એ ઊંચી ઉડાન
એ ઊંચી ઉડાન


મીરાં એ નાનપણથી જ એક ઊંચી ઉડાન ભરવાનું સપનું જોયું હતું અને એણે મહેનતથી એ સપનું સાકાર કર્યું...
ભણીગણીને એ ડોક્ટર બની ગઈ અને પ્રેક્ટિસ કરી ને પોતાના મધુર સ્વભાવથી બધાની માનીતી થઈ ગઈ અને બીજા ડોક્ટરને હંફાવી ને પોતાની મોટી હોસ્પિટલ શરૂ કરી પણ એનું મન તો હજુ એ એક ઊંચી ઉડાન ભરવા દોડતું હતું..
એવામાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઈ ગઈ અને સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટરોને માનવ સેવા કરવી હોય એ સ્વેચ્છાએ હાજર થાય...
મીરાં એ ઘરમાં વાત કરી કે એ પણ માનવ સેવા કરવા જવા માંગે છે જેથી આ જિંદગી મળી છે માનવરૂપે તો એ કોઈનાં કામ આવી શકે.
ઘરનાં એ ઘણું સમજાવ્યું પણ એ અટલ રહી અને માનવ સેવા કરવા એ સરકારી હોસ્પિટલમાં ગઈ અને સંક્રમિત લોકોની સેવા કરતાં એ સંક્રમિત થઈ ગઈ અને એક ઊંચી ઉડાન ભરી ગઈ....
અને દુનિયામાં અમર બની ગઈ.