Ishita Raithatha

Drama Others

4.6  

Ishita Raithatha

Drama Others

"એ કોણ હતી ? ભાગ - ૫"

"એ કોણ હતી ? ભાગ - ૫"

2 mins
263


 (અહીંથી વાર્તા એક મહિનો પાછળ, એટલે ભૂતકાળમાં જાય છે. સાહિલ રસ્તામાં એક મહિના પહેલાની વાતો યાદ કરે છે.)

 આ વાત ૨૯, ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરની છે, ત્યારે સાહિલ અને તેના મિત્રો ધરમપુર અને તેની આજુબાજુના ગામડાના લોકોની સેવા કરવા ગયા હતા. આવા સારા વિચાર પણ જયસરના જ હતા. જયસરના કહેવાથી બધા કેમ્પની શરૂવાત જયબજરાંગબલી બોલીને જ કરતા, અને બજરંગબલીની કૃપાથી બધા લોકો ત્યાંથી સાજા થઈને જ જતા.

હજુતો કેમ્પ શરૂ થયાને એક કલાક થઈ હતી, ત્યાં જયસરનો ફોન આવ્યો અને સાહિલ તેમની સાથે વાત કરતોકરતો બહાર નીકળી ગયો. ત્યારે સાહિલનું ધ્યાન બુલેટના આવાજ પર પડ્યું. તે બુલેટ બીજું કોઈ નહીં પરંતુ શેફાલી જ ચલાવતી હતી. ત્યારે તો સાહિલ શેફાલીને ઓળખતો પણ નહોતો.

પરંતુ શેફાલીની સુંદરતાએ સાહિલનું ધ્યાન તેની તરફ ખેંચ્યું. જયસર ફોનમાં શું કહે છે કે પછી શું પુછે છે તેનું સાહિલને કંઈ ધ્યાન ના રહ્યું, કારણકે સાહિલતો શેફાલીની સુંદરતામાં ખોવાયેલો હતો. જયસરનો ફોન પૂરો પણ થઈ ગયો તેનું પણ ધ્યાન સાહિલને ના રહિયું."

સાહિલએ ત્યારે ફોટા પણ પડયા હતા. અને પછી સાહિલ પોતાના કામમાં ગૂંચવાઈ ગયો. તેજ દિવસે સાંજે બધા જમતા હતા ત્યારે ફરીથી સાહિલને બુલેટનો અવાજ આવ્યો. સાહિલ તરત બહાર ગયો તો ફરીથી શેફાલી દેખાણી. સાહિલ પાછો તેની સુંદરતા જોવામાં મગ્ન થઈ ગયો.

શેફાલીની સુંદર આંખો, તેના કાળા અને લાંબા વાળ, તેનો સ્વેત રંગ, ગુલાબની પાંખડી જેવા હોઠ, તેના નાજુક હાથપગ, તેની સુંદર કાયા પરથી સાહિલની નજર હટતીજ નહોતી. સાહિલ, શેફાલીની પાછળ ફાર્મહાઉસ સુધી પણ ગયો, પરંતુ અંદર જવાની હિંમત થઈ નહીં.

સતત ત્રણ દિવસ સુધી સાહિલ રોજ શેફાલી ને જોતો હતો પરંતુ તેની સાથે વાત કરવાની કે તેને મળવા જવાની હિંમત સાહિલમાં નહોતી. જયસર સમજી ગયા હતા કે સાહિલનું ધ્યાન કામની સાથે બીજે પણ છે. જયસરએ સાહિલને પૂછ્યું પણ હતું કે તું ધરમપુર ગયા પછી ખોવાયેલો લાગે છે. તો કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો કે શું? સાહિલ એ ત્યારે તે વાત બદલી નાખી, પરંતુ અંદરથીતો ખૂબ મલકાતો હતો."

આમ કેમ્પના ત્રણ દિવસ પૂરા થયા અને બધા પાછા આવી ગયા.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Drama