Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dilip Ghaswala

Romance Tragedy


3  

Dilip Ghaswala

Romance Tragedy


એ વરસાદી સાંજ

એ વરસાદી સાંજ

3 mins 685 3 mins 685

પ્રિય પર્જન્ય..

એ વરસાદી સાંજ.....તને યાદ છે?

આજ બપોરથી જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું ને સાંજ પડતાં જ

ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મનના આકાશમાં તો ધોધમાર વરસી રહ્યો છે આ વરસાદ.

ચામડીની પાટીને કોરી કરવાની મોસમ એટલે વરસાદ...

તને યાદ છે, એ સાંજે પણ આમ જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હું ઇચ્છતી હતી કે તું આ માહોલમાં મારી સાથે જ હોય. સવારથી તને મેસેજ ફોન કર્યા, પણ જવાબ જ નહીં તારો. ન જાણે તું ક્યાં ગુમ હતો? મને આ વરસાદ અમથો અમથો પણ વહાલો લાગે જો તું હોય મારી સાથે... અકારણ ભીંજાવાનું વરસાદ પાસેથી શીખવા જેવું છે તારે..

કુદરત હૃદય ભરીને ઉગે છે આ દિવસોમાં. આ નભ જાણે પર્વત છે અને આ ઝાડ જાણે કેશવની આંગળી લાગે છે. વૃક્ષના ટેકાથી ગગન ખુશ રહે છે... તારા આગમનની સાથે જ જાણે ધબકારા પર કોઈ મોરપીંછ ફેરવતું હોય તેવી અનુભૂતિ થાય છે..આ વરસાદ તો આવી ગયો પણ તું ક્યાં છે??

એય જલ્દી આવ ને , તારા હાથ લાંબા કરાવી ને વરસાદના ટીપાં મારે તારી હથેળીમાંથી પીવા છે.. તને ખબર છે વરસતો વરસાદ હંમેશા પ્રેમી હૈયાને ભીંજવીને આશીર્વાદ આપે છે.


ને અચાનક જ, વાદળની પેલે પાર, તારા આગમનની તીવ્ર અનુભૂતિ થઈ આવી. અને તું મને બેફિકર થઈ આવતા વાદળ જેવો લાગ્યો.

દોડી ને મેં તને વરસતા વરસાદમાં બાથમાં લઈ લીધો. તું જોતો જ રહ્યો અપલક નેત્રે ને ચાર આંખોનું તારામૈત્રક રચાયું. તારો હાથ મારા ડાબા કાનની બૂટ ને સહેલાવતો રહ્યો ને હું તારી લાગણીના પૂરમાં આકંઠ તણાતી રહી.

અને તું એક શેર બોલ્યો કાનમાં ,

ભર વરસાદે કોરા રહ્યાં,

કોઈએ છત્રી ધરી પલળી ગયા !!

 તારો અવાજ કાને પડ્યો ને અચાનક જ હું સભાન થઈ. કંઈક ગજબનું કામણગારું સંમોહન છે તારા સ્વરમાં... તારા સ્પર્શ માં...


‘એક મિનિટ...’ કહીને હું એની બાહોપાશમાંથી છટકવાનો મિથ્યા પ્રયાસ કર્યો. મારી આંખમાં એક નજરે મારી જાતને નીરખી રહ્યો. આંખમાં કાજળની એક લકીરને ચૂમી અને હોઠ પર લિપસ્ટિકનો એક આછો લિસોટો એણે હળવેથી ચૂમીને દૂર કર્યો. ભીના વાળને અંબોડેથી, નિતંબ પર હિલ્લોળાતા જ એણે છુટા મુકી દીધા. મારી સફેદ સલવાર કમીઝ પર મેઘધનુષ રચાઈ ગયું.


તને ચપોચપ ચીપકી ને, કસોકસ પકડીને બેઠે બેઠે તારા કાન ઉપર મોં રાખીને હું ન જાણે કેટલીય વાતો કહેવા માંગતી હતી, જે તું વિના બોલ્યે તારી પીઠ પર અથડાતા મારા હૃદયના ધબકારાને ઝીલતો સાંભળી રહ્યો હતો. ઝરમર વર્ષામાં પલળી ને અને ચુંબનોથી સહેજ ભીના થઇ ગયેલા ચહેરા પર હળવેથી દુપટ્ટો ફેરવતી હું શરમાઈ ને ઊભી રહી ગઈ હતી ને જરા ચિડાઈ ને બોલી હતી, "જવા દે ને કોઈ જોઈ જશે..?"


તું સહસા ઊભો રહ્યો. પાછળ ફરીને મારી સામું જોયું અને મીઠું હસતો મારી તરફ પાછો ફર્યો. હાથ લંબાવી ને મારો હાથ તારા હાથમાં લીધો અને મૃદુ અવાજે બોલ્યો, ‘સોરી જાન, તું સાથે હોય છે ત્યારે એટલો ઉન્માદિત થઈ જાઉં છું કે...’ ને તું પૂરું બોલી રહે તે પહેલાં જ વરસાદનાં ઝીણાં ઝીણાં ટીપાં મોટા મોટા ફોરાંમાં બદલાઈ ગયા. સમી સાંજમાં જ જાણે અંધારું છવાતું લાગ્યું. મારો હાથ પકડીને તેં વરસતા વરસાદમાં ચાલવા માંડ્યું હતું ઘર તરફ...


ઘર પહોંચતાં સુધીમાં આપણે બંને ખાસ્સા પલળી ગયેલા. મારા ઘર પાસે મને તું એવી નજરે જોતો હતો કે જાણે નજરથી મને પી ન રહ્યો હોય! સહસા મેં દુપટ્ટો ઉર પ્રદેશ પર ખેંચીને વ્યવસ્થિત કર્યો. તોય તારી નજર જાણે મને આરપાર વીંધી રહી હતી!

અને તું બાઇક પર મને હળવી ચૂમી ભરીને નીકળી ગયો...


અને પ્રથમ વરસાદમાં ભીંજાવાનો લ્હાવો આપતો ગયો...

પણ ત્યાં જ મારા ઘરના નાકા પર જ એક ભયંકર અકસ્માત થાય છે..

પહેલા વરસાદને કારણે રસ્તા પર કીચડ થવાને કારણે એક નવયુવાનનું સ્થળ પર જ બાઇક સ્લીપ થવાથી મૃત્યુ થાય છે...હું દોડી.. ને જોયું તો ? મારો પર્જન્ય... લોહીથી લથબથ..

કાળા વાદળમાં લોહીનો રંગ લાલ ભળતા જોઈ મેં આંખો બંધ કરી દીધી...


આજે પણ બહાર અનરાધાર વરસાદ છે. ફરક માત્ર એટલો જ છે કે આજે તું મારી સમીપ નથી. આ પાગલ છોકરીની ભીતર, તારા વિયોગની આગ ભડકે બળે છે....રાહ જોઉં છું... તું ક્યારે ફરી આવી ને મારા પર વરસી પડીશ.. હું એવી વરસાદી સાંજ ની રાહ જોઈ ને બેઠી છું...છત્રી બંધ કરીને અને મન ખોલીને...!Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Romance