશ જોડે પ્રેમ થઈ ગયો. 

માહીએ ઘરમાં ભૂમિકા ને વાત કરી.

ભૂમિકા એ વાત સાંભળીને કહ્યું કે આપણી અને નિતેશ વચ્ચે નાતજાતનો મોટો ફર્ક છે.

એટલે રિવાજો અલગ હશે.

તું બધું કરી શકીશ બેટા?

માહી કહે હા મમ્મી.

અને આ મારું વચન છે કોઈ પણ સંજોગોમાં હું પાછી નહીં આવું.

ભૂમિકા કહે એવું ના કરાય બેટા હું તો તને આવનારી દરેક વસ્તુઓથી આવાગત કરાવું છું..

માહી મન સાથે સમજૂતી કરીને પણ હું જીવીશ તો પણ ત્યાં અને મરીશ પણ ત્યાં.

ભૂમિકા માહી ને બેટા આ ઘરનાં દરવાજા તારી માટે સદાય ખુલ્લા છે કોઈ વાતે મુંઝાતી નહીં.

કોલેજ પૂરી થતાં જ નિતેશ અને માહીના લગ્ન બહું સાદાઈથી કરી દીધા.

લગ્ન પછી ફરીને આવ્યા પછી માહીને નિતેશ અને એનાં મમ્મી-પપ્પા અને બહેનનાં સ્વભાવ નો પરચો મળવા લાગ્યો.

અને સવારથી જ દરેક વસ્તુઓમાં કચકચ થવા લાગી.

માહી વિચારતી ક્યાં એની ઉચ્ચ કુળમાં જન્મેલા ઘરનાં રિત રિવાજ અને અહીં તો દરેક વસ્તુ માં બધું અલગ જ હતું.

પણ માહીએ મન સાથે એક એવી સમજૂતી કરી લીધી કે કોઈ પણ સંજોગોમાં એ ડગશે નહીં.

નિતેશ ને ખાણીપીણીનો ધંધો હતો.

એ અને એનાં પપ્પા રમણભાઈ એક જ ધંધો સંભાળતા હતા.

સાસુમા દીના બહેન કશું કામ કરે નહીં અને બેઠાં બેઠાં માહીને મહેણાંટોણા મારે..

નણંદ કનક તો પાણીનો ગ્લાસ પણ માહી જોડે માંગે.

આમ દુઃખે સુખે માહી ડગલે પગલે સમજૂતી કરતાં એક દિકરી ની મા બની.

દિકરી ખંજન આવી એટલે સાસુ, સસરા એ મહેણાંટોણા ચાલુ કર્યા કે આ દિકરી જણી છે તો આ વંશવેલો ચલાવવા હવે એક દિકરો લાવ.

માહી નાં ઘરનાં એ યથાશક્તિ જીયાણુ કર્યું પણ એ લોકોને ઓછું પડ્યું.

રોજ રોજ ઘરમાં ઝઘડો થતાં.

માહીએ નિતેશ ને વાત કરી તો નિતેશ ગુસ્સે થઈ ગયો.

લોકોને જ્યારે આપણી 'જરૂરત' હોય ત્યારે કેવા કેવા વાયદાઓ કરતા હોય છે.

એમ નિતેશે એનાં રંગ બતાવવાના ચાલુ કર્યા.

પહેલાં કહેતો

"તું જેમ કહીશ એમ હું કરીશ."

"મેં તને સર્વે સર્વા હક આપ્યા છે."

"મારા કારણે કોઈ દિવસ તારી આંખમાં આંસુ નહિ આવે."

"હું તને જિંદગીભર ખુશ રાખીશ."

"મારા જીવનમાં પહેલું સ્થાન તારુ જ રહેશે."વગેરે વગેરે.

અને હવે જરૂરત પતી ગઈ એટલે.

"હું કાંઈ તારો ગુલામ છું કે તું કહે એમ મારે કરવાનું.?

"મને મારી જિંદગી જીવવી હોય કે નહિ.?

"મારી જિંદગીમાં રોકટોક કરનાર તું કોણ..?"

"તારે કારણે તો મારું જીવન નર્ક બની ગયું છે."

આનાં કરતાં તો મારાં માતા-પિતા એ જ્યાં પરણાવ્યો હોત અને ત્યાં પરણ્યો હોત તો હું સુખી હોત સમજી.

"ભાડમાં ગયાં એ વચનો અને કસમ, હું કોઈ વચન-બચનમાં માનતો નથી."વગેરે વગેરે.

માહી તો આટલું બધું સાંભળી ને દિગ્મૂઢ થઈ ગઈ અને આઘાત માં સરી પડી.

કે મેં મારી જાતને આ લોકો સાથે તાલમેલ મેળવવા શું નથી કર્યું અને નિતેશ ને મારા પિયરના દાગીના પણ ધંધા માટે તકલીફ પડતાં આપ્યા એનો બદલો આવો..

માહી મનમાં બબડી રહી.

ડગલે ને પગલે તમારી જરૂરત સમયે તમારી પડખે ઊભી રહી તમને કોઈ લાચારી મહેસૂસ ન થવા દીધી, તમારી ખુશીને જ મારી ખુશી માની.એને આવો એવોર્ડ આપવાનો.?

નિતેશ તે ભલે "ઠાલા અને પોકળ વચનો" આપી તમારી જરૂરત પૂરી કરી લીધી,

પોતાને "સત્યવાદી હરિશ્ચંદ્રનો અવતાર" કહીને મને છેતરી લીધી પણ મેં મારી આ જિંદગી સાથે એક એવી સમજૂતી કરી છે કે જીવીશ તો પણ અહીં ને મરીશ પણ અહીં પણ પાછી તો મારા પિયર જઈને તમને રસ્તો નહીં કરી આપું એમ મનોમન નિર્ણય લીધો અને રડીને મન હળવું કર્યું અને પોતાના કામે વળગી.

આમ એક એવી સમજૂતી નાં લીધે માહી દુઃખો સામે લડી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama