એ માસૂમ કળી
એ માસૂમ કળી
અનેરી હજુ તો માંડ પાંચેક વર્ષની હતી. કોરોના આવ્યો ત્યારથી માતા-પિતાએ બહાર રમવા જવાની ના પાડી હતી એટલે એ ઘરમાં એકલી એકલી રમ્યા કરતી અને બધાંને કહેતી કે માસ્ક પહેરો બહાર કોરોના આવ્યો છે.
અચાનક બીજી લહેર આવી અને ઘરમાં કોઈને નહીં પણ અનેરીને તાવ અને શરદી થઈ ફેમિલી ડોક્ટરની દવાથી ફેર ના પડતાં રિપોર્ટ કરાવ્યો તો કોરોના આવ્યો.
ઘરમાં બધાંજ આઘાતમાં જતાં રહ્યાં.
અચાનક અનેરીની તબિયત ખુબ જ બગડી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી અને ઓક્સિજન પર રાખવામાં આવી પણ કોરોના એ માસૂમ કળીને ભરખી ગયો.
