એક આશાનું કિરણ
એક આશાનું કિરણ
એક આશાનું કિરણ જાગ્યું કચરાના મનમાં કે હવે આ લોકડાઉન ખુલશે એટલે ભેગો કરેલો બે કોથળા કચરો ભંગારની દુકાને વેચાતાં જે રૂપિયા આવશે એમાં મા માટે ખાંસીની દવા લઈ આવીશ બિચારી ખાટલામાં પડી પડી ખાંસતી જ રહે છે.
ધર્માદા જમવાનું તો એક ટાઈમ મળી જતું પણ આ મા ની બિમારીની દવા ક્યાંથી લાવું ?
કચરાનો જન્મ જ કચરાના ઢગલા માં થયો હતો એટલે એનું નામ જ કચરો પડી ગયું હતું...
મા કહેતી કે તારાં પિતા આપણને મૂકીને જતાં રહ્યાં છે એટલે જ કચરો મા ને સાજી કરવા અને પેટનો ખાડો પૂરવા કચરો વીણતો... આશાનાં કિરણ સાથે એ બીજા દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો અને ઘરમાં પડેલાં બે કચરાના થેલા.