એ કોણ હતી - ૬
એ કોણ હતી - ૬
કેમ્પના ત્રણ દિવસની યાદ કરતા કરતા સાહિલ ધરમપુર પહોંચવા આવ્યો હતો, પરંતુ સાહિલ આવનારી આફતથી અજાણ હતો. જે રસ્તા પર સાહિલ જતો હતો તે રસ્તો સાહિલ માટે ખૂબ ભયાનક હતો. લગભગ રાતના એક વાગ્યો હતો, સાહિલ સાથે ડ્રાઈવરભાઈ હતા તે ફાર્મ હાઉસનો રસ્તો કોને પૂછવો તે શોધતો હતો, એટલામાં ગાડી સાથે કોઈ ભાઈ ભટકાણા, તે ભાઈ ઉંમરમાં મોટા હોય તેવું લાગ્યું. અને ડ્રાઈવરે અચાનક બ્રેક મારી જેથી સાહિલ ભૂતકાળની વાતોમાંથી પાછો વર્તમાનમાં આવી ગયો.
સુમસામ રાતનો સમય હતો, રસ્તા પર બીજું કોઈ હોતું નથી, સાહિલને પેલા ભાઈની ચિંતા થાય છે. સાહિલ તરત ગાડીમાંથી બહાર આવે છે, અને જોવે છે તો ગાડીની આગળ કે આજુબાજુ કોઈ હોતું જ નથી. સાહિલ થોડો ગભરાઈ જાય છે, અને પાછળ ફરે છે અને જુવે છે કે ગાડીના કાચ પર લોહીલુહાણ દોરીથી લખ્યું હોય છે કે, પાછો જતો રહેજે, અને ગાડીના બોનેટ પર મરેલી માછલીઓનો ઢગલો હોય છે.
સાહિલ ખૂબ ડરી જાય છે, ડ્રાયવરને બહાર બોલાવે છે પરંતુ કોઈ જવાબ નથી આપતા, આજુબાજુમાંથી કોઈનો જોરજોરથી હસવાનો અવાજ આવે છે, અને સાહિલ આજુબાજુ જોવે તો કોઈ હોતું જ નથી. સાહિલ દોડીને ગાડીમાં જાય છે તો ત્યાં ડ્રાઈવરની લાશ હોય છે, અને એક કૂતરો તે ડ્રાઈવરનું માંસ ખાતો હોય છે.
સાહિલ જલ્દીથી ગાડીનો દરવાજો બંધ કરી દે છે અને બહાર રસ્તા પર દોડવા લાગે છે, સાહિલ ડરેલો તો હોય છે, છતાં પણ તેને તેની મમ્મી અને જયસરની વાતો યાદ આવે છે અને સાહિલ ઠાકોરજી અને બજરંગબલીને યાદ કરતો કરતો આગળ વધે છે. રસ્તામાં સાહિલ સાથે શેફાલી ભટકાય છે અને સાહિલનો હાથ પકડી લે છે.
શેફાલી: મને બચાવી લે, (આટલું કહેતાની સાથે શેફાલી સાહિલને ગળે મળે છે અને ખૂબ રડવા લાગે છે.)
(સાહિલ પ્રેમથી શેફાલીના માથા પર હાથ રાખી છે અને કહે છે.)
સાહિલ: શેફાલી, તું ડર નહીં, હું આવી ગયો છું, અને તેને કંઈ નહીં થવા દવ.
(બંને વાતો કરતા હોય છે ત્યાં પાછળ સાહિલની ગાડી આવે છે, અને તે બંનેની પાસે આવીને અચાનક બંધ પડી જાય છે.)
ક્રમશ:...

