એ કોણ હતી - ૪
એ કોણ હતી - ૪
સાહિલ: પપ્પા, હું તમારી ચિંતા સમજી શકુ છું. પરંતુ મારે જવું તો પડશે જ. શેફાલી અમારી હોસ્પિટલમાં જ છે. તમે મારી ચિંતા ના કરો ઠાકોરજી મારી સાથે જ છે, ઠાકોરજી મારી રક્ષા કરશે.
(સહિલના મમ્મી, સુધાબહેન પણ ત્યાં હોય છે, અને બધી વાત સાંભળીને કહે છે)
સુધાબહેન: બેટા, અમે ક્યારેય પણ તને કોઈપણ વાતની ના નથી કહી, પરંતુ બેટા જો તને કંઈ પણ થશે તો અમારું શું થશે ?
સાહિલ: મમ્મી, તને મારા ઉપર ભરોસો નથી ?
સુધાબહેન: મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તું અમને ફોન કરતો રહેજે, અને મારી એક વાત માન, જો તારે આ વાતના મૂળ સુધી જવું હોયતો પહેલા તું તારી હોસ્પિટલમાં જે શેફાલી છે તેને મળ અને ત્યાંથી જ શરૂઆત કર. અમારા આશીર્વાદ તારી સાથે જ છે. ઠાકોરજી તારી રક્ષા કરશે.
(આટલું કહીને સુધાબહેન ફોન કાપી નાંખે છે, સાહિલને પણ સુધાબહેનની વાત સાચી લાગે છે. સાહિલ અને જીગર બંને હોસ્પિટલ જાય છે અને શેફાલીની તબિયત અને રિપોર્ટ જોવે છે, પરંતુ કંઈ સમજાતું નથી.)
સાહિલ: જીગર, હું ધરમપુર જાવ છું. તું અહીં રહીને શેફાલીનું ધ્યાન રાખજે, આપણે બંને ફોન પર એકબીજાને સમાચાર આપશું.
જીગર: હા સારું, તું અહીંની ચિંતા ના કર અને ધરમપુર જા.
(એટલામાં ત્યાં હોસ્પિટલમાં વળી પાછા મીડિયાવાળા આવી જાય છે, અને ત્યાંના સ્ટાફને પૂછપરછ કરે છે. બીજા થોડા શેફાલીના ફેન પણ હોય છે, તે લોકો હોસ્પિટલમાં થોડી ધમાલ પણ બોલાવે છે. સાહિલ અને જીગર તે લોકોને શાંત કરાવે છે, ત્યાં પોલીસ પણ આવી જાય છે, અને બધું શાંત થઈ જાય છે.)
(સાહિલ તરત પોતાની ગાડીમાં ધરમપુર જવા રવાના થાય છે. રસ્તામાં તેને યાદ આવે છે કે, એક મહિના પહેલા શું થયું હતું.)
ક્રમશ:.....
