Ishita Raithatha

Drama Tragedy

4.9  

Ishita Raithatha

Drama Tragedy

એ કોણ હતી - 3

એ કોણ હતી - 3

2 mins
275


સાહિલ: જીગર, આ શેફાલીને મેં આપણાં ધરમપુરવાળા કેમ્પ વખતે જોઈ હતી. અને તું મને પૂછતો હતો ને કે હું કોઈ છોકરીના પ્રેમમાં તો નથી ને ? તો હા, હું શેફાલીને પ્રેમ કરું છું. પરંતુ અત્યાર સુધી મને તેનું નામ કે એના વિશે કંઈ ખબર નહોતી, માટે હું તને કહેતો નહોતો.

જીગર: પરંતુ આ કેવી રીતે શક્ય છે ? આ શેફાલી તો છેલ્લા ત્રણ મહિનાથી કોમામાં જ છે.

સાહિલ: એ વાતતો મને પણ નથી સમજાતી, આપણે ત્યાંથી પાછા આવ્યા પછી તરત હોસ્પિટલમાં કામ બહુ હતું અને પછી જયસરની તબિયત ઠીક નહોતી, માટે વિચારવાનો કંઈ સમય જ નહોતો મળ્યો. પરંતુ મારી પાસે તેના ફોટો છે, મે ત્યારે પડ્યા હતા પછી તો મને પણ જોવાનો સમય નથી મળ્યો.

જીગર: સાહિલ તું આ શેફાલીની લપમાં પડતો નહીં, તે કોમામાં હોવા છતાંપણ ચાર વ્યક્તિના ખૂન કર્યા છે.

સાહિલ: એ કેવી રીતે બને ? એકજ વ્યક્તિ એક સમયે એક સાથે ત્રણ જગા પર હોય તે શક્ય જ નથી.!

જીગર: આ કલાકારોનું જીવન પણ પિકચર જેવું હોય, આપણે જોવાય એના વિશે વાતો કરાય પરંતુ એના ચકરમાં પડાય નહીં. તું દૂર રહેજે આ શેફાલીથી.

સાહિલ: જીગર હું તને શેફાલીના ફોટો દેખાડું, તું બેસ હું લાવું છું.

   (સાહિલ તેનો કેમેરો લાવે છે, બને ફોટો જોવા છે તો શેફાલી તો એક પણ ફોટોમાં નહોતી. બંને જણ અચંબામાં પડી જાય છે. )

   (સાહિલને તે રાત્રે નીંદર નહોતી આવતી, તે વિચાર જ કરતો રહ્યો કે, શેફાલી જો કોમાંમાં હતી તો તેને ખૂન કેવી રીતે કર્યા ? ધરમપુરમાં કોણ હતી ? ફોટોમાં કેમ નહોતી દેખાતી ?)

  (સાહિલ ૩૧ ડિસેમ્બરની રાત્રે પાર્ટીમાં પણ જતો નથી, સવાર થતાની સાથે સાહિલ ધરમપુર જવાનું વિચારે છે. સાહિલ ત્યાં જઈને જોવા માંગતો હતો કે ત્યાં શેફાલી હતી ? કે પછી પોતાનો ભ્રમ હતો ? સાહિલ તેના મમ્મી પપ્પાને ફોન કરે છે.)

સાહિલ: હેલો, પપ્પા, કેમ છો ?

સચિનભાઈ: (સચિનભાઈ, સાહિલના પપ્પા) મજામાં બેટા, તું કેમ છે ? જય શ્રી કૃષ્ણ.

સાહિલ: પપ્પા મારે તમને એક વાત કહેવી છે.

સચિનભાઈ: હા, બોલને બેટા, રૂપિયા જોઈએ છે ? કે કંઈ તકલીફ તો નથી ને ?

સાહિલ: ના પપ્પા, એવું કંઈ નથી. હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો. ( સાહિલ તેના જયસરના મૃત્યુની, શેફાલીની, બધી વાત કરે છે અને પોતે ધરમપુર જવાનો છે તે જાણ કરે છે.)

સચિન ભાઈ: બેટા આવા બધા ચક્કરમાં શા માટે પડે છે ? છોડ ને, જવા દે.

ક્રમશ....


Rate this content
Log in

Similar gujarati story from Drama