Ishita Raithatha

Drama Horror

4.7  

Ishita Raithatha

Drama Horror

એ કોણ હતી - ૧૨

એ કોણ હતી - ૧૨

3 mins
189


સાહિલ: "સાહેબ, મારે એક વાત જાણવી હતી."

પોલીસઓફિસર: "તમારી ઓળખાણ આપો અને પછી જે જાણવું હોય તે પૂછો."

સાહિલ:(પોતાની ઓળખાણ આપે છે.) "મારે એ જાણવું હતું કે, એક વર્ષ પહેલાં અહીં અનુજભાઈના ફોર્મહાઉસની બહાર જે સમીર નામના છોકરાએ આત્મહત્યા કરી હતી તેના વિશે જો તમે મને કંઈ કહી શકો તો."

પોલીસઓફિસર: (તરત ફાઈલ લઈ આવે છે.) "હા, ડોક્ટર સાહિલ તે કેસ આત્મહત્યાનો કેસ હતો. સમીરએ ત્યાં ફાર્મહાઉસમાં ફળિયામાં ૧૪ જાન્યુઆરી ૨૦૧૭ની મોડી રાતે ઝાડ પર જાડી સિન્દ્રી વડે ગળાફાંસો ખાધો હતો."

(સાહિલને આ વાત સાંભળીને તરત બીજા પોલીસની વાત પણ યાદ આવે છે, કે અનુજભાઈના બીજા ચાર મિત્રોના ખૂન પણ ગળાફાંસો ખાઈને થઈ હતા. અને પોતાની ગાડી પર પણ સિન્દ્રી વડે લખેલું હતું. સાહિલને આ બધી વાત અને સમીરની આત્મહત્યાનું કંઈક કનેક્શન લાગે છે. સાહિલ, પોલીસ પાસે સમીરનું સરનામું માગે છે.)

(પોલીસ તરત સમીરનું સરનામું આપે છે. મોડું થઈું હોય છે છતાં પણ સાહિલ જાય છે અને તે સરનામા પર જે ઘર હોય છે ત્યાં ખખડાવે છે, મોડું થઈ ગયું હતું માટે સમીરના મમ્મી, રોઝીબહેન સૂતા હોય છે, અવાજ સાંભળીને ઊઠીને ખોલતા વાર લાગે છે.)

રોઝીબહેન: "કોણ છે ?"

સાહિલ:"હું સાહિલ, સમીરનો મિત્ર." (સાહિલ ખોટું બોલીને દરવાજો ખોલવાનુ કહે છે.)

રોઝીબહેન:(દરવાજો ખોલે છે.) "સાહિલ ! કોણ સાહિલ ? સમીરે ક્યારે પણ તારા વિશે કહ્યું નથી."

સાહિલ:"તમે સાચા છો. મારે સમીરની મોત વિશે જાણવું હતું માટે હું ખોટું બોલ્યો, મને માફ કરજો."

રોઝીબહેન:"તું કોણ છે ? શામાટે સમીરની મોત વિશે જાણવું છે ?

 (સાહિલ પોતાનો પરિચય પણ આપે છે, અને બધી વાત કરે છે કે શા માટે સમીર વિશે જાણવું છે.)

રોઝીબહેન:"ઠીક છે બેટા, હું તને બધી વાત કરીશ. સંભાળ, બધા કહે છે કે મારા દીકરા સમીરે આત્મહત્યા કરી છે. પરંતુ હું નથી માનતી, કારણકે, મારો દીકરો સમીર ખુબજ ખુશમિજાજી અને સ્વાભિમાની હતો. હંમેશા બધાનું ધ્યાન રાખતો, અને કોઈના ખરાબ સમયમાં તે લોકોને હિંમત આપતો."

સાહિલ:"તો પછી આ બધું સાચું છે કે નહીં ? મને તમે થોડી વધારે વાત કરશો તો મને આ બધું સમજવું સહેલું થઈ જાય."

રોઝીબહેન:"મારા પતિ, અનુજભાઈ સાથે કામ કરતા હતા, છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહોતો આપ્યો, માટે ૧૧જાન્યુઆરી ૨૦૧૭ની રાતે તે પગાર લેવા થઈ, સમીરે સાથે આવવા કહ્યું, પરંતુ તેના પિતાએ ના પાડી. બહુ રાત થઈ થઈ હતી માટે સમીર થઈ, થોડીવારમાં તે પાછો આવ્યો, મેં જોયું તો સમીરની સાથે તેના પપ્પાની લાશ હતી. સમીરના પપ્પાના શરીર પર કૂતરાઓએ નખથી વિખોળીયા ભર્યા હતા અને માંસ પણ ખાધેલું હતું."

(આટલું સાંભળતાની સાથે સાહિલને શેફાલીના શરીર પરના નિશાન યાદ આવે છે.)

રોઝીબહેન:" બધાના કહેવા મુજબ તે સમયે ત્યાં અનુજભાઈ નહોતા, કૂતરા એકલા જ હતા, માટે આવું બન્યું હોય. પરંતુ મને અને સમીરને આ વાત પર વિશ્વાસ ન આવ્યો, માટે ૧૪જાન્યુઆરી ૨૦૧૭ ની રાતે સમીર અનુજભાઈના ઘરે થઈ, ત્યારે ત્યાં કોઈપણ હતું નહીં. ત્યાંના નોકરોને પૂછ્યું તો તેમને કહ્યું કે, અનુજભાઈ તેના મિત્રો સાથે પોતાના ફાર્મહાઉસ થઈ હતા, માટે સમીર ત્યાં થઈ. પરંતુ સવારે સમીરની મોતના સમાચાર આવ્યા, પોલીસે પણ આજુબાજુ ઘણા લોકોને પૂછ્યું, અને બધાનું કહેવું એમજ હતું કે, સમીર સિવાય કોઈ આવ્યું નહોતું."

(સાહિલ આ બધું ધ્યાનથી સાંભળતો હતો અને રોઝીબહેનને શાંત પણ રાખતો હતો અને અશ આશ્વાશન પણ આપતો હતો.)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama