Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

એ યાદોનું ઝરણું

એ યાદોનું ઝરણું

2 mins
128


આરવ પોતાના કેનેડાનાં મોલમાં ઊભો હતો ત્યાં જ એનાં કાને એક નિર્મળ અને ખડખડાટ હસવા નો અવાજ કાને પડતાં એણે એ દિશામાં જોયું તો બે છોકરીઓ કોઈ વાત પર હસી રહી હતી પણ એમાં જે ખડખડાટ હસી હતી એને જોઈને એ બેચેન થઈ ગયો કારણકે એને એનું એ હાસ્ય યાદ આવી ગયું.

અને એ મોલમાંથી નિકળીને એક વૃક્ષનાં ટેકે ઊભો રહ્યો અને એ યાદોનાં ઝરણાંમાં ખોવાઈ ગયો.

એ ભારતની નવરાત્રી નો માહોલ હતો એ ભાઈબંધ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો અને ત્યાં સરિતા એની બહેનપણીઓ સાથે ગરબે રમતી હતી એ પણ ગરબા રમ્યો અને પાણી પીવા એક સ્ટોલ ઉપર ઊભો રહ્યો ત્યાં સરિતા એની બહેનપણી સાથે આવી અને કંઈક એવી વાત માં તાળી પાડી અને ખડખડાટ હસી એ હસી રહી હતી અને આરવ એ હાસ્ય માં ખોવાઈ ગયો અને પછી હાય, હેલો અને દોસ્તી અને પછી નવ દિવસમાં તો પ્રેમમાં પરિણમી.

અને સરિતાનાં ઘરમાં ખબર પડતાં જ આરવને માર માર્યો અને કહ્યું કે તું સરિતા ને ભૂલી જા..

તારો અને સરિતા નો કોઈ પ્રકારે મેલ નથી ખાતો એ મહેલોમાં રહેનારી અને તું એક ફટીચર માણસ.

અને પછી સરિતા નાં ઘરનાં એ સરિતાને વિદેશ મોકલી દીધી.

આરવ પણ મહેનત કરી ને કેનેડા પહોંચ્યો અને આજે મોલનો માલિક બન્યો પણ એ નવરાત્રીનાં દિવસો અને સરિતા નું એ ખડખડાટ હસી પડવું ભૂલ્યો નહોંતો અને એ મીઠી યાદો નાં ઝરણાં માં સતત વહેતો રહેતો અને નવરાત્રી માં એણે ગરબા ગાવા નાં જ બંધ કરી દીધા.

પણ આજે એ છોકરી ની હસી એ એને ફરી એ યાદો નાં ઝરણાં માં પહોંચાડી દીધો..



Rate this content
Log in

Similar gujarati story from Drama