Ishita Raithatha

Drama Horror

4.8  

Ishita Raithatha

Drama Horror

એ કોણ હતી - ૮

એ કોણ હતી - ૮

2 mins
253


સાહિલ પોતાનો પરિચય આપતો હતો ત્યારે સાહિલનું ધ્યાન પૂલના પાણીમાં પડે છે, તો તેમાં ફક્ત પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું, શેફાલીનું પ્રતિબિંબ દેખાતું નહોતું. સાહિલ ડરી તો ગયો પરંતુ કંઈ ખબર પડવા દીધી નહીં. અને શેફાલી સાથે વાતો ચાલુ જ રાખે છે.

સાહિલ: શેફાલી, તું અહીં ક્યારથી છો ? અને શા માટે અહીં છો ?

શેફાલી: મારું ત્રણ મહિના પહેલા અહીં એક્સિડન્ટ થયું હતું, અને મને જ્યારે ભાન આવ્યું ત્યારે મારી ગાડી કે મારા ડ્રાઈવર હરિકાકા કોઈ નહોતા. હું તો અહીં મારા ફાર્મહાઉસમાં નિરાંતે બે દિવસ રોકવા આવી હતી. પરંતુ હવે અહીંથી બહાર જઈ જ નથી શકતી. 

સાહિલ: (શાંતિથી સાંભળીને પછી કહે છે.) શેફાલી તે એક્સિડન્ટમાં પોલીસને તારી ગાડીતો મળી હતી, પરંતુ હરિકાકા મળીયા નહોતા.

શેફાલી: પરંતુ તમને કેવીરીતે ખબર આ બધી વાતની ? અને મને આ વાતની કેમ કંઈ ખબર નથી ? હું શા માટે અહીંથી બહાર નથી જઈ શકતી ?

સાહિલ: શેફાલી પહેલા તો તું મને તમે કહેવાને બદલે તું કહીને બોલાવજે, અને સંભાળ તે એક્સિડન્ટ વખતથી જ તું કોમાં માં આવી ગઈ હતી, તારી બોડી મુંબઈની હોસ્પિટલમાં છે, મારો મિત્રજ તારી ટ્રીટમેન્ટ કરે છે. હું એક મહિના પહેલા અહીં આવ્યો હતો ત્યારે મેં તને અહીં જોઈ હતી. માટે મારે વાતના મૂળ સુધી જાવું હતું. અને મને એ વાત પણ જાણવા મળી કે તે આ ત્રણ મહિના દરમ્યાન ચાર ખૂન પણ કર્યા છે. 

શેફાલી: શું ? પરંતુ આ કેવી રીતે શક્ય છે ? 

સાહિલ: મારે પણ એજ જાણવું છે કે, એક જ વ્યક્તિ, એક સમયે, એક સાથે ત્રણ જગા પર કેવી રીતે હોઈ શકે ? અને ખૂન કર્યા તે કોણ હતી ? હોસ્પિટલમાં છે તે કોણ હતી ? કારણકે તું તો મારી સાથે છે. તો પછી એ કોણ હતી ?

શેફાલી: પરંતુ, તું અહીંથી જતો રહે, તારો જીવ જોખમમાં છે. તું અહીં શા માટે આવ્યો ? શું જરૂર હતી ?

સાહિલ: ના ! શેફાલી, હું તને અહીંથી લઈને જ જઈશ.

શેફાલી: સાહિલ, જિદ ના કર, આ જગા ખુબજ ખતરનાક છે.

સાહિલ: તો પછી હું તને અહીં મૂકીને કેવીરીતે જઈ શકું ?

શેફાલી: પરંતુ તું મારા માટે આટલું બધું જોખમ શા માટે લે છે ?

સાહિલ: કારણકે, હું તને પ્રેમ કરું છું. જ્યારથી તને જોઈ હતી ત્યારથી તારા જ વિચાર આવતા, તારી સુંદરતા પાછળ હું ગાંડો થઈ ગયો હતો. તને ગોતી ને તને જિંદગીભર મારી બનાવવા માગતો હતો. માટે તેને અહીંથી છોડાવીને જ રહીશ. અને તારી સાથે મારું આખું જીવન પસાર કરવા માગું છું.

 (સાહિલ, આટલું કહીને શેફાલીને તરત પોતાનાથી નજીક ખેંચીને કિસ કરે છે અને પોતાનો પ્રેમ દેખાડે છે. શેફાલી પણ થોડી શરમાય છે, શેફળીને પણ સાહિલ ગમવા લાગ્યો હોય તેવું લાગ્યું. શેફાલી પોતાનું માથું સાહિલના ખભા પર રાખે છે ત્યારે સાહિલનું ધ્યાન શેફાલીના વાસા પરના નિશાન પર પડે છે, તે નિશાન જોઈએ સાહિલ ખૂબ ડરી જાય છે અને શેફાલીને જોરથી ધક્કો મારીને દૂર કરે છે.)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama