Hetshri Keyur

Drama Romance

4.0  

Hetshri Keyur

Drama Romance

એ વરસાદી સાંજ

એ વરસાદી સાંજ

3 mins
296


"ભાઈ ! તમારો ફોન પલળી જશે ! અંદર આવી જાવ !"

સાંજના ધોધમાર વરસાદમાં એક યુવાન નાના એવા ઢાબા બહાર પલાળતો ઊભો હતો,હાથમાં મોબાઇલ અને જાણે કોઈના ફોન આવવાની રાહથી એ મોબાઇલ સામે એકીટશે જોઈ રહ્યો હતો,ઢાબાવાળા નાં અંદરથી આવેલ આવાજ ને જાણે એના કાને સાંભળ્યો જ ન હતો ! જાણે એના કાન ને કોઈ નિશ્ચિત વ્યક્તિ નાં રણકા નો ઇંતજાર હતો !

"અંદર આવી જાવ ભાઈ !પલળી જશે મોબાઈલ આપને શું જોઈએ છે ? અહી બેસી જમશો કે પછી જોડે લઈ જવું છે ? !"

પણ જાણે કઈજ સંભળાતું ન હોય એ માફક એકીટશે મોબાઇલ સામે જોઈ રહ્યો હતો એ વ્યક્તિ અને વરસાદમાં ભીંજાતો આંખોમાં રહેલ આસુ પણ વરસાદી પાણીમાં સૂકાઈ ગયા હતા.

"તમને કહું છું ભાઈ ! કૈક તો બોલો ! અંદર આવો" કહી એમને જીંજોડી નાંખે છે ત્યારે સામે જોઈ બોલે છે" એ હા મારે જમવાનું છે !"

એવામાં એમના મોબાઇલમાં ધ્યાન જાય છે ફોન રણનકે છે માય બ્યુટીફૂલ વાઈફ નામે નંબર હોય છે એ પરથી પરંતુ કાન પર ફોન રાખી કઈજ બોલ્યા વગર આંખોમાંથી આંસુની ધાર નીકળવા લાગે છે ઢાબા પર રહેલ માણસને થાય છે ચોક્કસ કૈક છે ખરાબ બન્યું લાગે છે પરંતુ સામેથી કઈજ અવાજ આવતો નથી તો ખુબજ અચંબિત થઈ ફોન પાછો એ યુવાનને આપી દે છે,અને ઢાબા નાં મેનુ પ્રમાણેનું એમને જમવાનું પીરસી માણસ ચાલ્યો જાયછે.

બે મિનિટ પાંચ મિનિટમાંતો એજ નંબર પરથી અંદાજે ૬૦ ઉપર ફોન આવે છે પરંતુ બધા એક જેવાજ કઈજ ન અહીથી બોલે ન ત્યાથી અને યુવાન દરેક ફોનમાં ખુબજ રડે, ફોન મૂકી પોતાને જ મારે !

અચાનક એક ફોન આવે છે અને યુવાનની આંખોમાંથી હર્ષ અશ્રુ આવે છે અને જમવાનું પડતું મૂકી પૈસા દઈ વરસતા વરસાદે દોડવા લાગે છે ઢાબામાંથી બહાર..........

વીજળી,ગરજતા વરસાદ અને કાળા વાદળાંમાં ધોધમાર વરસાદ વચ્ચે એ યુવાન પોતાનું વાહન ખુબજ ઝડપથી ચલાવી એક જગ્યા એ જઈ ને ઊભોરહે છે.......

અને એ છે એ કોઈ બીજી જગ્યા નહીં યુવાનની ઘરની સામેની શેરીમાં રહેલ બાંકડો !

બાકડા પર બેઠેલ ધ્રૂજતી અને બંને હાથ માં વગેલ અવસ્થામાં એક યુવતી આખી ભીંજાયેલા કપડાંમાં રડતી રડતી રસ્તે રાહ જોતી હોય છે અને અચાનક એની સામે જેની રાહ જોતી હોય છે એ યુવાન આવે છે !વાત એમ છે બંને એકમેકને અતૂટ સાચો પ્રેમ કરતા હોય છે પરંતુ કોઈ કારણ સર બંને વચ્ચે જગડો થયેલ હોય છે અને યુવતી ખોટું લગાડી ગઈ હોય છે પરંતુ યુવાન પોતાના મનાવતા આવડતું નથી હોતું અને અભિમાનવાળા સ્વભાવ ને કારણે જાણતો હોવા છતાં કે યુવતી રીસાયેલ છે મનાવી શકતો નથી પરંતુ યુવતી રોજના ઓછામા ઓછાં ૨૦૦૦ઉપર ફોન કરે પરંતુ વાત કઈજ કરતી નહિ જેને કારણે યુવક ખુબજ તૂટતો જતો હતો કારણ એકતો એને મનાવતા આવડતું નથી એમાં યુવતી રિસયેલ અને અવાજ સાંભળ્યા વગર ચાલે નહિ તો યુવાનને જીવતા મોત લાગતું હતું,એવામા. વરસાદી માહોલ માં બંને પ્રેમી એકમેક ને જોઈ ખુબજ રડી પડે છે અને યુવતી વાહન માં બેસી એટલુંજ બોલે છે તને મનાવતા નથી આવડતું પરંતુ ખાલી એટલું ન કહેવાય કે મારી જોડે બોલી જા ને !

કહે છે "જાન !આ એક ચોમાસુ તો ચાર મહિના રહેશે !

આ એક ચોમાસુ તો ચાર મહિના રહેશે !

પરંતુ એ ચોમાસાનું શું જે તારી અને મારી આંખોમાં રહે છે ?

જ્યારે હું અને તું એકમેક જોડે ન બોલીએ તો?

તો ચાલ ને બોલી જઈએ !

મૂકીને રિસવા મનાવવાની જીદ અને ચાલને બોલી જઈએ !

જાન ચાલ ને ચોમાસામા વાદળામા વરસાદની મજા લઈએ આંખોનો વરસાદને રોકી દઈએ !

જાન ચાલને બોલી જઈએ !"

અને બંને ખુબજ આનંદિત થઈ જાય છે વરસતા વરસાદમાં ઠંડકમા બંનેની આંખોમા પ્રેમની ગરમી દેખાઈ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama